ETV Bharat / bharat

મોંઘી લોનનો વધુ એક માર! HDFCએ હોમ લોનના વ્યાજ દરમાં 0.35 ટકાનો કર્યો છે વધારો

જ્યારે ઘણી બેંકોએ હોમ લોનના વ્યાજ દરમાં વધારો કર્યો છે, ત્યારે હવે હાઉસિંગ ફાઇનાન્સ કંપની (HDFC) એ પણ તેના રિટેલ પ્રાઇમ લોનના દરમાં 0.35 ટકાનો વધારો (HDFC hikes retail prime loan rates) કર્યો છે.

Etv Bharatમોંઘી લોનનો વધુ એક માર! HDFCએ હોમ લોનના વ્યાજ દરમાં 0.35 ટકાનો વધારો કર્યો છે

author img

By

Published : Dec 20, 2022, 11:09 AM IST

Updated : Dec 20, 2022, 11:25 AM IST

મુંબઈ: હોમ લોન લઈને ઘર ખરીદનારાઓ માટે ખરાબ સમાચાર છે. દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC (HDFC) એ તેના રિટેલ પ્રાઇમ લોન રેટમાં 0.35 ટકાનો વધારો કરવાની (HDFC hikes retail prime loan rates) જાહેરાત કરી છે. આના કારણે હાઉસિંગ લોનનો લઘુત્તમ દર વધીને 8.65 ટકા થયો છે. નવા દર મંગળવારથી લાગુ થશે. સોમવારે શેરબજારોને મોકલવામાં આવેલી માહિતીમાં HDFCએ કહ્યું કે, રિટેલ પ્રાઇમ લોન રેટ 0.35 ટકા વધારીને 8.65 ટકા કરવામાં આવ્યો છે.

8.65 ટકાનો નવો દર: નવા દરો 20 ડિસેમ્બરથી લાગુ થશે. HDFCએ મે મહિનાથી તેના લોનના દરમાં 2.25 ટકાનો વધારો કર્યો છે. HDFC એ કહ્યું કે, 8.65 ટકાનો નવો દર ફક્ત તે ગ્રાહકો માટે જ લાગુ થશે જેમનો 'ક્રેડિટ સ્કોર' 800 કે તેથી વધુ હશે. કંપનીના મતે આ ઉદ્યોગમાં સૌથી નીચો દર છે.

8 મહિનામાં HDFC એ 8મી વખત વ્યાજદરમાં વધારો: છેલ્લા 8 મહિનામાં HDFC એ 8મી વખત વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. HDFCએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “HDFC એ હાઉસિંગ લોન પર તેના રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ (RPLR) વધારવાનો નિર્ણય કર્યો છે. એડજસ્ટેબલ રેટ હોમ લોન (ARHL)માં 35 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.

Last Updated : Dec 20, 2022, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.