ETV Bharat / bharat

Hariyana News: નમાજ અદા કરી રહેલા લોકો પર હુમલો, ગામમાં પોલીસ ફોર્સ તૈનાત

હરિયાણામાં ફરી એકવાર એક ધર્મના લોકો પર હુમલાના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે હરિયાણામાં મોડી રાત્રે કેટલાક સશસ્ત્ર બદમાશોએ નમાજ અદા કરતા લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. થોડા દિવસ પહેલા રામનવમીના દિવસે ગુજરાતમાં આવેલા વડોદરામાં પણ પથ્થરમારો થયો હતો.આજના સમયમાં ધર્મ અસુરક્ષિત થયો હોય તેવું કહી શકાય.

Attack Namazis: હરિયાણામાં નમાજ અદા કરી રહેલા લોકો પર બદમાશોનો હુમલો, ગામમાં પોલીસ ફોર્સ તૈનાત

author img

By

Published : Apr 10, 2023, 10:06 AM IST

Updated : Apr 10, 2023, 1:53 PM IST

સોનીપત: રમઝાનનો પવિત્ર માસ ચાલી રહ્યો છે. આ સમયમાં હરિયાણામાં 10 એપ્રિલના સોમવારના રોજ ચોંકાવનારો બનાવ બન્યો છે. હરિયાણામાં આવેલા સોનીપત જિલ્લામાં બે સમુદાયો વચ્ચે તણાવનો મામલો સામે આવ્યો છે. સોનીપતના સંદલ કલાન ગામમાં 15 થી 20 સશસ્ત્ર માણસોએ મોડી રાત્રે રમઝાનની નમાજ અદા કરી રહેલા નમાજ પર હુમલો કર્યો હતો. હાલ તો પોલીસ તૈનાત કરી દેવામાં આવ્યા છે. વધારે દંગલ ના થાઇ તે માટે પોલીસ પણ સતત નજર રાખી રહી છે.

પોલીસ બંદોબસ્ત: હુમલો કરનાર યુવકોએ તોડફોડ પણ કરી છે. ઘટના બાદ ગામમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ હુમલો શા માટે કરવામાં આવ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. ઘટના સમયે ટેરેસ પર હાજર લોકોએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. વિડિયોમાં કેટલાક લોકો હાથમાં લાકડીઓ લઈને ગામની ગલીઓમાં ફરતા જોવા મળે છે. આ ઘટના બાદ સંદલ કલાન ગામમાં તણાવનું વાતાવરણ જોવા મળ્યું. સાવચેતીના ભાગરૂપે ભારે સુરક્ષા દળ તૈનાત કરવામાં આવ્યું છે. હુમલો કરનાર યુવકો પણ સંદલ કલાણ ગામના રહેવાસી હોવાનું કહેવાય છે. આ ઘટના પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે હુમલો શા માટે કરવામાં આવ્યો.

આ પણ વાંચો World Bank Meetings: નિર્મલા સીતારમણ વર્લ્ડ બેંકની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા વોશિંગ્ટન

ઈજાગ્રસ્તને સારવાર: સશસ્ત્ર બદમાશોના આ હુમલામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તને સારવાર માટે સોનીપત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતાં જ સંદલ કલાણ ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સંદલ કલાન ગામમાં ઈમામ તરીકે કામ કરતા મૌલવી મોહમ્મદ કૌશરે જણાવ્યું કે અમે નમાજ અદા કરી રહ્યા હતા ત્યારે ગામના કેટલાક લોકોએ અમારા પર હુમલો કર્યો. તેઓએ નમાઝ પઢનારાઓને ખરાબ રીતે માર માર્યો હતો. જેમાં નાના બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. કૌશરે કહ્યું કે અમારો કોઈની સાથે ઝઘડો નથી.

શાંતિ જાળવવા પોલીસ બંદોબસ્ત: સંદલ કલાણ ગામમાં બનેલી આ ઘટના બાદ શાંતિ જાળવવા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હજુ સુધી આ ઘટના અંગે સોનીપત પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ ઘટના પાછળનું કારણ શું છે તે પણ સ્પષ્ટ થયું નથી. સોનીપત બાડી ઈન્ડસ્ટ્રીયલ એરિયા પોલીસ સ્ટેશન કેસની તપાસમાં રોકાયેલ છે. આ પહેલા સોનીપતના ખરઘોડામાં રામનવમીના દિવસે એક ખાસ ધર્મના ધાર્મિક સ્થળ પર ધ્વજ ફરકાવાને કારણે તંગદિલી સર્જાઈ હતી. જોકે, પોલીસે સમયસર ચાર્જ સંભાળી લેતા મોટી ઘટના ટળી હતી.

આ પણ વાંચો મહારાષ્ટ્રના CMએ અયોધ્યામાં કહ્યું, ખબર નહીં કેમ હિન્દુત્વના નામે કેટલાક લોકોના પેટમાં દુ:ખાવો થાય છે

ગુજરાતમાં પથ્થરમારો: વડોદરા શહેરમાં રામનવમીનો પવિત્ર દિવસ અપવિત્ર બની ગયો હતો. જ્યારે રામનોમની શોભાયાત્રા નીકળી એ સમયે અચાનક પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પહેલા એક વિસ્તારમાંથી પથ્થરમારો થયો હતો. જેના પગલે સમગ્ર ફતેહપુરા વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો. એ પછી બીજી એક શોભાયાત્રા આગળ વધી હતી ત્યારે સંવેદનશીલ વિસ્તારમાં આવેલી ચોક્કસ જગ્યા પરના ઊચાઈવાળા ભાગેથી પથ્થરના ઘા કરવામાં આવી રહ્યા હતા. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંધવીએ વડોદરાના પોલીસ કમિશનર સાથે ખાસ વાતચીત કરી હતી. વડોદરા પોલીસે આ કેસમાં કુલ 14 લોકોની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લેવામાં આવી રહ્યા છે.

Last Updated : Apr 10, 2023, 1:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.