ETV Bharat / bharat

Haryana Nuh Violence Update: 13 દિવસ બાદ નૂહ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા ફરીથી શરૂ કરવામાં આવી - નેટીઝન્સને શાંતિ રાખવા અપીલ

31 જુલાઈએ નૂહમાં વ્રજમંડળ યાત્રા દરમિયાન 2 સમુદાયો વચ્ચે થયેલી હિંસાને પગલે સમગ્ર જિલ્લામાં તણાવગ્રસ્ત સ્થિતિ પેદા થઈ હતી. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં વાતાવરણ શાંત કરવા માટે કલમ 144 લાગુ કરવામાં આવી હતી. તેમજ ઈન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી. હવે સ્થિતિ સામાન્ય બનતા 13 દિવસ બાદ ફરીથી ઈન્ટરનેટ સર્વિસ ફરીથી શરૂ કરવામાં આવી છે.

નૂહ જિલ્લામાં ઈન્ટરનેટ ફરીથી શરૂ
નૂહ જિલ્લામાં ઈન્ટરનેટ ફરીથી શરૂ
author img

By

Published : Aug 14, 2023, 12:33 PM IST

નૂહઃ હરિયાણાના નૂહ જિલ્લામાં 31 જુલાઈએ વ્રજમંડળ યાત્રા દરમિયાન 2 સમુદાયો વચ્ચે હિંસા ભડકી હતી અને સમગ્ર જિલ્લાની શાંતિ ખોરવાઈ હતી.હિંસાગ્રસ્ત વિસ્તારોમાં વાતાવરણ શાંત કરવા માટે કલમ 144 લાગુ કરવામાં આવી હતી. તેમજ ઈન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી. વણસેલી પરિસ્થિતિ જેમ જેમ સામાન્ય બનતી ગઈ તેમ તેમ પ્રતિબંધો હટાવાયા હતા, નૂંહ જિલ્લામાં હિંસાના લગભગ 13 દિવસની અંદર ઈન્ટરનેટ સર્વિસ ફરીથી શરૂ કરાઈ છે. જો કે, સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ અને અફવા ફેલાવતા યુઝર્સ પર સરકાર ચાંપતી નજર રાખી રહી છે. તેમજ જિલ્લાતંત્ર દ્વારા નાગરિકો અને ઈન્ટરનેટ યૂઝર્સને શાંતિ કાયમ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

કુલ 59 એફઆરઆઈઃ આપને જણાવી દઈએ કે 31 જુલાઈએ નૂંહમાં ભડકેલી હિંસામાં 6 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા હતા. હિંસા બાદ કુલ 59 એફઆરઆઈ દાખલ કરવામાં આવી છે તેમજ 227 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. નૂહમાં હિંસાને પગલે શાળા અને કોલેજ બંધ કરી દેવામાં આવ્યા હતા. શાળા-કોલેજ બંધ રહેવાને પગલે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ઘણી વિપરિત અસર પડી છે.હવે પરિસ્થિતિ થાળે પડતા શાળા-કોલેજમાં શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

પીડિતોને આર્થિક સહાયની માંગણીઃ નૂંહ હિંસા બાદ રવિવારે પલવલ જિલ્લાના પોંડરી ગામમાં હિન્દુ સંગઠનો દ્વારા સર્વજાતિય મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપંચાયતમાં નિર્ણય લેવાયો કે, 28 ઓગસ્ટના રોજ ફરીથી એકવાર વ્રજમંડળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. તદુપરાંત આ મહાપંચાયતમાં નૂહ હિંસાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી હતી. તેમજ હિંસામાં જેટલા લોકો માર્યા ગયા છે તેમના પરિવારને એક એક કરોડ રૂપિયાની આર્થિક સહાય અને સરકારી નોકરી આપવાની માંગ પણ કરવામાં આવી છે. જ્યારે ઘાયલોને 50 લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવાની માંગ કરાઈ છે.

  1. Haryana Nuh Violence Side Story: નૂહ હિંસા માટે કોણ જવાબદાર છે?
  2. Nuh violence : 5 જિલ્લામાં કલમ 144 લાગુ, નૂહમાં 8 અર્ધલશ્કરી બટાલિયન તૈનાત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.