નવી દિલ્હીઃ યુનેસ્કો ક્રીયેટિવ સિટિઝ નેટવર્કમાં નવા ઉમેરાયેલા 55 શહેરોમાં ભારતના મધ્ય પ્રદેશના ગ્વાલિયર અને કેરળના કોઝિકોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુએનની એજ્યુકેશનલ, સાયન્ટિફિક અને કલ્ચરલ ઓર્ગેનાઈઝેશનની ઓફિસિયલ વેબસાઈટ પર જાહેરાત કરવામાં આવી છે. આ નવા 55 શહેરોનો સમાવેશ તેમના ડેલપમેન્ટ અને હ્યુમન સેન્ટ્રિક અર્બન પ્લાનિંગને આધારે કરવામાં આવ્યો છે.
નવા 55 શહેરોને મળ્યું સન્માનઃ વર્લ્ડ સિટિઝ ડે અનુસંધાને યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ આંદ્રે અજોલેએ આ નવા 55 શહેરોના સમાવેશની મંજૂરી આપી છે. જેનાથી યુનેસ્કો ક્રીયેટિવ સિટિઝ નેટવર્કમાં સમાવિષ્ટ શહેરોની સંખ્યામાં વધારો થયો છે. ગ્લાવલિયરે સંગીત સેક્ટરમાં અને કોઝિકોડે સાહિત્ય સેક્ટરમાં પોતાનું સ્થાન કન્ફર્મ કર્યું છે. યુનેસ્કો ક્રીયેટિવ સિટિઝ નેટવર્કમાં સમાવિષ્ય 55 શહેરોમાં બુખારાને શિલ્પ અને લોકકળા, કેસાબ્લાન્કાને મીડિયા આર્ટ્સ, ચોંગકિંગને ડિઝાઈન, કાઠમંડુને ફિલ્મ, રિયો ડિ જાનેરોને સાહિત્ય અને ઉલાનબટારને શિલ્પ અને લોકકળા સેક્ટરમાં સ્થાન આપવામાં આવ્યું છે.
વર્લ્ડ સિટિઝ ડેઃ યુનાઈટેડ નેશન્સ દ્વારા 31મી ઓક્ટોબરને વર્લ્ડ સિટિઝ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ નવા 55 શહેરોની પસંદગી બાદ યુસીસીએન હવે 100થી વધુ દેશોના 350 શહેરોનો સર્વે કરશે, જે સાત રચનાત્મક સેક્ટર જેવા કે શિલ્પ અને લોકકળા, ડિઝાઈન, ફિલ્મ, ગેસ્ટ્રોનોમી, સાહિત્ય, મીડિયા આર્ટ્સ અને સંગીતને સાંકળી લે છે. યુનેસ્કો ડાયરેક્ટર જનરલે આંદ્રે અનુસાર જ્યારે સાંસ્કૃતિક પ્રચાર પ્રસારની વાત આવે છે ત્યારે અમારા ક્રિયેટિવ સિટી નેટવર્કના શહેરો અગ્રસ્થાને રહે છે. યુનેસ્કો ડાયલોગ કાર્યક્રમના પ્રોત્સાહન માટે યુસીસીએન સભ્યોનું સમર્થન કરે છે. જેમાં સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યુનેસ્કો ક્રિયેટિવ સિટીઝ નેટવર્કનું અતિરિક્ત મૂલ્ય 2030ના એજન્ડા માટે શહેરોમાં થયેલ પ્રગતિનું સાક્ષી બનશે.
2024ના સંમેલનમાં ભાગ લેવા આમંત્રણઃ યુનેસ્કો અનુસાર સમાવિષ્ટ નવા શહેરોને પોર્ટુગલના બ્રાગામાં 1થી 5 જુલાઈ 2024 દરમિયાન યોજાનાર યુસીસીએન વાર્ષિક સંમેલનમાં ભાગ લેવા આમંત્રણ અપાશે. આ સંમેલનનો મુખ્ય વિષય આવનારા દસકામાં યુવાનોને કેવી રીતે આગળ લાવવા તે રહેશે.