- દેશમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ
- દેશમાં સૌથી વધુ કોરોનાના નવા કેસ મામલે ગુજરાત 7 મા સ્થાને
- પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર જ્યારે બીજા સ્થાને છત્તીસગઢ
હૈદરાબાદઃ દેશમાં મહારાષ્ટ્ર અને છત્તીસગઢની સાથે સાથે ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં બુધવારે કોરોનાના 2360 કેસ નોંધાયા હતા. જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધું 39,544 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત છત્તીસગઢમાં પણ કોરોનાના રેકોર્ડબ્રેક 4,563 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં સૌથી વધું કોરોનાના કેસ સામે આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણનું સરવૈયું
કોરોનાના નવા કેસમાંથી 84.61 ટકા કેસ ફક્ત 8 રાજ્યોમાંથી સામે આવ્યાં
આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ 24 કલાકની દેશમાં જેટલા કોરોનાના કેસ સામે આવ્યાં છે, તેમાંથી 84.61 ટકા કેસ તો ફક્ત 8 રાજ્યોમાંથી સામે આવ્યાં છે. દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ મામલે પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર, બીજા સ્થાને છત્તિસગઢ અને ત્રીજા સ્થાને કર્ણાટક છે. જ્યારે ગુજરાત 8 માં સ્થાને છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 459 લોકોના મોત થયા છે. કોરોનાથી મોત મામલે પણ મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે, જ્યારે પંજાબ બીજા અને છત્તીસગઢ ત્રીજા સ્થાને છે.
રાજ્ય | કોરોના નવા કેસ | મોત |
મહારાષ્ટ્ર | 39,544 | 227 |
છત્તીસગઢ | 4,563 | 28 |
કર્નાટક | 4,225 | 26 |
પંજાબ | 2,944 | 55 |
કેરલ | 2,653 | 15 |
તમિલનાડુ | 2,579 | 19 |
ગુજરાત | 2,360 | 09 |
મધ્યપ્રદેશ | 2,332 | 09 |
ગુજરાતમાં કોરોના કેસમાં વધારો
ગુજરાતમાં સતત કોરોના વાઈરસના કેસ વધી રહ્યા છે, જેને લઈ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં નાઈટ કરફ્યૂની અવધી પણ વધારવામાં આવી છે. ત્યારે છત્તીસગઢમાં પણ જે પ્રમાણે કોરોનાના કેસ વધી રહ્યા છે, જેને લઈ છત્તીસગઢના કેટલાય જિલ્લામાં નાઈટ કરફ્યૂ લગાવવામાં આવ્યું છે. દેશમાં કોરોના રસીકરણ ચાલી રહ્યું છે. કોરોના રસીકરણના નવા તબક્કામાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોનાની વેક્સિન લગાવવામાં આવી રહી છે. ત્યારે છત્તીસગઢમાં 31 માર્ચ સુધીમાં 18 લાખ 62 હજાર 119 લોકોને કોરોના રસી લગાવવામાં આવી છે.
આ પણ વાંચોઃ દેશમાં કોરોના પોઝિટિવ કેસોમાં સુરત બીજા ક્રમે, જીમ અને થિયેટર કરાયા બંધ