ETV Bharat / bharat

શું માતા અને બાળકના પોષણે તેની પ્રાથમિકતા ગુમાવી દીધી છે? - માતા અને બાળકનું પોષણ

કેટલાક સમય પહેલાં, નીતિ આયોગે એક કાર્ય યોજના સૂચવી હતી જેના હેઠળ માતા અને બાળકના આરોગ્ય અને પોષણની બધી જવાબદારીઓ ગામડા અને નિવાસ સ્તરે આંગણવાડી કેન્દ્રોને સોંપવામાં આવવાની વાત હતી. આયોગે એમ પણ કહ્યું હતું કે દરેક કેન્દ્રમાં આંગણવાડી કાર્યકરો પૂરતી સંખ્યામાં નિમવામાં આવે અને કાર્યકરોના કૌશલ્યને સમયે-સમયે પ્રશિક્ષણ દ્વારા આધુનિક બનાવવામાં આવે.

આઈસીડીએસ
આઈસીડીએસ
author img

By

Published : Feb 12, 2021, 5:41 PM IST

હૈદરાબાદ: રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણે તાજેતરમાં જાહેર કર્યું કે દેશમાં પાંચ વર્ષથી નીચેની વયનાં બાળકોમાં પોષણની ઉણપ સામાન્ય બની ગઈ છે. કેન્દ્રના વિકાસની કાર્યસૂચિમાં ટોચની પ્રાથમિકતા પોષણને હોવી જોઈએ તેવી નીતિ આયોગની ભલામણનો કેન્દ્રએ હકારાત્મક પ્રતિસાદ આપવો જોઈતો હતો. પરંતુ કેન્દ્રએ આ સંદર્ભમાં શું કર્યું? તેણે તેની જવાબદારીથી હાથ ખંખેરી નાખ્યા. પોષણ અભિયાનને આગામી તબક્કામાં અસરકારક રીતે આગળ લઈ જવા હકારાત્મક પગલાંની સરકારના પક્ષે જે આશા હતી તે ભાંગીને ભુક્કો થઈ ગઈ.

તાજેતરના કેન્દ્રીય વહીખાતામાં બાળ કલ્યાણને ફાળવણી ધરખમ રીતે ઘટાડી દેવાઈ. આપણે વહી ખાતાનો અભ્યાસ કરીએ તો, એ દેખીતું છે કે સંકલિત બાળ વિકાસ યોજનાને ફાળવણી રૂ. 5,000 કરોડ જેટલી ઓછી કરી દેવાઈ છે. તેનાથી ફાળવણી ઘટીને રૂ. 21, 000 કરોડ થઈ ગઈ છે.

કેટલાક સમય પહેલાં, નીતિ આયોગે એક કાર્ય યોજના સૂચવી હતી જેના હેઠળ માતા અને બાળકના આરોગ્ય અને પોષણની બધી જવાબદારીઓ ગામડા અને નિવાસ સ્તરે આંગણવાડી કેન્દ્રોને સોંપવામાં આવવાની વાત હતી. આયોગે એમ પણ કહ્યું હતું કે દરેક કેન્દ્રમાં આંગણવાડી કાર્યકરો પૂરતી સંખ્યામાં નિમવામાં આવે અને કાર્યકરોના કૌશલ્યને સમયે-સમયે પ્રશિક્ષણ દ્વારા આધુનિક બનાવવામાં આવે.

એવું જણાયું છે કે ગર્ભધારણના 1000 દિવસમાં બાળકના મગજના 90 ટકાની રચના થઈ જાય છે. આ જ સમય છે જ્યારે ગર્ભવતી માતાને પોષણક્ષમ આહાર જોઈતો હોય છે. જ્યારે આવી બાબત હોય ત્યારે આંગણવાડી કેન્દ્રોને ફાળવણી માતા અને બાળકને પોષણક્ષમ આહાર પર વધુ ખર્ચ કરવાની વધતી જતી આવશ્યકતા અનુસાર વધવી જોઈતી હતી. પરંતુ ફાળવણી વધારવાના બદલે, કેન્દ્રએ તેમાં કાપ લાદી દીધો. જે ઢબે પ્રાથમિકતાઓ બદલાઈ તે આરોગ્ય, પોષણ અને ખાદ્ય અધિકારોના નિષ્ણાતોમાં નિરાશા જ નથી જન્માવી રહ્યું, પરંતુ નિરીક્ષકોમાં પણ નિરાશા સર્જી રહ્યું છે.

ત્રણ દાયકા પહેલાં, સર્વોચ્ચ ન્યાયાલયે નિર્દેશો આપ્યા હતા કે છ વર્ષથી નીચેની ઉંમરના તમામ બાળકો, તરુણ વયની છોકરીઓ અને નવજાત માતાઓને ઓછામાં ઓછા 300 દિવસો માટે પોષણક્ષમ આહાર આપવામાં આવવો જોઈએ. સાડા ચાર દાયકા કરતાં વધુ સમયથી સંકલિત બાળ વિકાસ યોજના શંકાના દાયરામાં રહી છે. જોકે ન્યાયાલયે રસી અને પોષણક્ષમ આહારના વિતરણ માટે ૧૭ લાખ આંગણવાડી કેન્દ્રોની સ્થાપના માટે કહ્યું છે, પરંતુ દેશમાં આજ દિન સુધીમાં માત્ર 13. 77 લાખ કેન્દ્રો જ છે. પ્રાપ્ય માહિતી મુજબ આ આંગણવાડી કેન્દ્રો પૈકીના એક ચતુર્થાંશ કેન્દ્રોમાં પીવાના પાણીની સુવિધા નથી અને 36 ટકા કેન્દ્રોમાં જાજરૂ નથી. તેમાંના અનેક સ્ટાફ કર્મચારીઓ દ્વારા ગેરકાયદે કમાણીનાં સ્થાનો બની ગયાં છે.

આઈસીડીએસ વિશ્વમાં સૌથી મોટી પોષણ યોજના છે. તમામ આંગણવાડીઓમાં પીવાનું પાણી અને વીજળીની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળતા છેલ્લાં કેટલાંક વર્ષોથી આ યોજનાને નુકસાન પહોંચાડી રહી છે. પાંચ વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોમાં મૃત્યુના પ્રમાણમાં 68 ટકા મૃત્યુ કુપોષણના પરિણામે થાય છે. ભલે અધિકારીઓ દાવો કરતા હોય કે ભૂલોમાંથી શીખેલા પાઠોના આધારે કુપોષણની સમસ્યાને સઘન રીતે ઉકેલાઈ રહી છે, પરંતુ દેશમાં સાત લાખ શિશુઓનાં મૃત્યુ કુપોષણના કારણે જ થઈ રહ્યાં છે.

સાત મહિના પહેલાં, 'ગ્લૉબલ હૅલ્થ સાયન્સ' સામયિકે ચેતવણી આપી હતી કે કૉવિડ-૧૯ કટોકટીની પૃષ્ઠભૂમિમાં વધુ 40 લાખ બાળકોને કુપોષણની સમસ્યા અનુભવાશે. મેદાન પરની સ્થિતિ સુધારવામાં નિષ્ફળતા અને ગુણવત્તાવાળી ભલામણો નહીં માનવાનું નકારવાથી એવી સ્થિતિ પરિણમી છે જ્યાં વિશ્વનાઅપૂરતા વિકાસવાળાં બાળકોના 30 ટકા ભારતમાં છે. ભારત વિશ્વના ઓછા પોષણવાળાં 50 ટકા બાળકોનું ઘર પણ છે. આપણી ભાવિ પેઢીને મજબૂત કર્યા વગર આપણે શ્રેષ્ઠ ભારતને કેવી રીતે સાકાર કરી શકીશું?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.