ETV Bharat / bharat

ગુજરાત: કોરોના પછીના વર્ષ 2020નું સરવૈયું - Corona Lockdown

વર્ષ 2020થી વિશ્વએ એક નવા યુગમાં પ્રવેશ કર્યો હતો. જોકે વિશ્વમાં અને ત્યારબાદ ભારતમાં કોરોના વાઈરસે પગ પેસારો કરતાં વર્ષની પરિભાષા બદલાઈ ગઈ હતી. ભારત અને ગુજરાત માટે પણ આ વર્ષ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. જેમાં વર્ષ 2020નો પ્રથમ એક મહિનો કોરોના પહેલાંનો કાળ અને બાદનો સમય કોરોના કાળ તરીકે ગણી શકાય. અહીં આપણે જાણીશું ગુજરાતમાં કોરોના પછી વર્ષ 2020નું સરવૈયું કેવું રહ્યું.

કોરોના પછીના વર્ષ 2020નું સરવૈયું
કોરોના પછીના વર્ષ 2020નું સરવૈયું
author img

By

Published : Dec 30, 2020, 12:29 PM IST

ન્યૂઝ ડેસ્ક: વર્ષ 2020થી વિશ્વએ એક નવા યુગમાં પ્રવેશ કર્યો હતો. જોકે વિશ્વમાં અને ત્યારબાદ ભારતમાં કોરોના વાઈરસે પગ પેસારો કરતાં વર્ષની પરિભાષા બદલાઈ ગઈ હતી. ભારત અને ગુજરાત માટે પણ આ વર્ષ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. જેમાં વર્ષ 2020નો પ્રથમ એક મહિનો કોરોના પહેલાંનો કાળ અને બાદનો સમય કોરોના કાળ તરીકે ગણી શકાય. અહીં આપણે જાણીશું ગુજરાતમાં કોરોના પછી વર્ષ 2020નું સરવૈયું કેવું રહ્યું.

વર્ષ 2020થી સમગ્ર વિશ્વ નવા કોરોના યુગમાં પ્રવેશ્યું
વર્ષ 2020થી સમય રેખાની વ્યાખ્યા બદલાઈ છે - કોવિડ પહેલાં અને કોવિડ પછી
ગુજરાતની દ્રષ્ટિએ : વર્ષ 2020નો એક મહિનો, એમ કહો કે વર્ષ 2020ના પ્રથમ 28 દિવસને આપણે કોરોના પહેલાનો સમયગાળો ગણી શકીએ
કોવિડ19 યુગના સમય વિશે વધુ સારી સમજણ કેળવવા માટે કોવિડ પછીના સમયગાળાને આપણે બે ભાગમાં વહેંચી શકીએ.
લોકડાઉનનો તબક્કોઅનલોકિંગનો તબક્કો
ગુજરાતમાં સૌપ્રથમ ભારત સરકાર દ્વારાસકારાત્મકનકારાત્મક
ગુજરાતમાં આણંદ ખાતે શ્રી નરેન્દ્ર સિંઘ તોમર દ્વારા વૈશ્વિક સ્તરની અત્યંત આધુનિક હનિ ટેસ્ટિંગ લેબનું ઈ-ઉદ્ઘાટન કરાયુંગુજરાતમાં કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટનું યુનિટ 3 ઃ ભારતના પ્રથમ 700 મેગાવૉટ ક્ષમતા ધરાવતા યુનિટની ટીકા થઈ
જાણીતી હસ્તિમૃત્યુફરજ સોંપાઈ

ભારતના સૌથી જૂના ધૂરંધર ક્રિકેટર વસંત રાઇજીનું 100 વર્ષની વયે નિધન

13 જૂન, 2020ના રોજ વડોદરામાં મૃત્યુ પામ્યા (જન્મ 26 જાન્યુઆરી, 1920ના રોજ)

ગુજરાતના ચીફ સેક્રેટરી અનિલ મુકીમના કાર્યકાળની મુદત પહેલી સપ્ટેમ્બર, 2020ના રોજથી છ મહિના, એટલે કે 28મી ફેબ્રુઆરી, 2021ના રોજ સુધી લંબાવવામાં આવી
પ્રતિષ્ઠિત ગુજરાતી પત્રકાર, કોલમિસ્ટ, લેખક અને પદ્મશ્રી ઍવોર્ડ મેળવનાર નગીનદાસ સંઘવીનું 100 વર્ષની વયે નિધન થયું

કેશુભાઈ પટેલ

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી

સંચાઇ અને જળ વ્યવસ્થાપનલોકડાઉન દરમ્યાન ગુજરાતની જળ સંરક્ષણ યોજના સુજલામ સુફલામ જલ સંચય અભિયાન (એસએસજેએ) શરૂ કરાઈ

ગુજરાતની સૌની યોજનાનો બીજો અને ત્રીજો તબક્કો ઑગસ્ટ, 2020 અને માર્ચ, 2021 દરમ્યાન પૂરો કરાશે

9મી જૂન, 2020ના રોજ ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે જાહેર કર્યું કે 15મી ઑગસ્ટ, 2020થી માર્ચ, 2021 સુધીમાં સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન (સૌની) યોજનાનો બીજો અને ત્રીજો તબક્કો સૌરાષ્ટ્રનાં 115 ડેમને નર્મદાનાં પાણીથી છલકાવશે. સૌની યોજના એક બહુહેતુક પ્રોજેક્ટ છે, જે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતો સંતોષશે.

એવું નક્કી કરાયું કે, યોજનાના બીજા તબક્કામાં ઑગસ્ટ, 2020 સુધીમાં 541 કિલોમીટરની પાઈપલાઈનનું કામ પૂરું કરાશે, જે 57 જળાશયોને છલકાવશે. માર્ચ, 2021 સુધીમાં પૂરો થનાર ત્રીજો તબક્કો 457 કિલોમીટરની પાઈપલાઈન દ્વારા 42 ડેમ જળાશયોને છલકાવશે. ગુજરાતની સૌની યોજનાનો બીજો અને ત્રીજો તબક્કો ઑગસ્ટ, 2020 અને માર્ચ, 2021 સુધીમાં પૂરો કરાશે.

નેશનલ હાઇડ્રોલોજી પ્રોજેક્ટ હેઠળ હાથ ધરવામાં આવેલા વૉટર એફિશિયન્સી સર્વે 2019માં ગુજરાતનો અવ્વલ નંબર આવ્યો હોવાનું 18મી જાન્યુઆરી, 2020ના રોજ જાહેર કરાયું. કેન્દ્ર અને રાજ્ય સરકારના જળ વિભાગોના તેમના 2019 માટેના કાર્યક્ષમતાનાં લક્ષ્યાંકોને આધારે અપાયેલા અને જળ શક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા રેન્કિંગ મુજબ કાર્યક્ષમતાનાં લક્ષ્યાંકોના માપદંડો માટે ગુજરાત સર્વશ્રેષ્ઠ છે, જ્યારે રાજ્યની શ્રેણીમાં સૌથી નબળો દેખાવ રાજધાની દિલ્હીનો રહ્યો છે.
ઍવોર્ડ્સ અને સિદ્ધિઓ

નવીનીકરણીય ઉર્જાની કુલ સ્થાપિત ક્ષમતા વિશે ક્રિસિલ રિસર્ચનો અહેવાલ

ટોચના સ્થાને કર્ણાટક, તે પછી બીજા ક્રમે તામિલનાડુ અને ત્રીજા ક્રમે ગુજરાત.

વેબિનાર દરમ્યાન વર્ષ 2019-20 માટે FSSAI સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ જાહેર કરાયો;

ટોચના સ્થાને ગુજરાત, ગોવા, ચંદીગઢ

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા વર્ષ 2019-20 માટે બીજો સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ (એસએફએસઆઈ) જાહેર કરાયો, જેમાં મોટાં રાજ્યોની શ્રેણીમાં ગુજરાત ટોચના સ્થાને અને નાનાં રાજ્યોમાં ગોવા ટોચ ઉપર રહ્યું. આ ઈન્ડેક્સ પણ વેબિનાર દરમ્યાન જાહેર કરાયો હતો.

આ વેબિનાર 7મી જૂન, 2020ના રોજ વર્લ્ડ ફૂડ સેફ્ટી દિવસના પ્રસંગે ફૂડ સેફ્ટી ઈઝ એવરીવન્સ બિઝનેસ વિષય ઉપર યોજાયો હતો.

નીતિ આયોગે એક્સ્પોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્સ (ઈપીઆઈ) 2020 જાહેર કર્યો ઃ તમામ રેન્કિંગ્સમાં ગુજરાત ટોચ ઉપર

વધુ પાંચ રાજ્યો / કેન્દ્ર શાસિક પ્રદેશો વન નેશન વન રેશન કાર્ડ પ્લેટફોર્મ સાથે જોડાયાં, કુલ રાજ્યોની સંખ્યા 17 થઈ

ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવ

12 રાજ્યોમાં આ યોજના શરૂ થઈ ચૂકી છે, જેમાં આંધ્ર પ્રદેશ, ગોવા, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કેરળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા અને ત્રિપુરા સામેલ છે.

અમદાવાદ ફરી ભારતનું નંબર વન સ્માર્ટ સિટી બન્યું

---અમદાવાદના સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (એસસીડીએલ)ના કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટરે આ સિદ્ધિ હાંસલ કરવામાં લોકડાઉનના યોગ્ય અમલ અને દેખરેખ સાથે મહત્ત્વની ભૂમિકા ભજવી

-- 3500 કેમેરા દ્વારા જાપ્તો રખાયો

-- શાકભાજીનાં વાહનોની વ્યવસ્થા કરાઈ

-- વરિષ્ઠ નાગરિકોને હેલ્પલાઈન નંબર ‘155303’ અપાયો

-- નાગરિકોને કોરોના વાયરસ સામે લેવી પડતી સાવચેતીઓ બાબતે માહિતગાર કરવા શહેરમાં 38 સ્થળોએ સંદેશો દર્શાવતા સ્ક્રીન્સ મૂકાયાં

રાજકોટ, સુરત ફાઇવ સ્ટાર સિટીઝ

છ શહેરોને ફાઈવ સ્ટાર રેટિંગ અપાયું - અંબિકાપુર, રાજકોટ, સુરત, મૈસુર, ઈન્દોર અને નવી મુંબઈ, 141 શહેરોમાંથી 65 શહેરોને થ્રી સ્ટાર અને 70 શહેરોને વન સ્ટાર રેટિંગ અપાયું અને કચરા મુક્ત શહેરો માટે સ્ટાર રેટિંગ માટેનાં સુધારેલા પ્રોટોકોલ જાહેર કરાયા.

*આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MOHUA) દ્વારા 19મી મે, 2020ના રોજ કચરા મુક્ત શહેરો માટેનાં રેટિંગ જાહેર કરાયાં, જેમાં છ શહેરોને ફાઈવ સ્ટાર, 65 શહેરોને થ્રી સ્ટાર અને 70 શહેરોને વન સ્ટાર રેટિંગ અપાયું.

સ્વચ્છ સર્વેક્ષણ લીગ 2020: 10 લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં પ્રથમ ક્રમે ઈન્દોર, બીજા ક્રમે ભોપાલ અને ત્રીજા ક્રમે સુરત વિજેતા બન્યું.

જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી અને માધ્યમોમાં ખૂબ ચર્ચા થતી હતી તે, દેશમાં શાસનના દરજ્જા અંગેનો સ્કોચ રિપોર્ટ જાહેર કરાયો. પ્રાથમિક ડેટા અને તળિયાના સ્તરની દરમ્યાનગીરી ઉપર વધુ ભાર હોવાથી આ અહેવાલ વિશિષ્ટ બન્યો.

https://affairscloud.com/gujarat-secures-top-spot-the-skoch-state-of-governance-2019-ranking/

કૃષિગુજરાતે 10મી ઑગસ્ટ, 2020ના રોજ નાણાં વર્ષ 2021માં ખેડૂતોને થયેલા પાક નુકસાનનું વળતર આપવા માટે PMFBYને સ્થાને મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનાનો આરંભ કર્યો.

ગુજરાતમાં 25 મંડીઓ ઉમેરાઈ.

ઈ-નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ - ઈ-નામ પ્લેટફોર્મ હેઠળ મે, 2020 સુધીમાં સાત રાજ્યોની 200 નવી મંડીઓ ઉમેરાઈ હોવાનું નરેન્દ્ર સિંઘ તોમરે જણાવ્યું. તેમાં ગુજરાતની 25 મંડીઓ સામેલ છે.

અર્થતંત્ર અને વેપાર

ગુજરાતે સાતમી ઑગસ્ટ, 2020ના રોજ નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરી

પાંચ વર્ષ, રૂા. 40,000 કરોડ અપાશે. વાર્ષિક ખર્ચ 8000 કરોડ રૂપિયા. નક્કી કરેલી એફસીઆઈના 12% સબસિડી સ્વરૂપે અપાશે.

મહત્ત્વનાં ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. ઉદ્યોગકારો માટે લાંબા સમય ગાળા માટે જમીન ભાડાંમાં 50%નો ઘટાડો કરાયો.

જપાન, અમેરિકા, યુકે, જર્મનીનાં જે એકમોને ચીનથી પોતાનાં કામકાજ આટોપીને ગુજરાતમાં લાવવાં હોય તેમને સમજૂતી કરાર સાથે સ્પેશિયલ માઈગ્રેશન પેકેજ અપાશે.

એમએસએમઈ : (રૂપિયામાં)

* 65 ટકા વિદેશમાં પેટન્ટ ધરાવતી ટેકનોલોજી લાવવા ઉપર સપોર્ટ પ્રાઈસ. 50 લાખ સુધીની સહાય.

* સરકાર સ્ટાર્ટ અપ્સ પાસેથી બજારના ભાવ કરતાં બમણા ભાવે સૌર ઉર્જા ખરીદશે.

*NITI સ્ટાર્ટ અપ્સ માટે સબસિડીની રકમ 20 લાખથી વધારીને 30 લાખ કરશે.

** રાજ્ય સરકાર હજુ સર્વિસ સેક્ટર માટે નવી નીતિ ઘડી રહી છે....

તેમાં સર્વિસ સેક્ટરને સબસિડી સાત ટકાથી વધારીને 35 ટકા કરાય તેવી સંભાવના.

રાજ્યમાં ખાનગી ઈન્ડસ્ટ્રિયલ પાર્કસ સ્થાપવા માટે ખાનગી ડેવલપર્સ અને આદિવાસી તાલુકાઓને એન્ડોર્સમેન્ટ ઈન્સેન્ટિવ અપાશે. ખાનગી ડેવલપરને રૂા. 30 કરોડ સુધીના સ્થાયી મૂડી રોકાણ ઉપર 25 ટકા પ્રોત્સાહન અપાશે.

ગુજરાત સરકારે એમએસએમઈને લૉન આપવા માટે એસબીઆઈ સાથે સમજૂતી કરાર કર્યા

નવું એમએસએમઈ એકમ સ્થાપવાના ધ્યેય સાથે બૅન્ક અરજી કર્યા તારીખથી 15 દિવસમાં ઉદ્યોગ સાહસિકને કાર્યકારી મૂડી આપશે.

ગુજરાતે 10મી ઑગસ્ટ, 2020ના રોજ 2020-21ના નાણાં વર્ષે ખેડૂતોને થયેલા પાકનુકસાન સામે વળતર આપવા માટે મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના શરૂ કરી, જે PMFBY - પ્રધાન મંત્રી ફસલ બીમા યોજનાનું સ્થાન લેશે. આ યોજના રૂા. 1800 કરોડની છે.

કોરોના વાયરસ (કોવિડ-19)ને કારણે સામાન્ય જીવન ઉપર પડેલી અસર સામે રાહત આપવા ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (એજીએસવાય) શરૂ કરી.

આ યોજના નાના વેપારીઓને લોન આપશે.

* ગિફ્ટ સિટી કંપની લિમિટેડ (GIFTCL) અથવા ગિફ્ટ સિટીના પ્રતિ શૅર રૂા. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 3.27 કરોડ શૅર્સ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (GURDCL)ને વેચવાનું એનસીએલટી દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું.

* ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ ગિફ્ટ સિટીમાં 50:50 હિસ્સો ધરાવે છે, જેમાં સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (એસઈઝેડ)ની બહુવિધ સેવાઓ તેમજ ઈન્ટરનેશલ ફાયનાન્સ સર્વિસીઝ સેન્ટર (આઈએફએસસી)નું બાંધકામ સામેલ છે.

* જુલાઈ, 2020 સુધી કંપનીનાં દેવાંનો મહત્તમ હિસ્સો ઉદય કોટકની દેખરેખ હેઠળ હતો. આઈએલએન્ડએફએસ બોર્ડના શૅરહોલ્ડર્સે રૂા. 90,000 કરોડના દેવાંમાંથી આશરે 50 ટકા હિસ્સો રિકવર કરવાની ખાતરી આપી હતી. પેનલે શૅરહોલ્ડર્સને એવી ખાતરી પણ આપી હતી કે અત્યંત જટિલ સ્થિતિમાં પણ આશરે રૂા. 45,000 કરોડ રિકવર થઈ શકશે.

ગુજરાત સરકારે એમએસએમઈ + ટેક્સ્ટાઈલ ઉદ્યોગ માટે રૂા. 1369 કરોડની ઓનલાઈન સહાય યોજના ”એટ વન ક્લિક” શરૂ કરી.

26મી જૂનના રોજ ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં આશરે 13000 જેટલાં લઘુ, નાનાં અને મધ્યમ એકમો (એમએસએમઈ) (એટલે કે એમએસએમઈ અને ટેક્સ્ટાઈલ ઉદ્યોગો) માટે રૂા. 1369 કરોડની ”એટ વન ક્લિક” યોજનાનું ઉદઘાટન કર્યું. રૂા. 768 કરોડ 12.247 એમએસએમઈ યુનિટોનાં બેન્ક એકાઉન્ટ્સમાં અને રૂા. 601 કરોડની સહાય... વડા પ્રધાનના આત્મ નિર્ભર ભારત પેકેજ હેઠળ, ફક્ત બે સપ્તાહમાં ગુજરાતમાં 1.3 લાખ યુનિટોની રૂા. 8200 કરોડની લોન અરજી સ્વીકારવામાં આવી. ગુજરાત સરકાર જાન હૈ તો જહાન હૈના ધ્યેય સાથે રાજ્યમાં અગાઉની સ્થિતિ પૂર્વવત્ સામાન્ય બનાવવા પ્રતિબદ્ધ છે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગિફ્ટ સિટી ખાતે એનએસઈ, બીએસઈ ઉપર રૂપિયા અને ડોલરના વાયદાનો આરંભ કરાવ્યો. આ સોદા ગિફ્ટ-આઈએફએસસી દ્વારા વિશ્વભરના તમામ વેપારીઓને તમામ ટાઈમ ઝોન્સમાં દરરોજ 22 કલાક માટે ઉપલબ્ધ બનશે.

ગિફ્ટ-આઈએફએસસી ટ્રેડિંગ માટે વૈશ્વિક સ્તરનો માહોલ પૂરો પાડે છે અને તેની ટેક્સ સિસ્ટમ પણ સ્પર્ધાત્મક છે. એટલે, એમ મનાય છે કે બિઝનેસનો મહત્તમ હિસ્સો અન્ય દેશોને જતો રહે છે, તે રૂપિયા-ડોલરના વાયદાના ટ્રેડિંગને કારણે ભારતને મળશે. આ સાથે, વિશ્વ કક્ષાના મોટા ટ્રેડર્સ ભારતમાં ટ્રેડિંગ શરૂ કરશે અને ભારતની આઈએફએસસી સમગ્ર વિશ્વ સાથે સંકળાશે.

ટેકનોલોજી

ગુજરાત સ્થિત મેકપાવર ભારતમાં પીપીઈ માટે દેશનું સૌપ્રથમ સ્વદેશી સીમ સીલિંગ મશીનનું ઉત્પાદન કરે છે.

12મી મે, 2020ના રોજ ગુજરાતમાં રાજકોટ ખાતે સીએનસી (કોમ્પ્યુટરાઈજ્ડ ન્યુમેરિક કન્ટ્રોલ)નું ઉત્પાદન કરતી કંપની મેકપાવર સીએનસી મશીન્સ લિમિટેડે ભારતનું સૌપ્રથમ સ્વદેશી હોટ એર સીમ સીલિંગ મશીન બનાવ્યું. આ મશીન પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (પીપીઈ) કિટ્સના ઉત્પાદનમાં વપરાય છે. ભારતીય બનાવટનું મશીન ઈન્ડિય મેડિકલ એસોસીએશન (આઈએમએ)ના ડોક્ટર્સના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવ્યું અને વિડિયો કોન્ફરન્સિંગ મારફતે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી દ્વારા તેનું અનાવરણ કરાયું.

ગુજરાત સરકારે ડચ ફ્લાઇંગ કાર મેકર PAL-V સાથે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા
અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટીટ્યુટ, કોવિડ19ને ધ્યાનમાં રાખીને પ્લાઝમા રિસર્ચ હાથ ધરનારી દેશની પ્રથમ સંસ્થા બની.

GBRCએ કોવિડ-19ના જીનોમની સિક્વન્સ ડિકોડ કરી

ગુજરાતની GBRC ઃ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (જીબીઆરસી) કોવિડ-19ની જીનોમ સિક્વન્સ ડિકોડ કરનારી ભારતની બીજી સંસ્થા બની; ત્રણ નવાં મ્યુટેશન્સ મળી આવ્યાં, કોવિડ-19ના વાયરસની પ્રથમ જીનોમ સિક્વન્સ બીજિંગ ખાતેના ચાઈના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (ચાઈના સીડીસી)એ 10મી જાન્યુઆરી, 2020ના રોજ શોધી હતી..

IITGN દ્વારા પરસ્પર સંવાદ સાધી શકાય તેવું કોવિડ-19 ડેશબોર્ડ વિકસાવવામાં આવ્યું, જેને નામ અપાયું “MIR AHD

IITGN દ્વારા લોકડાઉન બાદ 15મી મે, 2020ના રોજ કોવિડ-19ની લપેટમાં આવી ગયેલા લોકો માટે “MIR AHD Covid-19 Dashboard” નામે પરસ્પર સંવાદ સાધી શકાય તેવું ડેશબોર્ડ વિકસાવવામાં આવ્યું. આ ડેશબોર્ડ વહીવટદારો, હોસ્પિટલ્સ તેમજ સામાન્ય લોકોને નોવેલ કોરોનાવાયરસથી ચેપગ્રસ્ત અને તેના સંપર્કમાં આવેલા લોકો માટે પરીક્ષણનું આયોજન કરવા માટે મદદરૂપ બની શકે છે..

ગુજરાતમાં ગાંધીનગર ખાતે ઈન્ડિયા ફાર્મા એન્ડ મેડિકલ ડિવાઇસ 2020 કોન્ફરન્સની પાંચમી આવૃત્તિનું આયોજન થયું.
સામાજિકરાજ્યનો આઈસીડીએસ વિભાગ - લોકડાઉન દરમ્યાન બાળકોને મદદરૂપ થવા ગુજરાત સરકારે ઉંબરે આંગણવાડી નામે વિશિષ્ટ પહેલ શરૂ કરી.
KVIC ....‘કુંભાર સશક્તિકરણ યોજના’.....કેવીઆઈસી હેઠળ કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાતના કારીગરોને 100 ઈલેક્ટ્રિક પોટ્ટર્સ વ્હીલ્સ વહેંચી
રેલવે - હાઈવે- ઍર વે - વોટર વૅટ્રૅક્સ ઉપર ફાઈવ સ્ટાર હોટેલ સ્થાપનાર ગુજરાતું ગાંધીનગર રેલવે સ્ટેશન દેશનું સર્વપ્રથમ રેલવે સ્ટેશન હશે.
અમદાવાદ રેલવે સ્ટેશન, સેનિટાઈઝિંગ ટનલ સ્થાપનારું ભારતીય રેલવેનું પ્રથમ સ્ટેશન બન્યું.
રમતગમત અને મનોરંજન

ભારતે ફિફા અંડર સેવન્ટીન વીમેન્સ વર્લ્ડ કપ 2020નું યજમાન પદ સંભાળ્યું, સત્તાવાર સ્લોગન છે કિક ઑફ ધ ડ્રીમ.

યજમાન શહેરો ઃ ફિફા અંડર-17 માટે નક્કી કરાયેલાં પાંચ યજમાન શહેરોમાં અમદાવાદ (ગુજરાત), ભુવનેશ્વર (ઓડિશા), ગુવાહાટી (આસામ), કોલકતા (પશ્ચિમ બંગાળ) અને નવી મુંજબી (મહારાષ્ટ્ર) સામેલ છે.

ગુજરાતના ગીર અભ્યારણ્યમાં એશિયાટિક સિંહની વસ્તી પાંચ વર્ષમાં 29 ટકા વધી, પૂનમ અવલોકન સર્વે
પર્યાવરણ

વર્ષ 2020માં સોલર રૂફટોપનાં ઈન્સ્ટોલેશનમાં ગુજરાત દેશભરમાં ટોચના સ્થાને રહ્યું

ગુજરાતે સૂર્ય ગુજરાત (સૂર્ય ઉર્જા રૂફટોચ યોજના ગુજરાત) નામે યોજના જાહેર કરી ઃ આ યોજના રાજ્યમાં સોલર રૂફટોપની સવલત આપવા માટે જાહેર કરાઈ છે.

યોજનાનું લક્ષ્યાંક: વર્ષ 2019-20 સુધીમાં ઘરઆંગણાના બે લાખ કન્ઝ્યુમર્સને તેમજ વર્ષ 2021-2020 સુધીમાં આઠ લાખથી વધુ કન્ઝ્યુમર્સને સોલર રૂફટોચ સિસ્ટમ પૂરી પાડવાનું લક્ષ છે. આ યોજના માટે રૂા. 921 કરોડ ફાળવવામાં આવ્યાં છે.

ભારત કન્ઝર્વેશન ઓફ માઈગ્રેટરી સ્પેસીઝ ઓફ વાઇલ્ડ એનિમલ્સ અંગે કન્વેન્શનનું 13મું સીઓપી ગુજરાતમાં યોજશે.

ભારતના યજમાન પદે ગુજરાતમાં ગાંધીનગર ખાતે 17મી ફેબ્રુઆરીથી 22મી ફેબ્રુઆરી દરમ્યાન યુનાઈટેડ નેશન્સ એન્વાયર્મેન્ટ પ્રોગ્રામ (યુએનઈપી) યોજાશે. તેમાં 130 દેશોના પ્રતિનિધિઓ, પર્યાવરણવાદીઓ તેમજ આંતરરાષ્ટ્રીય સ્વૈચ્છિક સંગઠનો ભાગ લેશે.

--કોપ13 દ્વારા સુપર યર ફોર એન્વાયર્નમેન્ટ શરૂ કરાયું છે, એટલે કે 2020 પછી ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક માટે 2020.

ભારતીય સૈન્ય દળગુજરાતમાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બે દિવસની ડિફેન્સ કોન્ક્લેવ યોજાઈ. આ કોન્ક્લેવ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ), ગુજરાત તેમજ સોસાયટી ઓફ ઈન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરર્સ (એસઆઈડીએમ) દ્વારા સંયુક્તપણે યોજવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.