ETV Bharat / bharat

Gay Marriage: સમલૈંગિક વિવાહને કાયદેસરની માન્યતા આપવા મુદ્દે 'સુપ્રીમ' સુનાવણી

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ એસકે કૌલ, એસ રવિન્દ્ર ભટ, પીએસ નરસિમ્હા અને હેમા કોહલીની બેંચ આજે ગે લગ્નને કાનૂની માન્યતા આપવા પર સુનાવણી કરી રહી છે. આ પહેલા પણ સમલૈંગિક વિવાહને લઈને દેશમાં મોટા પાયે ચર્ચાઓ થઈ હતી. જેને લઈને ફરીથી આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા અનેક પ્રકારની વાતો થઈ રહી છે.

Gay Marriage: સમલૈંગિક વિવાહને કાયદેસરની માન્યતા આપવા મુદ્દે 'સુપ્રીમ' સુનાવણી
Gay Marriage: સમલૈંગિક વિવાહને કાયદેસરની માન્યતા આપવા મુદ્દે 'સુપ્રીમ' સુનાવણી
author img

By

Published : Apr 18, 2023, 12:56 PM IST

નવી દિલ્હીઃ સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ એસકે કૌલ, એસ રવિન્દ્ર ભટ, પીએસ નરસિમ્હા અને હિમા કોહલીની બનેલી સર્વોચ્ચ અદાલતની પાંચ જજોની બંધારણીય બેન્ચ મંગળવારથી દેશમાં સમલૈંગિક લગ્નોને કાનૂની માન્યતા આપવાની માંગ કરતી અરજીઓ પર સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે તારીખ 25 નવેમ્બરના રોજ બે સમલૈંગિક યુગલો દ્વારા દાખલ કરવામાં આવેલી અલગ-અલગ અરજીઓ પર કેન્દ્રનો જવાબ માંગ્યો હતો. જેમાં સંબંધિત સત્તાવાળાઓને તેમના લગ્નના અધિકારનો અમલ કરવા અને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ તેમના લગ્નની નોંધણી કરાવવાના નિર્દેશો માંગવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Saurashtra Tamil Sangamam: સોમનાથ મંદિરે પહેલી વખત અંગ્રેજીમાં લાઈટ એન્ડ સાઉન્ડ શૉ

આવા મુદ્દાઓ મુખ્યઃ આ મામલે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) પણ સોમવારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યું છે. NCPCR ગે લગ્નને કાયદેસર બનાવવાની વિરુદ્ધ છે. તેમણે કહ્યું છે કે, સમલિંગી યુગલો સારા માતા-પિતાની ભૂમિકા ભજવી શકતા નથી. તેણે સુપ્રીમ કોર્ટમાં પોતાના સોગંદનામામાં કહ્યું છે કે, હિંદુ મેરેજ એક્ટ અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ સમલિંગી યુગલો દ્વારા બાળકોને દત્તક લેવાને માન્યતા આપતા નથી. સંસ્થાએ કહ્યું છે કે સમલિંગી માતા-પિતા દ્વારા ઉછેરવામાં આવેલા બાળકોને પરંપરાગત લિંગ રોલ મોડલ સુધી મર્યાદિત પ્રવેશ મળી શકે છે.

આ પણ વાંચોઃ Video Viral : બિહારના ભાગલપુરમાં ડિસ્પ્લે બોર્ડ પર અશ્લીલ જાહેરાત બતાવવામાં આવી, વીડિયો થયો વાયરલ

અરજીમાં શું છેઃ અરજી જણાવે છે કે, સમલિંગી માતા-પિતા પરંપરાગત લિંગ રોલ મોડલ સુધી મર્યાદિત ઍક્સેસ ધરાવતા હોઈ શકે છે. તેથી, બાળકોને મર્યાદિત ઍક્સેસ હશે. તેમના એકંદર વ્યક્તિત્વ વિકાસને અસર થશે. તેમાં સમલૈંગિક માતા-પિતા દ્વારા બાળકને દત્તક લેવા અંગે કરવામાં આવેલા અભ્યાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, આવા બાળકને સામાજિક અને મનોવૈજ્ઞાનિક બંને રીતે અસર થાય છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સમલૈંગિક યુગલોને બાળકોને દત્તક લેવાની મંજૂરી આપવી એ બાળકોને જોખમમાં મૂકવા સમાન છે.

પીટીઆઈ કોપી

For All Latest Updates

TAGGED:

Gay Marriage
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.