અયોધ્યાઃ વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ(Gnanavapi Masjid, Varanasi) કેસ અંગે, કોર્ટના નિર્ણયથી મુસ્લિમ પક્ષ સંતુષ્ટ નથી. હવે મુસ્લિમ પક્ષ આ મામલે, હાઈકોર્ટનો દરવાજો ખટખટાવવાની વાત કરી રહ્યું છે. પરંતુ આ દરમિયાન, અયોધ્યા મંદિર મસ્જિદ વિવાદના વકીલ રહેલા, હાજી મહેબૂબે પોતાની જૂની પીડા વ્યક્ત કરતા ચેતવણી આપી છે.જે મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું છે,(Controversial statement on Haji) હાજી મહમુબે કહ્યું કે, જો અયોધ્યા જેવું કાંઈ કાશીમાં થશે તો ઘણું ખરાબ થશે.
RSS પર તાક્યું નિશાન:હાજી મહેબૂબે કહ્યું કે, જ્ઞાનવાપી મસ્જિદ છે અને (Gnanawapi Masjid Case ) મસ્જિદ જ રહેશે. અમે નિર્ણય પર આગળ વધીશું. એટલું જ નહીં, હાજી મહેબૂબે કહ્યું કે, કાશીમાં જે થઈ રહ્યું છે તે બિલકુલ ખોટું છે.અયોધ્યા મંદિર મસ્જિદ વિવાદના પૂર્વ વકીલે કહ્યું કે, અયોધ્યા મુદ્દો બીજો છે. પછી અમે ચૂપ રહ્યા. અમે અયોધ્યાના મુદ્દે કોઈ રસ લીધો નથી. પણ જો જ્ઞાનવાપીના કિસ્સામાં આવું થાય તો ઘણું ખરાબ થશે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે, સરકાર સાથે મળીને RSS બધું ખોટાનું સાચુ કરી રહી છે. હવે દેશમાં રક્તપાત સિવાય કંઈ નથી.
વજુ ખાનામાં શિવલિંગ:આ મસ્જિદ વિશે, ઓગસ્ટ 2021માં, સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં, શ્રીનગર ગૌરીના નિયમિત દર્શન અને પૂજા માટેનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેના વીડિયોગ્રાફી સર્વે દરમિયાન મસ્જિદની અંદર વજુ ખાનામાં શિવલિંગ મળી આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ શિવલિંગની ઊંચાઈ લગભગ 12 ફૂટ 5 ઈંચ જણાવવામાં આવી રહી છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે, જે દિશામાં નંદીનું મુખ પશ્ચિમ દ્વાર તરફ છે, તે જ દિશામાં ભગવાન વિશ્વેશ્વરનું જૂનું શિવલિંગ પણ છે.