ETV Bharat / bharat

રોબર્ટ વાડ્રાને રાહત, રાજસ્થાન હાઇકોર્ટમાં EDની અરજી પરની સુનાવણી મુલતવી રહી - કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન

રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા રોબર્ટ વાડ્રા સામેના કેસમાં ED (એન્ફૉર્સમેન્ટ ડિરોક્ટૉરેટ)એ કરેલી અરજી પર સુનાવણી મુલતવી રાખવામાં આવી છે. આ કેસમાં આગામી સુનાવણી 5 એપ્રિલે કરવામાં આવશે. વાડ્રાની કંપની સ્કાય લાઈટ હોસ્પિટાલિટી અને મહેશ નાગર સામે EDની અરજી સંદર્ભે આ મુદત પડી છે.

રોબર્ટ વાડ્રાને રાહત, રાજસ્થાન કોર્ટમાં ઈડીની અરજી પરની સુનાવણી મુલતવી રહી

author img

By

Published : Mar 15, 2021, 2:09 PM IST

Updated : Mar 15, 2021, 5:47 PM IST

  • રોબર્ટ વાડ્રાને રાજસ્થાન હાઈકોર્ટથી મળી રાહત
  • સ્કાય લાઈટ હોસ્પિટાલિટી કેસમાં સુનાવણી ટળી
  • 5 એપ્રિલે યોજાશે આગામી સુનાવણી

જોધપુરઃ રોબર્ટ વાડ્રા સાથે જોડાયેલી સ્કાય લાઈટ હોસ્પિટાલિટી કંપની અને મહેશ નાગર વિરુદ્ધ રાજસ્થાન હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીઓ પર આજે સોમવારે સુનાવણી થઈ શકી ન હતી. ન્યાયાધીશ વિજય વિશ્નોઇની અદાલતમાં આ અરજીઓ સૂચિબદ્ધ હતી પરંતુ સમયના અભાવે બંને પક્ષના વકીલો દ્વારા આ કેસમાં વધુ સુનાવણી માટે 5 એપ્રિલની તારીખ લેવામાં આવી છે. અરજી સાથે જ ED તરફથી રજૂ કરવામાં આવેલા બે વિનંતીપત્ર અંગે અરજીકર્તાઓના વકીલો દ્વારા જવાબ પણ રજૂ કરવાનો હતો. EDએ રોબર્ટ વાડ્રા અને મહેશ નાગરના કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન માટે કોર્ટમાં અરજી કરી છે.

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારે લોકોની વેદનાને સમજવી જોઈએ: રોબર્ટ વાડ્રા

હાઈકોર્ટમાં આજે હતી મહત્ત્વની સુનાવણી

ED તરફથી એડિશનલ સોલિસિટર જનરલ આર. ડી. રોસ્તગી તેમજ જોધપુર EDના વકીલ ભાનુપ્રતાપ બોહરાએ અને રોબર્ટ વાડ્રા- મહેશ નાગર તરફથી સર્વોચ્ચ ન્યાયાલયના વરિષ્ઠ વકીલ કેટીએસ તુલસી, જોધપુરથી કુલદીપ માથુર અને વિકાસ બાલિયા વગેરેએ પોતાની રજૂઆતો કરવાની હતી.

આ પણ વાંચોઃ રોબર્ટ વાડ્રા અને તેની માતા આજે ED સમક્ષ રજુ થશે

275 વીઘા જમીનનો છે મામલો

ઉલ્લેખનીય છે કે બીકાનેરના કોલાયત ફાયરિંગ રેન્જમાં 275 વીઘા જમીનના ખરીદ વેચાણ મામલામાં અને મની લોન્ડરિંગ અંગે રોબર્ટ વાડ્રાની કંપની સ્કાય લાઈટ હોસ્પિટાલિટી અને મહેશ નાગર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યાં હતાં. જેની વિરુદ્ધ ઉચ્ચ ન્યાયાલયમાં રોબર્ટ વાડ્રાની કંપની અને મહેશ નાગરે ઉચ્ચ ન્યાયાલયમાં અરજી કરી હતી જેના પર તેમને રાહત મળી છે. રોબર્ટ વાડ્રા અને તેમના માતા મોરિન વાડ્રાની ધરપકડ પર વચગાળાની રોક લગાવાઈ હતી.

Last Updated : Mar 15, 2021, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.