બડગામઃ શ્રીનગર એરપોર્ટ પર ગુજરાતના એક પ્રવાસી (Gujarati tourist Srinagar airport) પાસેથી ચેકિંગ દરમિયાન INSAS રાઈફલના જીવંત કારતુસ મળી આવ્યા હતા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટના ડ્રોપ ગેટ પર તેના સામાનમાંથી એક રાઇફલનો જીવંત રાઉન્ડ મળી આવ્યા બાદ મંગળવારે ગુજરાતના એક પ્રવાસીની ધરપકડ (Srinagar Gujarati tourist arrested) કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Raj Thakrey on Loudspeaker: રાજ ઠાકરેએ કહ્યું કે, અમે મહારાષ્ટ્રમાં શાંતિ ઈચ્છીએ છીએ
ડ્રોપ ગેટના એક્સ-રે બૂથ નંબર 05 પર સામાનની તપાસ દરમિયાન શૈલેષ કુમાર પંડ્યા નામના મુસાફરના કબજામાંથી ઇન્સાસ રાઇફલના જીવંત કારતુસનો જથ્થો મળી આવ્યો હતો, જેણે તેને બેગમાં છુપાવી રાખ્યો હતો. મળતી માહિતી મુજબ, ગુજરાતના પંચમહાલ સ્થિત નવગામ-2માં રહેતો શૈલેષ કુમાર પંડ્યા ગો ફર્સ્ટ ફ્લાઈટ જી8-386માં શ્રીનગરથી મુંબઈ (Srinagar to mumbai flight) જઈ રહ્યો હતો. પૂછપરછ દરમિયાન, આરોપીએ દાવો કર્યો હતો કે, તેણે પ્રખ્યાત પર્યટન સ્થળ ગુલમર્ગ (Gulmarg area of srinagar)માં આ કારતુસનો જથ્થો મેળવ્યો હતો. ઘટનાની પુષ્ટિ કરતા એક અધિકારીએ જણાવ્યું કે, પ્રવાસીને વધુ તપાસ માટે હુમહામા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: રાણા દંપતીને મળી મોટી રાહત : આ શરતો સાથે દંપતીના કોર્ટે જામીન મંજૂર કર્યા