- કોરોનાની વેક્સિન (Corona Vaccine) અંગે રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ફરી એક વાર વડાપ્રધાન (Prime Minister) પર કર્યા પ્રહાર
- રાહુલ ગાંધી (Rahul Gandhi)એ વડાપ્રધાન (Prime Minister) પર આક્ષેપ કરતા ટ્વિટનો કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને (Union Health Minister Dr. Harshvardhan) આપ્યો વળતો જવાબ
- રાહુલ ગાંધીએ ટ્વિટ (Rahul Gandhi tweeted)માં જણાવ્યું કે, જુલાઈ મહિનો આવી ગયો પણ વેક્સિન (Vaccine) નથી આવી
નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા (Congress leader) અને સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ટ્વિટ કરી ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પર પ્રહાર કર્યા છે. આ વખતે રાહુલ ગાંધીએ ટ્વિટ (Rahul Gandhi tweeted) કરી જણાવ્યું હતું કે, જુલાઈ મહિનો આવી ગયો પણ હજી સુધી વેક્સિન નથી આવી. આમ, રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. જોકે, કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને રાહુલ ગાંધીને વળતો જવાબ આપ્યો છે. ડો. હર્ષવર્ધને ટ્વિટ કરી જણાવ્યું હતું કે, અહંકાર અને અજ્ઞાનતાના વાઈરસ માટે કોઈ વેક્સિન નથી.
આ પણ વાંચોઃ એલોપેથી અંગે યોગગુરુ બાબા રામદેવના નિવેદન પર કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન ખફા
રાહુલ ગાંધી આવું કહે છે એટલે કોંગ્રેસે પોતાના નેતૃત્વ અંગે વિચારવું જોઈએઃ ડો. હર્ષવર્ધન
ડો. હર્ષવર્ધને ટ્વિટમાં જણાવ્યું હતું કે, હજી કાલે જ અમે જુલાઈ મહિના માટે વેક્સિનની ઉપલબ્ધતા અંગે તથ્ય સામે રાખ્યા હતા. રાહુલ ગાંધીની સમસ્યા શું છે? શું તેઓ સમજતા નથી? અહંકાર અને અજ્ઞાનતાના વાઈરસની કોઈ વેક્સિન નથી. કોંગ્રેસે પોતાના નેતૃત્ત્વમાં ફેરફાર કરવાની જરૂર છે. તો બીજી તરફ કોંગ્રેસનો દાવો છે કે, સરકારે આ વર્ષે ડિસેમ્બર સુધી દેશના તમામ વયસ્ક નાગરિકોને વેક્સિન લગાવવાનું જે લક્ષ્ય રાખ્યું છે તેને પૂરા કરવા માટે બરાબર સંખ્યામાં વેક્સિનેશન નથી થઈ રહ્યું. કારણ કે, સરકાર પાસે વેક્સિનની ઉપલબ્ધતા નથી.
આ પણ વાંચોઃ સરકારના કોવિડ મેનેજમેન્ટ અંગે કોંગ્રેસનો 'શ્વેત પત્ર', ત્રીજી લહેરની તૈયારી કરવાની માંગ
પહેલાંં લોકો સુધી વેક્સિન તો પહોંચાડો પછી 'મન કી બાત' પણ સાંભળી લઈશુંઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ટ્વિટમાં વ્હેર આર વેક્સિનના હેશટેગ (#Wherearevaccines)નો ઉપયોગ કર્યો છે. આ પહેલા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને 'મન કી બાત' (Mann Ki Baat) કાર્યક્રમ અંગે પણ એક ટ્વિટ કર્યું હતું. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં જણાવ્યું હતું કે, માત્ર દરેક દેશવાસીઓ સુધી વેક્સિન પહોંચાડી દો પછી ભલે મન કી બાત પણ સંભળાવો. આમાં તેમણે વેક્સિનેટ ઈન્ડિયા (Vaccinate India)ના પણ હેશટેગનો ઉપયોગ કર્યો હતો.
તમામ બાબતમાં કેન્દ્ર સરકાર (Central Government) નિષ્ફળઃ રાહુલ ગાંધી (Rahul Gandhi)
આ સાથે જ રાહુલ ગાંધીએ બીજા ટ્વિટમાં મન કી બાત હેશટેગ (#MannKiBaat)નો પણ ઉપયોગ કરતા કહ્યું હતું કે, કામની વાત ફક્ત એક વેક્સિનની અછતને પૂર્ણ કરો. બાકી તમામ ધ્યાન ભટકાવવાનું બહાનું છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોરોના વેક્સિનેશન અભિયાન હોય કે કોરોના મહામારીને કાબૂમાં લાવવાની વાત હોય તમામમાં સરકાર નિષ્ફળ નીવડી છે. ભારતમાં વેક્સિનની અછત અંગે રાહુલ ગાંધી અવારનવાર ટ્વિટના માધ્યમથી મોદી સરકાર પર પ્રહાર કરતા હોય છે.