- પેગાસુસ જાસૂસી કેસ સંબંધિત અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
- અરજદારોએ કોર્ટમાં દલીલો માટે તેમની મર્યાદા ઓળંગવી ન જોઈએ-CJI
- આ મામલે સંબંધિત અરજીઓ પર 16 ઓગસ્ટે સુનાવણી થશે
નવી દિલ્હી: પેગાસુસ જાસૂસી કેસ સંબંધિત 9 અરજીઓ પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી, જેમાં CJI N.V. રમન્નાએ કહ્યું હતું કે, અરજદારોએ કોર્ટમાં દલીલો માટે તેમની મર્યાદા ઓળંગવી ન જોઈએ. આ સાથે જજે કેસની સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી છે. હવે આ મામલે સંબંધિત અરજીઓ પર 16 ઓગસ્ટે સુનાવણી થશે.
SIT તપાસની માંગ
આ કિસ્સામાં પત્રકારો, વકીલો, સામાજિક કાર્યકરો અને એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા વતી અરજીઓ દાખલ કરવામાં આવી છે જેમાં SIT તપાસની માંગણી કરવામાં આવી છે.
કોઈએ મર્યાદા ન ઓળંગવી જોઈએ: CJI
- આજે સુપ્રીમ કોર્ટમાં પેગાસસ કેસની સુનાવણી કરતા સીજેઆઈ એન વી રમન્નાએ કહ્યું કે આ મામલો સબ-જ્યુડીસ છે, અરજદારો વચ્ચે સમાંતર ચર્ચા થવી જોઈએ.
- કોર્ટમાં અરજદાર અને સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે શિસ્ત રાખવું પણ જરૂરી છે. ચર્ચા માટે કોઈએ પોતાની મર્યાદા પાર ન કરવી જોઈએ. વ્યવસ્થા પર વિશ્વાસ રાખો.
- તેમણે કહ્યું કે, અરજદારોને જે કહેવું હોય તે સોગંદનામામાં કહી શકે છે.
- તેમણે કપિલ સિબ્બલને તાંકીને કહ્યું કે, તેઓ તેમનો આદર કરે છે અને તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે. આ કારણોસર તેઓએ કોર્ટમાં શિસ્ત પણ જાળવવું જોઈએ.
- જણાવી દઈએ કે, અગાઉની સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે, ઘણી અરજીઓ હોવાથી તેમાંથી કેટલીક સમાન પ્રકારની PIL છે. આવી સ્થિતિમાં કોર્ટે કાર્યવાહી કરતા પહેલા કેન્દ્ર સરકારની બાજુ સાંભળવી પડશે. જોકે કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ આપવાનું ટાળ્યું હતું. તેના બદલે પક્ષોને અરજીઓની નકલો સરકારને આપવાનું કહેવામાં આવ્યું હતુ.
- હકીકતમાં, કથિત પેગાસસ જાસૂસી કેસની સ્વતંત્ર તપાસની માગણી કરતા એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા અને વરિષ્ઠ પત્રકારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ સહિત 9 અરજીઓ પર હાલમાં સુનાવણી ચાલી રહી છે.
- આ અરજીઓ ઇઝરાયેલી કંપની NSO ના સ્પાયવેર પેગાસસનો ઉપયોગ કરીને અગ્રણી નાગરિકો રાજકારણીઓ અને પત્રકારો પર સરકારી એજન્સીઓ દ્વારા કથિત જાસૂસીના અહેવાલોને લગતી છે.
- આંતરરાષ્ટ્રીય મીડિયા એસોસિએશને અહેવાલ આપ્યો છે કે, પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરીને સર્વેલન્સના સંભવિત લક્ષ્યોની યાદીમાં 300 થી વધુ ચકાસાયેલા ભારતીય મોબાઇલ ફોન નંબરો હતા.