- જ્ઞાનવાપી કેસ પર આવી શકે છે ચુકાદો
- અલ્હાબાદ કોર્ટ સંભળાવશે ચુકાદો
- કોર્ટ પાસે માંગ્યો હતો સમય
ન્યૂઝ ડેસ્ક: સીનિયર ડિવીઝન ફાસ્ટટ્રેક કોર્ટ વારાણસીમાં જ્ઞાનવાપી કેસ મામલે પુરાતત્વ સર્વેક્ષણમા પ્રાર્થના પત્ર પર આજે સુનવણી થશે ત્યારે 20 માર્ચે કોર્ટમાં અંજુમન ઇંતજામિયા મસાજિદમી તરફથી પ્રાર્થના પત્ર આપીને કોર્ટ પાસે સમય માંગવામાં આવ્યો હતો. જેના પર કર્ચો 22 માર્ચની તારીખ આપવામાં આવી હતી. મહત્વનું છે કે જ્ઞાનવાપીમાં નવા મંદિરના નિર્માણ અને પૂજા કરવા અંગેના અધિકાર માટે 1991માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
વધુ વાંચો: અનામતના સમગ્ર મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં થશે ચર્ચા
જ્ઞાનવાપી મંદિર-મસ્જીદ કેસ મામલે પુરાતત્વ વિભાગે સર્વેક્ષણ માટે પ્રાર્થના પત્ર સીનિયર ડિવીઝન ફાસ્ટ ટ્રેક કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેની સુનવણીની તારીખ 22 માર્ચ આપવામાં આવી હતી.
વધુ વાંચો: માસિક ધર્મ અંગે ચાલતી ભ્રમણાઓ દૂર કરવામાં આવે- ગુજરાત હાઈકોર્ટ
કોર્ટ પાસે માંગ્યો હતો સમય
ગત 20 માર્ચે વાદમિત્ર વિજય શંકર રસ્તોગીએ માહિતી આપી હતી કે કોર્ટને પુરાતત્વિક સર્વેક્ષણ મામલે સુનવણી માટે 20 માર્ચ તારીખ નક્કી કરવામાં આવી હતી. આ નિર્ણય પર અંજુમન ઇંતજામિયા મસાજિદએ આ મામલે તારીખ આગળ વધારવાની અરજી કોર્ટમાં કરીને કોર્ટ પાસે વધુ સમય માંગ્યો હતો. આ કેસમાં અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયમાં આ અંગેની સુનવણી થઇ ચુકી છે. કોર્ટે પોતાની પાસે ચુકાદો અનામત રાખ્યો છે. આ અંગે કોર્ટે જણાવ્યું હતું કે પ્રાર્થના પત્ર પર સુનવણી ચાલી રહી છે. જેની કાર્યવાહીને રોકવી અશક્ય છે. આ ખૂબ જ જૂનો કેસ છે. આ કેસના નિરાકરણ ડે ટુ ડે બેસિસ પર હોવું જોઇએ.