ETV Bharat / bharat

Hindenburg plea in SC : હિંડનબર્ગ કેસ મામલે સુપ્રીમમાં સુનાવણી, રોકાણકારો માટે સમિતિ રચવા સરકારને આદેશ

સુપ્રીમ કોર્ટમાં હિંડનબર્ગ કેસની સુનાવણી યોજાઈ હતી. આ મામલે બે અરજી દાખલ કરવામાં આવી છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે શું એવો કોઈ રસ્તો છે જેના દ્વારા શેરધારકોના હિતોનું રક્ષણ કરી શકાય. રોકાણકારોને સુરક્ષિત રાખવા માટે શું કરવામાં આવે છે તે અંગે માહિતી આપવી જોઈએ.

હિંડનબર્ગ કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

author img

By

Published : Feb 10, 2023, 6:15 PM IST

Updated : Feb 10, 2023, 6:49 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આજે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટની તપાસની માંગ કરતી અરજી પર સુનાવણી યોજાઈ હતી. કોર્ટે ભારતીય રોકાણકારોને લાખો કરોડો રૂપિયાના નુકસાન પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે નિષ્ણાત સમિતિની રચના કરવાના સંકેત પણ આપ્યા હતા. સાથે જ ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે તેમણે સૂચનો માગ્યા હતા. હવે આ મામલે સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે.

  • Hindenburg-Adani issue: SC suggests forming committee of domain experts and others, putting in place robust practices to protect investors

    — Press Trust of India (@PTI_News) February 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મોનિટરિંગ કમિટી બનાવવા માંગ: એડવોકેટ વિશાલ તિવારીએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને પત્ર લખ્યો છે. તિવારીની અરજીમાં મોટી કંપનીઓને રૂપિયા 500 કરોડથી વધુની લોન આપવા માટે દરેક મોનિટરિંગ કમિટી બનાવવાના નિર્દેશની માગણી કરવામાં આવી છે. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ આ મામલાની યાદી તરત જ રજૂ કરવા વિનંતી કરી હતી. એડવોકેટ વિશાલ તિવારીએ જણાવ્યું હતું કે હું તપાસ સમિતિની રચનાની માગણી કરી રહ્યો છું. આના પર સોલિસિટર જનરલે કહ્યું કે અમારી ચિંતા એ છે કે અમે ભારતીય રોકાણકારોના હિતોનું રક્ષણ કેવી રીતે કરી શકીએ.

આ પણ વાંચો: Adani vs Hindenburg : અદાણીએ હિંડનબર્ગ સામે ખોલ્યો મોરચો, અમેરિકન કાનૂની ટીમને કરી હાયર

રોકાણકારોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન: ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે 3 થી 4 મિનિટમાં શોર્ટ સેલિંગ દ્વારા ઘણો વેપાર કરવામાં આવે છે. રોકાણકારોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. માત્ર ધનિક લોકો જ રોકાણ નથી કરતા, મધ્યમવર્ગના લોકો પણ રોકાણ કરે છે. તેમણે નિષ્ણાત સમિતિની રચના કરવાના સંકેત પણ આપ્યા હતા.

Adani Group: અદાણી પોર્ટ્સના ત્રિમાસિક પરિણામો જાહેર, ગયા વર્ષની સરખામણીમાં નફો ઘટ્યો

ભારતીય સંસ્થાઓ દ્વારા ગુનાહિત કાવતરું: બીજી પીઆઈએલ એડવોકેટ એમ.એલ. શર્માએ દલીલ કરી હતી કે હિંડનબર્ગ રિસર્ચના નેટ એન્ડરસન અને તેની ભારતીય સંસ્થાઓ દ્વારા ગુનાહિત કાવતરું ઘડવામાં આવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે, તેણે પહેલા સેંકડો અબજો ડોલરનું શોર્ટ સેલિંગ કર્યું અને પછી 25 જાન્યુઆરી 2023 ના રોજ અદાણી જૂથ પર સંશોધન અહેવાલના રૂપમાં બનાવટી સમાચાર બહાર પાડ્યા. આ પછી કંપનીઓના શેરના ભાવ બજારમાં તૂટી પડ્યા.

Last Updated : Feb 10, 2023, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.