ETV Bharat / bharat

કૈલાસ માનસરોવરના પ્રવાસીઓ માટે માઠાં સમાચાર, યાત્રાને લાગ્યું કોરોનાનું ગ્રહણ - Indian Border

કૈલાસ માનસરોવર યાત્રા કરનારા પ્રવાસીઓ માટે માઠાં સમાચાર છે. કારણ કે, કોરોનાના કારણે આ વર્ષે પણ આ યાત્રા રદ કરવામાં આવી છે, જેના કારણે કેએમવીએન અને કૈલાસ યાત્રા શરૂ કરવાનો વિચાર થઈ રહ્યો છે.

કૈલાસ માનસરોવરના પ્રવાસીઓ માટે માઠાં સમાચાર, યાત્રાને લાગ્યું કોરોનાનું ગ્રહણ

author img

By

Published : Mar 3, 2021, 11:10 AM IST

  • વર્ષ 1981થી ચાલતી કૈલાસ માનસરોવર યાત્રા આ વખતે કોરોનાના કારણે રદ્દ
  • કુમાઉં મંડળ વિકાસ નિગમ માનસરોવરની લાઈન પર કૈલાસ યાત્રા શરૂ કરશે
  • કૈલાસમાં કૈલાસ પર્વતની સાથે સાથે પાર્વતી ઝરણું અને ઓમ પર્વત પણ છે

પિથોરાગઢઃ કોરોનાના સંકટના કારણે આ વર્ષે પણ વિશ્વ પ્રસિદ્ધ માનસરોવર યાત્રા નહીં થઈ શકે. વર્ષ 1981થી કૈલાસ માનસરોવર યાત્રાની પ્રથા ચાલતી આવે છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે સૌથી મોટી ધાર્મિક યાત્રાને રોકી દેવામાં આવી છે. ગયા વર્ષ કરતા આ વર્ષે યાત્રાનું આયોજન કરવું શક્ય નથી લાગી રહ્યું. સામાન્ય રીતે અત્યારના દિવસોમાં યાત્રાની તૈયારી ચાલતી હોય છે, પરંતુ આ વખતે ન તો વિદેશ મંત્રાલય સ્તર પર અને ના તો કુમાઉં મંડળ વિકાસ નિગમે યાત્રાને લઈને કોઈ પહેલ કરી છે.

કુમાઉં મંડળ વિકાસ નિગમે હવે બીજી યોજના બનાવી

કોરોના સંકટના કારણે આ વખતે પણ શ્રદ્ધાળુ પવિત્ર કૈલાશ માનસરોવરના દર્શન નહીં કરી શકે. તેવામાં કુમાઉં મંડળ વિકાસ નિગમ હવે બીજી યોજના બનાવી રહી છે. આ યોજના મુજબ, કૈલાસ માનસરોવરની લાઈન પર કૈલાસ યાત્રા શરૂ કરવામાં આવશે, જેના કારણે ભારતની ચીન પરની નિર્ભરતા સંપૂર્ણ ખતમ થઈ જશે. કૈલાસ પર્વત અને માનસરોવર ઝીલ તિબેટમાં હોવના કારણે યાત્રા અંગે ભારત ચીન પર નિર્ભર છે. તેવામાં હવે કુમાઉં મંડળ વિકાસ નિગમે કેૈલાસ યાત્રા શરૂ કરવાની યોજના બનાવી છે. કૈલાસનો સંપૂર્ણ વિસ્તાર ભારતીય સીમામાં જ છે. કૈલાસમાં કૈલાસ પર્વતની સાથે સાથે પાર્વતી ઝરણું અને ઓમ પર્વત પણ છે. ચીન બોર્ડરને જોડનારા લિપુલેખ રસ્તા બનવાના કારણે અહીંનો રસ્તો પણ સરળ બન્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.