નવી દિલ્હીઃ નવી દિલ્હીની તાજ પેલેસ હોટેલ 11મી ET નાઉ લીડર્સ ઓફ ટુમોરો 2023 સંમેલનમાં "લોજિસ્ટિક્સ કંપની ઑફ ધ યર" એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાત લોજિસ્ટિકના ફાઉન્ડર્સ અને પાર્ટનર્સ દીપક ઠાકર અને રાજેશ માધવીને કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલના હસ્તે આ એવોર્ડ અપાયો હતો.
ગુજરાત લોજિસ્ટિક્સના સ્થાપક દીપક ઠાકરે જણાવ્યું હતું કે, અમારા માટે પ્રતિષ્ઠિત લીડર્સ ઑફ ટુમોરો એવોર્ડ્સમાં રાષ્ટ્રીય વિજેતા તરીકે સન્માન મળવું તે ગર્વની ક્ષણ છે. જે અમારી બેસ્ટ સર્વિસ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. અમારા કર્મચારીઓની લગન અને સખત મહેનતથી આ શક્ય બન્યું છે.
કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે આ કાર્યક્રમમાં 'ઈનોવેશન એઝ એ કેટાલિસ્ટ ઓફ ગ્રોથ' પર ઉદ્દબોધન કર્યુ હતું. અહીં તેમણે એવોર્ડ વિજેતાઓને સન્માનિત કર્યા હતા. તેમણે કહ્યું કે, વર્લ્ડ લીડર્સ ભારતમાં રોકાણ કરવા, નવીનતા લાવવા અને ઉદ્યોગો સ્થાપવા આતૂર છે. 11મા લીડર્સ ઓફ ટુમોરો એવોર્ડ્સમાં ગોયલે એક ઉદાહરણ આપ્યું હતું કે, યુએસમાં એક ફંડ હાઉસે 10 વર્ષના સમયગાળામાં ભારતમાં 50 બિલિયન ડોલર્સનું રોકાણ કરવામાં રસ દાખવ્યો હતો.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દિગ્ગજો, મહાનુભાવો અને અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. જેમાં IDFC ફર્સ્ટ બેંકના MD અને CEO વી. વૈદ્યનાથન, ઈન્ફો એજના CEO સંજીવ બિખચંદાણી, પેપ્સિકોના ભૂતપૂર્વ CEO ડી. શિવકુમાર, વન્ડર શેફના CEO રવિ સક્સેના વગેરેનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં જયૂરીની ભૂમિકા મેરિકો લિમિટેડના હર્ષ મારીવાલા, હિરાનંદાની ગ્રુપના નિરંજન હિરાનંદાની અને સેલ્સફોર્સ ઇન્ડિયાના અરુંધતી ભટ્ટાચાર્ય જેવા પ્રતિષ્ઠિત ઈન્ડસ્ટ્રીયાલિસ્ટે ભજવી હતી. આ સમગ્ર પ્રક્રિયા અર્ન્સ્ટ એન્ડ યંગ દ્વારા ઓડિટ કરવામાં આવી હતી. જેમાં વિવિધ બાબતોનું માપદંડ પ્રમાણે મુલ્યાંકન કરવામાં આવ્યું હતું.
11મી ET નાઉ લીડર્સ ઓફ ટુમોરો 2023ની આ વર્ષની થીમ 'ઈનોવેટ ટુ એલિવેટ' રાખવામાં આવી હતી. દેશના કોમર્શિયલ લેન્ડસ્કેપને રીમોલ્ડ કરવા માટે ઈનોવેશનને પ્રોત્સાહન આપવા સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ET નાઉ લીડર્સ ઓફ ટુમોરો દ્વારા તેની 11મી આવૃત્તિ અંતર્ગત દેશમાં કાર્યરત માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ(MSME)ના યોગદાનને બિરદાવવામાં આવ્યું છે.
મુન્દ્રા પોર્ટ અને કંડલા પોર્ટ સહિતના મુખ્ય બંદરો પરથી 330 થી વધુ BSES સુસંગત હેવી ગુડ્ઝ વાહનોનો કાફલો ધરાવતી ગુજરાત લોજિસ્ટિક્સ, EXIM ટ્રકિંગ અને લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ પૂરા પાડે છે. ગુજરાત લોજિસ્ટિક્સે અસાધારણ લોજિસ્ટિક્સ સેવાઓ પ્રદાન કરવા અને ઉદ્યોગમાં ઈનોવેશન અને બેસ્ટ સર્વિસ પૂરી પાડી છે. તેથી આ વર્ષે ગુજરાત લોજિસ્ટિકને "લોજિસ્ટિક્સ કંપની ઑફ ધ યર" એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. (ANI)