ETV Bharat / bharat

Teesta Setalvads plea: તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, વધુ સુનાવણી 19 જુલાઈના રોજ - Teesta Setalvads plea

સુપ્રીમ કોર્ટ આજે ગુજરાત રમખાણોના સંબંધમાં કાર્યકર્તા તિસ્તા સેતલવાડની જામીન અરજી પર સુનાવણી હતી, જો કે સુપ્રીમ કોર્ટે આ કેસમાં તિસ્તા સેતલવાડને ફરી રાહત આપી છે. 2002ના ગુજરાત રમખાણોના સંબંધમાં પુરાવાના કથિત બનાવટના કેસમાં સર્વોચ્ચ અદાલતે તિસ્તા સેતલવાડને આપવામાં આવેલી વચગાળાની સુરક્ષા લંબાવી છે. ગુજરાત સરકારને 15મી સુધીમાં દસ્તાવેજ રજૂ કરવા તાકીદ કરી છે.

Teesta Setalvads plea: ગુજરાત હાઈકોર્ટના આદેશ સામે તિસ્તા સેતલવાડની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

author img

By

Published : Jul 5, 2023, 9:37 AM IST

Updated : Jul 5, 2023, 6:59 PM IST

નવી દિલ્હી: 2002ના ગુજરાત રમખાણોના કેસમાં સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને ફરીથી રાહત આપી છે. 2002ના ગુજરાત રમખાણોના સંબંધમાં પુરાવાના કથિત બનાવટના કેસમાં સર્વોચ્ચ અદાલતે તિસ્તા સેતલવાડને આપવામાં આવેલી વચગાળાની સુરક્ષા લંબાવી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી 19 જુલાઈના રોજ નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટે એક કેસમાં તિસ્તા સેતલવાડને ફરી રાહત આપી છે. 2002ના ગુજરાત રમખાણોના સંબંધમાં પુરાવાના કથિત બનાવટના કેસમાં સર્વોચ્ચ અદાલતે તિસ્તા સેતલવાડને આપવામાં આવેલી વચગાળાની સુરક્ષા લંબાવી છે.

સુનાવણી 19 જુલાઈના રોજ: 19 જુલાઈના રોજ અલગથી સુનાવણી હાથ ધરવામાં આવશે: આ સાથે સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી 19 જુલાઈના રોજ નક્કી કરી છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે તેમની રેગ્યુલર જામીન માટેની અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે તેને તાત્કાલિક આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જસ્ટિસ બીઆર ગવઈ, એએસ બોપન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે ગુજરાત હાઈકોર્ટના આદેશ સામે સેતલવાડ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર ગુજરાત સરકારને નોટિસ જારી કરી હતી. અગાઉ 1 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે સેતલવાડને ધરપકડથી રક્ષણ આપ્યું હતું.

હાઈકોર્ટના નિર્ણય સામે નારાજગી: સેતલવાડને સાત દિવસ માટે ધરપકડથી વચગાળાનું રક્ષણ આપતી વખતે બેન્ચે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે સિંગલ જજે થોડો સમય આપવો જોઈતો હતો. આ પછી ખંડપીઠે સિંગલ બેંચના આદેશ પર એક સપ્તાહ માટે રોક લગાવી દીધી હતી. ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'અમને એ કહેતા અફસોસ થાય છે કે સિંગલ જજને એક સપ્તાહ સુધી પણ વચગાળાનું રક્ષણ ન આપવામાં સંપૂર્ણપણે ખોટું હતું.' સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્યારે આ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે, ત્યારે તેને એક અઠવાડિયા સુધી લંબાવવાનું યોગ્ય રહેશે.

સોલિસિટર જનરલે કહ્યું કે આ કોઈ સામાન્ય મામલો નથી. દાયકાઓ સુધી દેશ અને રાજ્યની બદનામી થઈ. સર્વોચ્ચ અદાલતે સોલિસિટર જનરલને પૂછ્યું, "તેમનું વર્તન નિંદનીય હોઈ શકે છે, પરંતુ આજે અમે વિચારી રહ્યા છીએ કે શું એક દિવસ માટે પણ વ્યક્તિની સ્વતંત્રતા છીનવી લેવી જોઈએ?" સુપ્રીમ કોર્ટને જાણવા મળ્યું કે, તે 10 મહિના માટે જામીન પર છે. આવી સ્થિતિમાં સવાલ પૂછવામાં આવ્યો કે તેને તાત્કાલિક કસ્ટડીમાં લેવાની શું જરૂર હતી?

  1. Gujarat Cabinet meeting: આજની કેબીનેટ બેઠકમાં વાવઝોડાથી બાગાયતી પાકને નુકશાન સામે સહાય આપશે સરકાર?
  2. Surat monitor lizard: એપાર્ટમેન્ટમાં 3.5 ફુટની મોનિટર લિઝાર્ડને જોઈ લોકોના જીવ અધ્ધર

Last Updated : Jul 5, 2023, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.