ETV Bharat / bharat

કુંભ મેળાને નિર્ધારીત સમય મર્યાદા પહેલા સમાપ્ત કરવામાં આવે તેવી સંભાવના

83 વર્ષ પછી, 2021માં, 11 વર્ષોમાં યોજવામાં આવેલા કુંભ મેળાને ઇતિહાસમાં પહેલીવાર સમય પહેલા સમાપ્ત કરવામાં આવી શકે છે. જો કે, ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત જણાવી રહ્યાં છે કે, કુંભ મેળાને 30 એપ્રિલ સુધી કરાવવા માટે વાત થઇ રહી છે.

કુંભ મેળાને નિર્ધારીત સમય મર્યાદા પહેલા સમાપ્ત કરવામાં આવે તેવી સંભાવના
કુંભ મેળાને નિર્ધારીત સમય મર્યાદા પહેલા સમાપ્ત કરવામાં આવે તેવી સંભાવના
author img

By

Published : Apr 17, 2021, 4:59 AM IST

  • 17 એપ્રિલના રોજ કુંભ મેળો બંધ કરવાની ઘોષણા
  • 17 એપ્રિલે નિરંજની અખાડાના સાધુ સંતોની છાવણીઓ ખાલી કરાશે
  • દર 12 વર્ષે કુંભ મેળો યોજાય છે

હરિદ્વાર: 83 વર્ષ પછી, 2021માં, 11 વર્ષોમાં યોજવામાં આવેલા કુંભ મેળાને ઇતિહાસમાં પહેલીવાર સમય પહેલા સમાપ્ત કરવામાં આવી શકે છે. જો કે, ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત જણાવી રહ્યાં છે કે, કુંભ મેળાને 30 એપ્રિલ સુધી કરાવવા માટે વાત થઇ રહી છે પરંતુ હાલમાં ઉત્તરાખંડમાં જે પ્રકારની પરિસ્થિતિ છે તે જોતાં સરકાર કુંભ મેળાને નિર્ધારીત સમયથી વહોલો સમાપ્ત કરવાનો નિર્ણય લઈ શકે છે. જો આવું થાય તો ઇતિહાસમાં પહેલીવાર બનશે કે 12 વર્ષ પછી યોજાનારા કુંભ મેળાને નિર્ધારીત સમય પહેલા પૂર્ણ કરવામાં આવશે. આ પહેલા 5 મહિના સુધી ચાલનારા કુંભ મેળાના સમયને કોરોનાને ધ્યાનમાં રાખીને એક મહિના સુધી મર્યાદિત કરવામાં આવ્યા છે. ઇતિહાસમાં આ પહેલીવાર છે કે કુંભ મેળાને એક મહિનાનો કરવામાં આવ્યો છે.

નિર્ધારીત સમય પહેલા કુંભ મેળો સંપન્ન કરવામાં આવશે ?

રાજ્યમાં હાલની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતા એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે સરકાર ટૂંક સમયમાં કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. ઉત્તરાખંડમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કુંભ મેળાના કારણે કોરોના સંક્રમણ ઝડપથી વધી શકે તેવી સંભાવનાને નકારી શકાય નહીં. છેલ્લા ત્રણ દિવસમાં, ઉત્તરાખંડમાં દરરોજ 1,900થી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. પાંચ દિવસમાં ઉત્તરાખંડમાં 8,765 લોકો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે પાંચ દિવસમાં 50 કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યું થયા છે.

ઉત્તરાખંડમાં છેલ્લા 5 દિવસની પરિસ્થિતિ

  • 11 એપ્રિલે 1333 મૃત્યુ 8
  • 12 એપ્રિલે 1334 મૃત્યુ 7
  • 13 એપ્રિલે 1925 મૃત્યુ 13
  • 14 એપ્રિલે 1953 મૃત્યુ 13
  • 15 એપ્રિલે 2220 મૃત્યુ 9

કોરોના સંતોમાં ઝડપથી ફેલાય રહ્યો છે

હરિદ્વારની વાત કરીએ તો પાંચ દિવસમાં 2,526 કોરોનાના પોઝિડિવ કેસ નોંધાયા છે. આ કહેવું ખોટું નહીં કે શાહી સ્નાન પછી આ આંકડાઓમાં વધારો થયો છે. કોરોના રેપિડ એન્ટિજેન ટેસ્ટમાં નિરંજની અખાડાના સચિવ મહંત રવિન્દ્ર પુરી સહિત અખાડાના 17 સંતો રેપિડ એન્ટિજન ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા. મહારાષ્ટ્ર નરેન્દ્ર ગિરી જે અખાડા પરિષદના અધ્યક્ષ પણ છે, 11 એપ્રિલથી કોરોનાને કારણે બીમાર હતા અને હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. તેમની સાથે અખાડા સાથે સંકળાયેલા ઘણા સંતો પણ કોરોનાથી પીડિત છે. અત્યાર સુધીમાં 60થી વધુ સાધુ-સંતો કોરોના સંક્રમિત થયા છે. ઘણા સંતો અને ભક્તો પણ બીમાર છે. હરિદ્વારના CMO અર્જુનસિંહ સેંગરે આ વાતની પુષ્ટિ કરી છે.

આટલા સંતો કોરોના સંક્રમિત થયા

  • 16 એપ્રિલે નિરંજની અખાડાના સચિવ રવિન્દ્ર પુરી સહિત 17 સંતો
  • 15 એપ્રિલે 28,525 તપાસમાંથી 9 સંતો કોરોના પોઝિટિવ, 4 જુનાના અખાડા, 2 આહ્યાન અને 3 નિરંજની અખાડાના સંતો
  • 14 એપ્રિલે 31,308 લોકોની તપાસમાં 4 જુનાના સંતો, અગ્નિ-મહાનિર્વાણી-દિગંબર અણી અને આનંદ અખાડાના એક એક, આ સાથે બૈરાગી સંપ્રદાયના આશ્રમના 3 સંતો મળ્યા, જેમાં એક મહામંડલેશ્વર કપિલ દેવનું અવસાન થયું છે.
  • 13 એપ્રિલે 29,825 તપાસમાં જુનાના 5 સંતો અને નિરંજનીના 3 સંતો કોરોના સંક્રમિત થયા
  • 12 એપ્રિલે 26,694ની તપાસમાં 6 સંતો કોરોના પોઝિટિવ નિકળ્યા
  • 11 એપ્રિલે 23,394 તપાસમાં જુનાના 2 કોરોના પોઝિટિવ અને નિરંજનીના એક સંત કોરોના પોઝિટિવ નિકળ્યા
  • 3 એપ્રિલે કૃષ્ણધામ આશ્રમના 7 સંતો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.

મહામંડલેશ્વરના અવસાનથી સંત સમાજ સંકટમાં

દેહરાદૂનની એક ખાનગી હોસ્પિટલમાં અખિલ ભારતીય શ્રી પંચ નિર્વાણી અખાડાના મહામંડલેશ્વર કપિલ દેવદાસ (65)ની અવસાન બાદ સંતોમાં ભયભીત થયા છે. મહામંડલેશ્વર કોરોના સંક્રમિત થયા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ હતી અને તાવ પણ હતો. શ્રી પંચ નિર્વાણી અખાડાના વયોવૃદ્ધ મહામંડલેશ્વર કપિલ દેવ દાસના અવસાન સાથે બૈરાગી સંત સમાજ સહિત સમસ્ત સંતો સમાજ આઘાતમાં છે. આ ઘટના પછી તરત જ પંચાયતી અખાડાના શ્રી નિરંજની અને તેમના સાથી આનંદ અખાડાએ 17 એપ્રિલના રોજ કુંભ મેળો બંધ કરવાની ઘોષણા કરી હતી. 17 એપ્રિલે નિરંજની અખાડાના સાધુ સંતોની છાવણીઓ ખાલી કરાશે.

કોરોનાના કેસો સતત વધી રહ્યા છેઃ નિરંજન અખાડાના મહામંડલેશ્વર કૈલાશાનંદ ગિરી

નિરંજન અખાડાના મહામંડલેશ્વર કૈલાશાનંદ ગિરીએ જણાવ્યું હતું કે, "કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. કુંભ મેળાની ભવ્યતા પણ વધુ છે. આને ધ્યાનમાં રાખીને મહામંડલેશ્વર અને મહંતોએ નિર્ણય લીધો હતો કે 17 તારીખે તેઓ તેમની છાવણીને હટાવી લેશે. 17 તારીખ પછી તેમના અખાડામાં કોઈ મોટુ આયોજન નહી થાય. જે સંતો બહારથી આવ્યા છે તેઓ પાછા જતા રહેશે. હરિદ્વારના સાધુ સંતો પાછા તેમના અખાડામાં આવશે. તેમણે જણાવ્યું હતુ કે, કોરોનાની મહામારીના કારણે પરિસ્થિતિ અનુકૂળ નથી, તેથી જ આ નિર્ણય તેમના દ્વારા લેવામાં આવ્યો છે. નિરંજની અખાડાના સચિવ મહંત રવિન્દ્રપુરીએ જણાવ્યું હતું કે, "કુંભ મેળાને સમાપ્ત કરવાનો નિર્ણય નિરંજની અખાડા દ્વારા લેવામાં આવ્યો છે કારણ કે હરિદ્વારમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જેને કારણે 27 એપ્રિલે ફક્ત 15થી 20 સાધુ-સંતો જ તેમના અખાડામાંથી સ્નાન કરશે. તેમના તરફથી સંતો અને ભક્તોને હરિદ્વારથી પોત પોતાના નિવાસ્થાને ચાલ્યા જવા વિનંતી કરવામાં આવી છે.

કુંભ મેળાને સમાપ્ત કરવાથી અખાડાઓમાં રોષ

બીજી તરફ નિરંજની અખાડા તરફથી કુંભ મેળાને સમાપ્ત કરવાની ઘોષણા થતાં બૈરાગી સંતો નારાજ થયા છે. નિર્વાણી અને દિગંબર અખાડાઓએ નિરંજની અને આનંદ અખાડાના સંતો પાસે માફી માંગી છે. તેઓ જણાવે છે કે, મેળાના સમાપનનો અધિકાર ફક્ત મુખ્યપ્રધાન અને મેળા વહીવટીતંત્રને છે. આ સ્થિતિમાં જો ઘોષણા કરનારા સંતો માફી નહીં માંગે તો તેઓ અખાડા પરિષદ સાથે રહી શકતા નથી. તેમનો મેળો ચાલુ રહેશે અને 27 એપ્રિલના રોજ તમામ બૈરાગી સંતો રાજવી સ્નાન કરશે. એક ઉદાસીન અખાડા પણ સર્વસંમતિ વિના કુંભ મેળાને આ રીતે સંપન્ન કરવાના નિર્ણયના પક્ષમાં નથી. અખાડાના મહંત મહેશ્વર દાસે જણાવ્યું હતુ કે, કોઈની સલાહ લીધા વિના આવા નિર્ણય માન્ય નથી.

શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ પણ કુંભ મેળાને સમાપ્ત કરવાના નિર્ણયનો વિરોધ કર્યો

જગતગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ પણ કુંભ મેળાને સમાપ્ત કરવાના નિર્ણયનો વિરોધ કર્યો છે. સ્વરૂપાનંદ સરસ્વતીના શિષ્ય અવિમુક્તેશ્વરાનંદે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કુંભ મેળો કોઈ પણ વ્યક્તિ વિશેષનું નથી પરંતુ દરેકનો છે. કોઈને પણ પોતાનો નિર્ણય દરેક પર લાદવાનો અધિકાર નથી. કુંભની એક સમયસીમા છે જે પૂર્ણ થવી જોઇએ. કુંભ મેળો ગ્રહ નક્ષત્રના આધારે શરૂ થાય છે અને સમાપ્ત થાય છે. જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી કુંભમેળાના સમાપન સુધી હરિદ્વારમાં જ રહેશે. તેમણે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને માત્ર તેમના મુખ્ય કાર્યક્રમો રદ કર્યા છે. બાકીના તેમના યજ્ઞ અનુષ્ઠાન શિબિરમાં ચાલુ રહેશે.

કોરોનાથી બચવા માટે એક જ જગ્યાએ રહીને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવું વધુ સારું- અવિમુક્તેશ્વરાનંદ

નિરંજની અને આનંદ અખાડા પર કટાક્ષ કરતી વખતે અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું હતુ કે, આ સમયે દેશભરમાં કોરોના છે, જો તેમના સંતો હરિદ્વાર છોડે છે, તો શું તેમને ત્યાં કોરોના નહીં થાય. કોરોનાથી બચવા માટે એક જ જગ્યાએ રહીને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવું વધુ સારું છે." જુના અખાડાએ હાલ કુંભ મેળાના સમાપનને લઈને કોઈ નિર્ણય લીધો નથી. જુના અખાડાના સાધુ-સંતો તેમનો કોરોના રિપોર્ટ આવવાની રાહ જોઇ રહ્યા છે અને તે પછી કુંભ મેળાને સમાપ્ત કરવાનો અથવા તેને ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવશે.

હરિદ્વારમાં છેલ્લા 5 દિવસની પરિસ્થિતિ

  • 11 એપ્રિલે 386 કેસ, મૃત્યુ - 0
  • 12 એપ્રિલે 408 કેસ, મૃત્યુ - 2
  • 13 એપ્રિલે 594 કેસ, મૃત્યુ - 1
  • 14 એપ્રિલે 525 કેસ, મૃત્યુ - 2
  • 15 એપ્રિલે 613 કેસ, મૃત્યુ - 1

પહેલા જ અપીલ કરવામાં આવી હતી

નિષ્ણાંતોએ આ કાર્યક્રમની શરૂઆતમાં જ તેને રદ કરવાની અપીલ કરી હતી પરંતુ સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે કોરોનાની દરેક માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે અને તે કરાવવામાં આવશે. સત્ય ત્યારે જ સામે આવ્યું હતુ જ્યારે કુંભ મેળાના IG પોલીસ સંજય ગુંજ્યાલ શાહી સ્નાન પર હતા. તેમણે જણાવ્યું હતુ કે, "તેઓ લોકોને કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે જાહેર કરાયેલા નિયમોનું પાલન કરવાની અપીલ કરી રહ્યા છે. અહીં ખૂબ ભીડ છે. જો પોલીસ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો માટે જણાવે છે તો અહીં "નાસભાગ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે".

કોવિડ-19નો રિપોર્ટ નેગેટિવ હશે તેમને જ મેળામાં આવવા દેવામાં આવશેઃ સરકાર

કુંભમેળાના પહેલા સરકારે જણાવ્યું હતું કે, જેમનો કોવિડ-19નો રિપોર્ટ નેગેટિવ હશે તેમને જ મેળામાં આવવા દેવામાં આવશે. મેળામાં આવ્યા પછી કોરોનાને લીધે લાગુ કરાયેલા તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે પરંતુ તે પછી પણ મેળામાં આવેલા અનેક જાણીતા સાધુ-સંતો સહિત ઘણા લોકો કોરોના સંક્રમિત છે. આ સાથે જ 12 એપ્રિલે થયેલા ત્રીજા શાહી બાદ સંભાવના છે કે કોરોના વાઇરસ ભક્તોમાં ઝડપથી ફેલાઇ શકે છે. વાઇરસ અહીંથી પરત ફરતા યાત્રિકો સાથે તેમના ગામો અને શહેરોમાં પહોંચી શકે છે.

આ પણ વાંચોઃ હરિદ્વારમાં 5 દિવસમાં કોવિડના નવા 2,167 કેસ આવ્યા સામે, કુંભનું આયોજન રહેશે ચાલુ

પાણીથી ફેલાવાનું જોખમ વધુ

વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સુકાયેલી સપાટીની સામે પાણી અને ભેજથી કોરોના વધુ ફેલાઇ છે, કારણ કે લાંબા સમય સુધી વાઇરસ ભીની સપાટી પર સક્રિય રહી શકે છે. કુંભ મેળાએ કોરોનાનું જોખમ ઘણું વધાર્યું છે. પાણી અને ભેજમાં વાઇરસનો વધુ સમય માટે સક્રિય રહે છે. વિમાનની સપાટી વિશે વાત કરીએ તો ત્યાં તાપમાન અને ભેજ કેટલો છે તેના પર નિર્ભર છે. કોરોનાનો થર્મલ ડેડ પોઇન્ટ લગભગ 58થી 60 ડિગ્રી સેલ્સિયસ છે પરંતુ જ્યારે તે ઠંડુ તાપમાન મેળવે છે ત્યારબાદ તેના અસ્તિત્વનો સમય વધે છે. કારણ કે ગંગાનું પાણી ખૂબ જ ઠંડુ છે અને ઘણા લોકો જે અહીં આવતા હોય છે તેમને પણ કોરોનાનું સંક્રમણ થઇ શકે છે. આ ઉપરાંત તેઓ ગંગામાં સ્નાન કરતી વખતે થૂંકવું, ઉધરસ ખાય તો તેના કારણે કોરોના સંક્રમણ વધી શકે છે. કોરોના વાઇરસ લગભગ 28 દિવસ સુધી પાણીમાં જીવીત રહી શકે છે.

- પ્રો. રમેશચંદ્ર દુબે, ગુરૂકુળ કાંગડી, યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજી વિભાગના વડાએ

હાલ કોરોનાનું જે રૂપ ચાલે છે તે હોળીના કારણે થયું છેઃ પ્રો. રમેશચંદ્ર દુબે

પ્રો. રમેશચંદ્ર દુબે જણાવ્યું હતુ કે, હાલ કોરોનાનું જે રૂપ ચાલે છે તે હોળીના કારણે થયું છે. કારણ કે લોકો હોળી પર ધ્યાન નથી રાખ્યું અને મહાકુંભ મેળાની અસર લગભગ 10થી 15 દિવસ પછી જોવા મળશે.

પોલીસકર્મીઓ આવ્યા

મહાકુંભમાં દરેક મોટા સ્નાન બાદ આશરે 10 હજાર પોલીસકર્મીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ફક્ત 33 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા. DGP અશોક કુમારના જણાવ્યા મુજબ, હવે કુંભ મેળો ઔપચારિક બની રહ્યો છે, 27 એપ્રિલના સ્નાનમાં તમામ અખાડાઓ શામેલ નથી થવાના. તેને ધ્યાનમાં રાખીને, ફરજ પર મૂકવામાં આવેલા 50 ટકા જેટલા સુરક્ષાકર્મીઓને પરત બોલાવવામાં આવ્યાં છે. કુંભ મેળાના IG સંજય ગુંજ્યાલનું કહેવું છે કે, રાજ્ય સરકારના કક્ષાએ 1 થી 30 એપ્રિલ સુધી જ કુંભ મેળો ચાલશે તેની સ્પષ્ટ સૂચના છે. 30 એપ્રિલ સુધી તેમની તૈયારી છે. કુંભને કઈ રીતે આયોજન કરવામાં આવશે તે ભારત સરકારની અલગથી SOP છે. તે SOP હેઠળ તેઓ કાર્યવાહી કરી રહ્યાં છે અને જો કોઈ નિર્ણય લે છે તો તે તેને વ્યક્તિગત રૂપથી લેવામાં આવે છે. તેમની ફરજ અહીં 30 એપ્રિલ સુધી છે.

આ વખતે કુંભ મેળો 11 વર્ષ બાદ યોજાયો

12 નહીં 11 વર્ષ પછી આ બાદ કુંભ મેળો યોજાયો હતો. જો કે આ કુંભ 2022માં થવાનો હતો પરંતુ ગ્રહોની ચાલને કારણે આ સંયોગ એક વર્ષ પહેલા બન્યો હતો. વિશેષ બાબત એ છે કે આ પ્રકારનો સંયોગ પ્રથમ સદીના અંતરાલમાં બન્યો છે. સામાન્ય રીતે, કુંભ 12 વર્ષના અંતરે આવે છે પરંતુ કાલની ગણતરી મુજબ, જ્યારે ગુરુનો કુંભ અને સૂર્ય મેષ રાશિમાં સંક્રમિત થાય છે ત્યારે જ કુંભ (અમૃત યોગ)ની રચના થાય છે. જો આપણે છેલ્લા એક હજાર વર્ષોમાં હરિદ્વાર કુંભની પરંપરા પર નજર કરીએ તો, 1760, 1885 અને 1938નો કુંભ મેળો 11 વર્ષ બાદ થયા હતા. 83 વર્ષ પછી 2021માં આ મૌકો આવ્યો છે.

આ પણ વાંચોઃ હરિદ્વાર કુંભઃ તકેદારીનાં તમામ પગલાં સાથે કુંભ મેળાનો આનંદ ઊઠાવી રહેલા ભાવિક ભક્તો

કુંભ મેળો શા માટે યોજાય છે ?

કુંભમેળાની માન્યતા સમુદ્ર મંથન સાથે સંકળાયેલી છે. એવું જણાવવામાં આવે છે કે જ્યારે દેવતાઓ અને રાક્ષસો સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી અમૃતની સાથે ઝેર બહાર આવ્યું હતું. ભગવાન શિવ એ બ્રહ્માંડના સારા માટે ઝેર પીધું હતું પરંતુ અમૃત માટે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે સંઘર્ષ શરૂ થયો હતો. સમુદ્રમાંથી અમૃતનો કળશ લઇને નિકળેવા ધન્વંતરી તેને લઇને આકાશ માર્ગથી ભાગી ગયા, જેથી રાક્ષસો તેમની પાસેથી અમૃતનો કળશ ના છીનવી શકે. આ સમય દરમિયાન પ્રયાગ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનમાં અમૃતનાં ટીપાં પૃથ્વી પર પડ્યાં. અમૃતનાં ટીપાં જે ચાર જગ્યાએ પડ્યા ત્યાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. દેવતાઓ અને રાક્ષસો વચ્ચેનો આ સંઘર્ષ 12 દિવસ સુધી ચાલ્યો. એવું માનવામાં આવે છે કે દેવતાઓનો એક દિવસ પૃથ્વીવાસિઓના એક વર્ષ જેટલો થાય છે, તેથી દર 12 વર્ષે કુંભ મેળો ભરાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.