ETV Bharat / bharat

હાઈકોર્ટે આપી લગભગ 20 હજાર મેન્ગ્રોવ વૃક્ષો કાપવાની મંજૂરી

બોમ્બે હાઈકોર્ટે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે લગભગ 20,000 મેન્ગ્રોવ વૃક્ષો કાપવાની મંજૂરી આપી (High Court allowed the felling of mangrove trees) છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે 508 કિમી લાંબા હાઈ-સ્પીડ રેલ કોરિડોર પૂર્ણ થયા બાદ આ ટ્રેન સાડા છ કલાકમાં આ અંતર કાપશે તેવી આશા છે.

હાઈકોર્ટે આપી લગભગ 20 હજાર મેન્ગ્રોવ વૃક્ષો કાપવાની મંજૂરી
હાઈકોર્ટે આપી લગભગ 20 હજાર મેન્ગ્રોવ વૃક્ષો કાપવાની મંજૂરી
author img

By

Published : Dec 9, 2022, 9:15 PM IST

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનને (NHSRCL) મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મુંબઈ, પાલઘર અને થાણેમાં લગભગ 20,000 મેન્ગ્રોવ વૃક્ષો કાપવાની મંજૂરી આપી (High Court allowed the felling of mangrove trees) હતી. ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ અભય આહુજાની ડિવિઝન બેન્ચે NHSRCLની મેન્ગ્રોવ વૃક્ષો કાપવાની અરજી સ્વીકારી હતી.

હાઇકોર્ટની પરવાનગી જરુરી: હાઈકોર્ટના 2018ના આદેશ હેઠળ, રાજ્યભરમાં મેન્ગ્રોવના વૃક્ષો કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ (Complete ban on felling of mangrove trees) છે અને જ્યારે પણ કોઈ સત્તામંડળ જાહેર પ્રોજેક્ટ માટે મેન્ગ્રોવના વૃક્ષો કાપવાનું જરૂરી માને છે, ત્યારે તે દર વખતે હાઇકોર્ટમાંથી પરવાનગી લેવી પડશે. ઉપરોક્ત આદેશ હેઠળ, જ્યાં મેન્ગ્રોવના વૃક્ષો છે તે વિસ્તારની આસપાસ 50 મીટરનો બફર ઝોન બનાવવો જોઈએ, જેમાં કોઈપણ બાંધકામ પ્રવૃત્તિ અથવા કાટમાળ પડવા દેવો જોઈએ નહીં.

NHSRCLની અરજીનો વિરોધ: 2020માં દાખલ કરવામાં આવેલી અરજીમાં, NHSRCL એ કોર્ટને ખાતરી આપી હતી કે, તે મેન્ગ્રોવના વૃક્ષોની સંખ્યા કરતાં પાંચ ગણું વાવેતર કરશે, જે તેણે અગાઉ કાપવાનું આયોજન કર્યું હતું. જો કે, 'બોમ્બે એન્વાયર્નમેન્ટલ એક્શન ગ્રૂપ' નામના એનજીઓએ NHSRCLની અરજીનો વિરોધ કરતા કહ્યું કે, વળતરના પગલા તરીકે રોપવામાં આવેલા રોપાઓના અસ્તિત્વ દર અંગે કોઈ અભ્યાસ કરવામાં આવ્યો નથી અને વૃક્ષો કાપવા માટેનો પર્યાવરણીય અસર મૂલ્યાંકન રિપોર્ટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો નથી.

વૃક્ષો કાપવા માટે જરૂરી મંજૂરી: NHSRCL, એનજીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓને નકારી કાઢતા દાવો કર્યો હતો કે, તેણે જાહેર મહત્વના પ્રોજેક્ટ માટે વૃક્ષો કાપવા માટે જરૂરી મંજૂરી મેળવી લીધી છે અને તેના કારણે થયેલા નુકસાનની ભરપાઈ રોપાઓ વાવીને કરવામાં આવશે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે પ્રસ્તાવિત 508 કિમી લાંબા હાઈ સ્પીડ રેલ કોરિડોરથી (Mumbai Ahmedabad bullet train project) બંને શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય સાડા છ કલાકથી ઘટાડીને અઢી કલાક થવાની ધારણા છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.