ETV Bharat / bharat

અમદાવાદથી છોટાઉદેપુર જતી એસ.ટી.બસમાં લાગી આગ

Breaking
Breaking
author img

By

Published : Feb 24, 2023, 6:22 AM IST

Updated : Feb 24, 2023, 10:44 PM IST

22:39 February 24

ડ્રાઇવરની સમય સૂચકતાથી મોટી જાન હાની ટળી

અમદાવાદ: અમદાવાદથી છોટાઉદેપુર જતી એસ.ટી.બસમાં છોટાઉદેપુરનાં દુમાલી ગામ પાસે આગ લાગી. ડ્રાઇવરની સમય સૂચકતાથી મોટી જાન હાની ટળી છે. મુસાફરોનો સામાન બળીને ખાક થઈ ગયો.

21:34 February 24

ખાંભાના ભાડ ગામમાં ભૂકંપ આવતા લોકો ઘર બહાર નીકળ્યા

અમરેલી: અમરેલી જિલ્લામાં સતત ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી હતી. 24 કલાક દરમ્યાન છઠ્ઠો ભુકંપનો આંચકો અનુભવાયો છે. 3.2 તીવ્રતાનો આંચકો 8:18 મિનિટે આવ્યો બાદ 8:20એ બીજો આચકો 2.4ની તીવ્રતાનો નોંધ્યો છે. ખાંભાના ભાડ ગામમાં ભૂકંપ આવતા લોકો ઘર બહાર નીકળ્યા હતા. ગીર જંગલના ગામડામાં ભૂકંપના આંચકા વધી રહ્યા છે.

21:07 February 24

7 ડિસેમ્બરના રોજ ચકચારિત બનાવ બન્યો હતો

સુરત: સુરતના ચોક બજાર વિસ્તારમાં સાત વર્ષની માસુમ પર દુષ્કર્મ કરવાને મામલે આરોપી મુકેશ પંચાલને નામદાર કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવામાં આવી છે. આ મામલે ગતરોજ આરોપી મુકેશ પંચાલને નામદાર કોર્ટ દ્વારા કસૂરવાર ઠરાવ્યો હતો. સરકાર પક્ષે વકીલે આરોપીને મહત્તમ મહત્તમ સજા કરવામાં આવે તેવી માંગ કરી છે. 7 ડિસેમ્બરના રોજ ચકચારિત બનાવ બન્યો હતો. આરોપી સામે પોલીસે ઝડપી ચાર્જશીટ ફાઈલ કરી હતી. કોર્ટની પ્રોસિડિંગ પણ ઝડપી ચાલવામાં આવી હતી. મકાનમાં આવેલા પેટી પલંગમાં મૃતદેહ છુપાવી દીધો હતો.

20:47 February 24

બીટ કોઈન પ્રકરણમાં આગામી દિવસોમાં ખુલાસા કરશે

જામનગર: જામનગરમાં જીતુ ગોરીયાએ ભુમાફિયા જયેશ પટેલ મુદ્દે પત્રકાર પરિષદ યોજી. જયેશ પટેલ અને તેના સાગરીતોએ જીતુ ગોરીયાની જમીન અને પ્લોટ પચાવી પાડ્યા છે. બીટ કોઈન પ્રકરણમાં આગામી દિવસોમાં ખુલાસા કરશે. આરાધનાધામ ફાયરિંગ પ્રકરણમાં મારુ નામ ખોટી રીતે ફિટ કરવામાં આવ્યું. વકીલ કિરીટ જોશીની હત્યા પહેલા તેની ઓફિસમાં ડ્રિન્ક કરવામાં આવ્યું હતું, હત્યા પહેલા કોણ ગયું હતું? વગેરે મુદ્દાની ફરી તપાસ કરવામાં આવે છે.

20:42 February 24

છેલ્લા એક મહિનાથી સાફ-સફાઈ ન થતા લોકોમાં આક્રોષ

જામનગર: ધ્રોલમાં આવેલ મેમણ ચોક વાણંદ શેરી સહિત વિસ્તારમાં સ્વછતાને નામે મીંડું જોવા મળ્યું. એક મહિનાથી મેમણ ચોક વાણંદ શેરી સહિત વિસ્તારમાં સફાય કામગીરી ન કરવામાં આવતી હોવાના આક્ષેપ છે. નગરપાલિકાએ રજુઆતો કરવા છતાં સફાઈ કરવામાં આવતી નથી. નગરપાલિકા ખાતે રજુઆત કરવા પહોંચે ત્યારે ચીફ ઓફિસર હાજર નથી હોતા. ચીફ ઓફિસર રોજ બપોર પછી આવતા હોવાના આક્ષેપ લગાડવામાં આવ્યા છે.

20:13 February 24

અન્ય એક ઈસમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કરાયા

પાટણ: રાધનપુરના કલ્યાણપુરા પાટીયા પાસેથી દેશી બનાવટના બે તમંચા સાથે એક શખ્સને SOG પોલીસે ઝડપ્યો. રાવળ પ્રકાશ પાસેથી બે તમંચા મળી આવ્યા હતા આ ઉપરાંત અન્ય એક ઈસમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

18:45 February 24

43 વર્ષીય શમસુદ્દી નામના ડ્રગ પેડલરની ધરપકડ કરી

મહારાષ્ટ્ર: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના યુનિટ 11એ ગોરેગાંવના સંતોષ નગરમાંથી 43 વર્ષીય શમસુદ્દી નામના ડ્રગ પેડલરની ધરપકડ કરી. તેની પાસેથી આશરે રૂપિયા 11 લાખની કિંમતની એમડી ડ્રગ્સ જપ્ત કરી હતી. તેને આજે 27મી ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

17:29 February 24

આ ગુન્હામાં કુલ 5 આરોપીઓ ઝડપાયા

રાજકોટઃ રાજ્યવ્યાપી લગ્ન સહાય યોજના મામલે રાજકોટ ક્રાઈમબ્રાન્ચ દ્વારા આ કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. લલિત કાંતિભાઈ વઘાસિયા, રેખા લલિત વઘાસિયા, સુરેશ જયંતીભાઈ ડોબરિયાની ધરપકડ કરાઈ. અત્યાર સુધી આ ગુન્હામાં કુલ 5 આરોપીઓ ઝડપાયા છે.

16:17 February 24

66,500 ની ચોરીની ફરિયાદ નોંધાઈ

સાબરકાંઠા: ગુજરાતનું પ્રથમ ડિજિટલ ગામમાં પુંસરી ગામે ચોરીની ઘટના બની છે. તલોદ તાલુકાના પુંસરી ગામે પાર્લરની બે દુકાનોમાં ચોરી થઈ હતી. પાર્લરની બે દુકાનમાં નમકીન બિસ્કીટ સહિતની રોકડ રકમની ચોરીના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસ સ્ટેશનમાં 66,500 ની ચોરીની ફરિયાદ નોંધાઈ છે. ત્રણ શખ્સો બાઈક પર આવી ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા છે. તલોદ પોલીસ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

15:05 February 24

બ્લાસ્ટમાં બે થી વધુ લોકો ઇજાગ્રસ્ત

ભાવનગર: ભાવનગર શહેરની સુમિટોમો કમ્પનીમાં બ્લાસ્ટ થયું છે. બ્લાસ્ટમાં કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાની શંકા છે. MPP (મલ્ટી પ્રોડક્શન પ્લાન્ટ) પ્લાન્ટમાં બ્લાસ્ટ થયું છે. બે થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

14:14 February 24

ફોરવ્હીલ કાર ચાલકે બાળકીને અડફેટે લેતા મોત

સુરત: ગોડાદરા શિવ સાગર રેસીડેન્સીની ઘટના. દીકરી ઘર પાસે રમતી હતી તે વખતે ફોરવ્હીલ કાર ચાલકે એક નાની દીકરી પર ગાડી ચડાવી દીધી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું.

14:08 February 24

અમરેલી જિલ્લામાં વધુ એક ભૂકંપનો આંચકો, ભૂકંપની તીવ્રતા 3.1 નોંધાઈ

અમરેલી: જિલ્લામાં વધુ એક ભૂકંપનો આંચકો અનુભવાયો. ગઈ કાલે ત્રણ વખત ભૂકંપના આંચકા બાદ વધુ એક વખત આંચકો આવ્યો. ખાંભાના સાકરપરા ધજડી જીકીયાળી સહિત ગામડાઓમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપની તીવ્રતા 3.1 નોંધાઈ

09:43 February 24

સુરતના વડોદ ગામમાં 30 વર્ષીય યુવકનો આપઘાત

સુરત: પાંડેસરા વડોદ ગામમાં 30 વર્ષીય યુવકે આપઘાત કર્યો. છેલ્લા બે વર્ષથી સંચાના કારખાનામાં કામ કરતો હતો. યુવક 1 મહિના પેહલા જ ગામ ગયો હતો અને ચાર દિવસ જ ગામથી આવ્યો હતો. પોલીસે આ મામલે હાલ આપઘાત નો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

09:39 February 24

અમદાવાદ એરપોર્ટ પરથી 2.62 કરોડની દાણચોરી ઝડપાઈ

અમદાવાદ: એરપોર્ટ પરથી કરોડોની દાણચોરી ઝડપાઈ. બાળકના ડાયપરમાં સંતાડીને લવાયેલું 2.62 કરોડની કિમતનું ગોલ્ડનું પેસ્ટ મળ્યું. DRIએ 5 કિલો સોનું ઝડપીને કાર્યવાહી કરી હતી. DRIએ બે મહિલા સહિત 3ની ધરપકડ કરાઇ.

09:02 February 24

ફોરવ્હીલ ગાડી અને રિક્ષા વચ્ચે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત, ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે મૃત્યુ

વડોદરા: ફોરવ્હીલ ગાડી અને રિક્ષા વચ્ચે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત. ભાયલી વિસ્તારમાં બનેલી અકસ્માતની ઘટનામાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે મૃત્યુ નિપજયાં ની પ્રાથમિક વિગત. પોલીસ પહોંચી ઘટનાસ્થળે, મૃતદેહ ને પોસ્ટમોર્ટમ અર્થે SSGH ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઇ.

09:00 February 24

ભાવનગરના મહુવામાં બાળમજૂરીને પગલે નોંધાઇ ફરિયાદ

ભાવનગર: મહુવામાં બાળમજૂરીને પગલે નોંધાઇ ફરિયાદ, શ્રમ અધિકારીએ નોંધાવી ફરિયાદ,મહુવાના આર એમ ફૂડસ માલિક સામે ફરિયાદ. બાળમજૂરીના કાયદા હેઠળ ફરિયાદ નોંધાઈ, ચાર બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા.

08:59 February 24

છત્તીસગઢમાં ટ્રેક અને પીકઅપ માલ ગાડી વચ્ચે અકસ્માત, 11 લોકોના મોત

છત્તીસગઢના ભાટાપરાના ખમરિયા ગામમાંથી ટ્રેક અને પીકઅપ માલ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 11 લોકોના મોત થયા છે. જેમાં લગભગ 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

06:12 February 24

Breaking : આજે વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ સરકારનું નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ થશે

આજે વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ સરકારનું નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ થશે. નાણાપ્રધાન કનુ દેસાઇ વિધાનસભામાં બીજી વખત બજેટ રજૂ કરશે. કનુ દેસાઇએ જણાવ્યું હતું કે આ બજેટ ખેડૂત, યુવાનો અને મહિલાઓ માટે સારૂં રહેશે. જેને લઈને લોકો મોટા ભાગના ક્ષેત્રમાં રાહતની ઝંખના રાખીને બેઠા છે. ચૂંટણીમા ભાજપની જીત થઈ છે જેને લઈને લોકોની પણ ખાસ આ બજેટમાં આશા વધી છે. મંદી, મોંઘવારી અને બેરોજગારી જેવી સમસ્યાથી પરેશાન તમામ વર્ગના લોકો હાલ બજેટમા આશા જોઈ રહ્યા છે.

Last Updated : Feb 24, 2023, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.