નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા દાખલ કરવામાં આવેલી આગોતરા જામીન પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ અરજી દ્વારા તેમણે ફાઈબરનેટ કેસમાં આગોતરા જામીનની માંગણી કરી છે. આ અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. ચંદ્રબાબુએ તેમની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી તેમના નિર્ણયને પડકાર્યો હતો.
આજે સુપ્રીમ કરશે સુનાવણી: સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુ દ્વારા રાજ્યમાં ફાઇબરનેટ કૌભાંડમાં આગોતરા જામીન માટે દાખલ કરેલી અરજીની સુનાવણી મુલતવી રાખી હતી. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને બેલા એમ ત્રિવેદીની બેંચ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના આદેશ સામે નાયડુની અરજી પર સુનાવણી કરી રહી હતી. ચંદ્રબાબુ નાયડુની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી થશે.
વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાએ કહ્યું હતું કે 16 ઓક્ટોબરે ફાઇબરનેટ કેસના સંબંધમાં નાયડુને હાજર કરવા માટે વોરંટ જારી કરવામાં આવ્યું છે. આ મામલામાં કોર્ટની વિનંતી પર ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ ખાતરી આપી હતી કે 18 ઓક્ટોબર સુધી નાયડુની ધરપકડ કરવામાં આવશે નહીં.
ન્યાયિક કસ્ટડી 1 નવેમ્બર સુધી લંબાવાઈ: બીજી તરફ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. વિજયવાડા કોર્ટે નાયડુની ન્યાયિક કસ્ટડી 1 નવેમ્બર સુધી લંબાવી છે. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નાયડુને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ન્યાયાધીશ બીએસવી એચ બિંદુએ તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી.