નવી દિલ્હી: હિન્દુ ધર્મમાં તહેવાર મહિલાઓ દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે સમગ્ર દેશમાં માતા ગૌરીની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે હરિયાળી તીજ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની તૃતીય તિથિ એટલે કે, તારીખ 19 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આ તહેવાર પરિણીત અને અપરિણીત મહિલાઓ દ્વારા ઉજવવામાં આવે છે. આ તહેવારને શ્રાવણ તીજ, સિંધરા તીજ, હરતાલીકા તીજ, અખા તીજ અથવા કજરી તીજ તરીકે પણ ઓળખાય છે. મહિલાઓ આ દિવસે વ્રત રાખે છે. આ દરમિયાન ભગવાન શિવની પત્ની ગૌરીની પૂજા કરીને સૌભાગ્યની કામના કરે છે.
લીલા રંગુનું વિશેષ મહત્ત્વ: માન્યતાઓ અનુસાર, મહિલાઓ આ દિવસે તેમના માતૃગૃહમાં જાય છે. નવા વસ્ત્રો પહેરે છે. નવી વહુની જેમ વેશભૂષા ધારણ કરે છે. આ ઉપરાંત મિત્રો સાથે શ્રાવણના લોકગીતો ગાઈને તહેવારની ઉજવણી કરે છે. આ તહેવારના દિવસે લીલા રંગનું વિશેષ મહત્ત્વ હોય છે. મહિલાઓ લલા કલરની સાડી અને બંગડી પહેરે છે. શ્રાવણ મહિનામાં કુદરત સાવ લીલીછમ હોય છે. લીલો રંગ પણ સુહાગનું પ્રતીક માનવામાં આવે છે. આ સંદર્ભે, આ દિવસે લાલ રંગનું મહત્ત્વ વિશેષ મહત્ત્વ છે. હરિયાળી તીજ પર સોળ શૃંગાર માટે લીલા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
હરિયાળી તીજની માન્યતા: હિન્દુ ધર્મમાં તીજનો તહેવાર વ્યાપકપણે ઉજવવામાં આવે છે. હરિયાળી તીજ વિશે, હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે, પાર્વતીની 108 વર્ષની લાંબી તપસ્યા અને પ્રાર્થના પછી, હરિયાળી તીજના દિવસે, ભગવાન શિવે દેવી પાર્વતીને પોતાની પત્ની તરીકે સ્વીકાર કરી હતી. હરિયાળી તીજના દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ કરે છે.
આ રાજ્યમાં તહેવરાની ઉજવણી: અવિવાહિત છોકરીઓ સારો વર મેળવવાની ઈચ્છા સાથે વ્રત કરતી હોય છે. તીજ એક એવો તહેવાર છે જે, મુખ્યત્વે ઉત્તર ભારતીય રાજયોમાં ઉજવવામાં આવે છે. બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની મહિલાઓ આ તહેવારની ઉજવણી ખુબ જ ધુમધામથી કરે છે. ભગવાન કૃષ્ણ(બિહારી જી) ને તીજના દિવસે વૃંદાવનમાં ઝૂલા પર ઝૂલાવવામાં આવે છે. એવું કહેવાય છે કે, હરિયાળી તીજ પર મહિલાઓ તેમના મિત્ર સાથે ઝાડ પર ઝૂલો લગાવે છે.
આ વર્ષનો શભ સમય: તિલક નગર સ્થિત દુર્ગા મંદિરના મહંત પંડિત કન્હૈયાલાલ ભારદ્વાજે જણાવ્યું હતું કે,'' હરિયાળી તીજનો શુભ સમય શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની તૃતિયા એટલે કે, તારીખ 18 ઓગસ્ટે રાત્રે 8.15 વાગ્યાથી શરુ થાય છે. આ મૂહુર્થ તારીખ 19 ઓગસ્ટે રાત્રે 10.19 કલાક સુધી ચાલશે. ઉદયા તિથિની માન્યતા અનુસાર, તારીખ 19 ઓગસ્ટના રોજ તીજનો તહેવાર ઉજવવામાં આવશે.'' પંડિત કન્હૈયાલાલે જણાવ્યું હતું કે, ''આ વર્ષે ઓગસ્ટે તીજના દિસવે સાંજે 4 થી 6 વાગ્યા સુધી કથા સાંભળવાનો શુભ સમય છે.''
પુજા પદ્ધતિ: પંડિત ભારદ્વાજે જણાવ્યું હતું કે, ''હરિયાળી તીજના દિવસે મહિલાઓએ સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને નવા વસ્ત્રો પહેરવા જોઈએ. ત્યાર બાદ, સોળ શૃંગાર કરવા જોઈએ અને આખો દિવસ ઉપવાસ કરવો જોઈએ. પૂજા માટે શિવ પરિવારની મૂર્તિને લાકડાની ચોકડી પર લાલ કપડું પાથરીને સ્થાપિત કરો. ભગવાનને પણ નવા વસ્ત્રો પહેરાવો.