ETV Bharat / bharat

અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડના આરોપી અનૂપ ગુપ્તાની જામીન અરજી પર મંગળવારે સુનાવણી - Augusta Westland

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ આજે મંગળવારે અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડના આરોપી KRBL કંપનીના ડિરેક્ટર અનૂપ ગુપ્તાની જામીન અરજી પર સુનાવણી કરશે. સ્પેશ્યલ ન્યાયાધીશ અરવિંદ કુમાર સુનાવણી કરશે.

અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડના આરોપી અનૂપ ગુપ્તાની જામીન અરજી પર મંગળવારે સુનાવણી

author img

By

Published : Mar 30, 2021, 3:09 PM IST

  • અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડ કેસના આરોપીની જામીન અરજી પર સુનાવણી
  • કોર્ટ અનુપ ગુપ્તાની વચગાળાની અને નિયમિત જામીન અરજીઓ પર સુનાવણી કરશે
  • સ્પેશ્યલ ન્યાયાધીશ અરવિંદ કુમાર સુનાવણી કરશે

નવી દિલ્હીઃ આજે મંગળવારે રાઉઝ એવન્યુ કોર્ટ અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડ કેસના આરોપી KRBL કંપનીના ડિરેક્ટર અનૂપ ગુપ્તાની જામીન અરજી પર સુનાવણી કરશે. અનૂપ ગુપ્તાની ન્યાયિક કસ્ટડી આજે ખતમ થઈ રહી છે. કોર્ટ આજે અનુપ ગુપ્તાની વચગાળાની અને નિયમિત જામીન અરજીઓ પર સુનાવણી કરશે.

આ પણ વાંચોઃ અગસ્તા વેસ્ટલેન્ડ કેસ: EDએ રતુલ પુરીની જામીન અરજીનો વિરોધ કર્યો

રૂપિયા 3600 કરોડનું હતું કૌભાંડ

રૂપિયા 3600 કરોડના આ કૌભાંડમાં EDએ બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન મિશેલની જાન્યુઆરી 2019માં ધરપકડ કરી હતી. મિશેલને દુબઈથી પ્રત્યાર્પણ કરાવી ડિસેમ્બર 2018 માં તેને ભારત લાવવામાં આવ્યો હતો. 23 ઓક્ટોબર 2020ના રોજ કોર્ટે CBI દ્વારા દાખલ પૂરક ચાર્જશીટની નોંધ લીધી હતી. 19 સપ્ટેમ્બર 2020ના રોજ CBIએ પૂરક ચાર્જશીટ ફાઇલ કરી હતી.

13 લોકો છે આરોપીઓ

ચાર્જશીટમાં ક્રિશ્ચિયન મિશેલ, રાજીવ સક્સેના, અગસ્તા વેસ્ટલેન્ડ ઈન્ટરનેશનલના ડિરેક્ટર જી સાપોનારો અને વાયુસેનાના પૂર્વ પ્રમુખ SP ત્યાગીના સંબંધી સંદીપ ત્યાગી સહિત 13 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. આ ચાર્જશીટમાં પૂર્વ સીએજી અને પૂર્વ રક્ષા સચિવ શશિકાંત શર્માને આરોપી બનાવવામાં આવ્યાં ન હતા, કારણ કે, તેમની સામે કાર્યવાહી કરવાની CBI ને મંજૂરી મળી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.