હૈદરાબાદ: દરેક મુસલમાન પોતાના જીવનમાં ઓછામાં ઓછી એકવાર હજ કરવા માંગે છે, પરંતુ ત્યાં કેવી રીતે પહોંચવું તે તેમની પાસે ઉપલબ્ધ સંસાધનો પર આધારિત છે. જોકે, એક અફઘાનિસ્તાનનો એક વ્યક્તિ તેની સાયકલ પર હજ (Hajj on cycle) યાત્રા માટે નીકળ્યો છે. સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ આ માહિતી આપતા જ લોકો તેની પ્રશંસા કરવા લાગ્યા હતા. જોકે હવે તે એક પ્રેરણા પણ બની ગયો છે.
આ પણ વાંચો : રીંછે કર્યું એવું કામ કે તેની પ્રજાતિમાં થતી હશે વાહવાહી, Video Viral
-
A man from Afghanistan 🇦🇫 is currently enroute to Makkah for #Hajj on a bicycle! pic.twitter.com/RW3yj39f7X
— Haramain Sharifain (@hsharifain) June 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">A man from Afghanistan 🇦🇫 is currently enroute to Makkah for #Hajj on a bicycle! pic.twitter.com/RW3yj39f7X
— Haramain Sharifain (@hsharifain) June 8, 2022A man from Afghanistan 🇦🇫 is currently enroute to Makkah for #Hajj on a bicycle! pic.twitter.com/RW3yj39f7X
— Haramain Sharifain (@hsharifain) June 8, 2022
યાત્રા સાઇકલ પર પૂર્ણ કરશે : આ વ્યક્તિનું નામ નૂર અહેમદ છે અને તે અફઘાનિસ્તાનનો રહેવાસી છે. સાઇકલ પરનો તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અફઘાન સરકારે નૂરને એર ટિકિટ ઓફર કરી છે. જોકે, નૂરે આ ઓફર ઠુકરાવી દીધી છે. નૂરે કહ્યું કે, તે પોતાની યાત્રા સાઇકલ પર પૂર્ણ કરશે. તેણે વધુંમાં કહ્યું કે, તે કોઈની પાસે મદદ માંગતો નથી, તે ઉપરવાળાને ખુશ કરવા માંગે છે, તેથી તેની પાસે જે કંઈ સાધન હશે તેનો તે ઉપયોગ કરશે. તમને જણાવી દઈએ કે, 2019માં પણ બ્રિટનથી આવા જ સમાચાર આવ્યા હતા. ત્યારબાદ આઠ લોકોએ સાયકલ દ્વારા હજ યાત્રા કરી હતી. તે બે મહિનામાં મક્કા પહોંચી ગયા હતા.
આ પણ વાંચો : ન હોય ! વાંદરો પોતાના બચ્ચાની સારવાર કરાવવા માટે હોસ્પિટલ પહોચ્યો?