ETV Bharat / bharat

જાતમહેનત ઝીંદાબાદ: 90 વર્ષના દાદાએ 50 વર્ષના પુરૂષાર્થથી પહાડની વચ્ચે તળાવ ખોદ્યુ

હરિયાણાના દશરથ માંઝી (haryana dashrath manjhi) એટલે કે કલ્લુરામે ચરખી દાદરીમાં 50 વર્ષે પોતાની જાત મહેનતથી તળાવ બનાવ્યું છે. જેની ઊંડાઈ 80 ફુટ છે. આ તળાવ પહાડની વચ્ચે આવેલું છે. જેથી આ તળાવમાંથી પશુ-પક્ષીઓ પોતાની તરસ છીપાવી શકે.

જાતમહેનત ઝીંદાબાદ: 90 વર્ષના દાદાએ 50 વર્ષના પુરૂષાર્થથી પહાડની વચ્ચે તળાવ ખોદ્યુ
જાતમહેનત ઝીંદાબાદ: 90 વર્ષના દાદાએ 50 વર્ષના પુરૂષાર્થથી પહાડની વચ્ચે તળાવ ખોદ્યુ
author img

By

Published : Jul 18, 2022, 9:51 PM IST

ચરખી દાદરીઃ માઉન્ટેન મેન એટલે દશરથ માંઝી (haryana dashrath manjhi). જેને પોતાની જાત મહેનતથી પશુ પંખી માટે તળાવ (Delve Lake Between Mountain) બનાવ્યું છે. જેથી પશુ પંખીઓની તરસ છીપાઈ શકે. પહાડ ફાડીને અશક્યને શક્ય બનાવનાર માણસ એટલે કલ્લુરામ (Mountain Man Dashrath). તેની મહેનત, સમર્પણ અને જુસ્સા સામે પહાડ પણ ઘૂંટણીયે પડવા મજબૂર હતો. માત્ર હથોડી અને છીણીથી દશરથ માંઝીએ પહાડ કાપીને પહેલા રસ્તો બનાવ્યો હતો. આવું જ પરાક્રમ હરિયાણાના ચરખી દાદરીના (Hariyana Charkhi Dadri) કલ્લુરામે કર્યું છે. કલ્લુ રામે એકલાએ પહાડ પર તળાવ તૈયાર કર્યું. આ માટે તેમણે 50 વર્ષ સુધી મહેનત કરી છે.

જાતમહેનત ઝીંદાબાદ: 90 વર્ષના દાદાએ 50 વર્ષના પુરૂષાર્થથી પહાડની વચ્ચે તળાવ ખોદ્યુ
જાતમહેનત ઝીંદાબાદ: 90 વર્ષના દાદાએ 50 વર્ષના પુરૂષાર્થથી પહાડની વચ્ચે તળાવ ખોદ્યુ

આ પણ વાંચો: Presidential Election 2022: ગુજરાતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન પૂર્ણ, આ ધારાસભ્યએ કર્યું ક્રોસ વોટિંગ

90 વર્ષના છે કલ્લુરામ: ચરખી દાદરીના કલ્લુરામ આજે 90 વર્ષના થઈ ગયા છે. 50 વર્ષની મહેનતથી કલ્લુરામે પર્વતની વચ્ચે 80 ફૂટ ઊંડું તળાવ બનાવ્યું છે. કલ્લુરામની ત્રણ પેઢીઓ તેમની સાથે પહાડોમાં આવેલા આ તળાવનો રસ્તો બનાવવા અને પાણી લાવવા માટે સતત કામ કરી રહી છે. કલ્લુરામ હવે માંગ કરી રહ્યા છે કે સરકાર અને વહીવટીતંત્ર આ તળાવને પાકું બનાવે અને તળાવ સુધી પહોંચવા માટે પાકો રસ્તો બનાવે. જેથી તે બીજાના ઉપયોગમાં પણ આવી શકે.

આ રીતે આવ્યો વિચાર: કલ્લુરામ એ જણાવ્યું કે 18 થી 20 વર્ષની ઉંમરે તે બકરીઓ અને ગાયો ચરાવવા પર્વત પર આવતા હતા. ત્યાં પાણીના અભાવે પશુ-પક્ષીઓ સતત મરી રહ્યા હતા. આ દરમિયાન કલ્લુરામે પર્વત પર એક તળાવ બનાવવાનું નક્કી કર્યું. જે બાદ તેણે હથોડી અને છીણી વડે અરવલ્લીના પહાડમાં તળાવ બનાવવાનું કામ શરૂ કર્યું. આ તળાવ બનાવવામાં લગભગ 50 વર્ષ લાગ્યો છે. આ તળાવ વર્ષ 2010માં પૂર્ણ થયું હતું. ત્યારથી આજ સુધી આ તળાવ દર વર્ષે હજારો પશુ-પક્ષીઓની તરસ છીપાવે છે.

આ પણ વાંચો: ભારતની આ દીકરીએ શૂટિંગ વર્લ્ડ કપ પર લગાવ્યો નીશાનો, જીત્યો મેડલ

ક્યાં છે આ: કલ્લુરામના કહેવા પ્રમાણે, અટેલા કલાંન ગામની બહાર નીકળતાની સાથે જ પર્વતની ચડાઈ શરૂ થઈ જાય છે. લગભગ દોઢ કિલોમીટર ચઢાણ પછી તળાવ સુધી પહોંચી શકાય છે. આજે પણ, 90 વર્ષની ઉંમરે, કલ્લુરામ સવારે 4 વાગ્યે ઉઠીને તળાવ પર પહોંચે છે અને રસ્તો બનાવવા અને તળાવની સુંદરતા માટે આખો દિવસ તળાવની આસપાસના પથ્થરો ઉપાડતા રહે છે.

લોકો ગાંડા કહેતા: કલ્લુરામ કહે છે કે જ્યારે તેણે હથોડી અને છીણીથી તળાવ બનાવવાનું શરૂ કર્યું ત્યારે લોકો તેને પાગલ માનતા હતા અને તેની પર હસતા હતા. કલ્લુરામ કહે છે કે તે ખૂબ જ મુશ્કેલ હતું. મને લોકો તરફથી મેણા ટોણા મળ્યા, પરિવારના સભ્યો નારાજ હતા. હજુ પણ મારા મનમાં પશુ-પક્ષીઓ માટે કંઈક કરવાની ઈચ્છા હતી. આ જ કારણ છે કે આજે તેઓ અવાજ વિનાના લોકો માટે કંઈક કરી શક્યા છે. હવે તળાવનું કામ પૂર્ણ થઈ જતાં આસપાસના વિસ્તારમાં પણ તેમના દ્વારા કરાયેલી કામગીરીની ચર્ચા આખા ગામમાં થઈ છે.

આ પણ વાંચો: શિરડીસાંઈ બાબા મંદિરે કરોડ રૂપિયાની ગુરુદક્ષિણા, ભક્તોએ કર્યું દિલખોલીને દાન

પુત્ર એ પણ મદદ કરી: કલ્લુરામના પુત્ર વેદ પ્રકાશ અને પૌત્ર રાજેશ પણ તેમણે બનાવેલા તળાવ સુધી જવાનો રસ્તો બનાવવામાં વ્યસ્ત છે. તળાવના નિર્માણ દરમિયાન જે પણ કાટમાળ નીકળ્યો તેનો ઉપયોગ તળાવ સુધી પહોંચવા માટે કરવામાં આવી રહ્યો છે. પુત્ર રાજેશના કહેવા મુજબ યુવાનો માટે રમતગમતની વ્યવસ્થા હોવી જોઈએ. જેથી આ તળાવની રચનાની કહાની સૌને ખબર પડે. આજના યુવાનો તેનાથી પ્રેરિત થાય. કલ્લુરામના પરિવારજનો આ તળાવની જાળવણી કરીને તેને પાકું બનાવવા તેમજ અહીં પાણીની વ્યવસ્થા કરવા માંગ કરી રહ્યા છે.

લોકોની તરસ છીપાવી: કલ્લુરામે જણાવ્યું કે આ ઉંમરે પણ તેઓ તેમના પુત્ર વેદપ્રકાશ અને પૌત્ર રાજેશ સાથે આ તળાવ સુધી પહોંચવા માટે અસ્થાયી રસ્તો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહીં આજે પણ અમે ખભા પર માટલી લાવીને લોકોની તરસ છીપાવીએ છીએ. કલ્લુરામની આ હિંમતને જોતા તેમને અત્યાર સુધી કોઈ સન્માન મળ્યું નથી. તેમને અફસોસ છે કે ગ્રામજનોની માંગણી છતાં વહીવટી અધિકારીઓ તળાવ સુધીનો રસ્તો કરી શક્યા નથી. રાજેશે તેમના પિતા કલ્લુરામનું સન્માન કરવાની પણ માંગ કરી છે, જેમણે 50 વર્ષની મહેનત પછી આ તળાવ બનાવ્યું છે, જેથી આ ભાવનાની વાર્તા દરેક સુધી પહોંચી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.