ETV Bharat / bharat

સુરતમાં લુંટ અને અપહરણની ઘટનામાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપ્યા - GUJARAT BREAKING NEWS

Breaking News: આર્જેન્ટિનામાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

author img

By

Published : Jan 21, 2023, 6:38 AM IST

Updated : Jan 21, 2023, 7:41 PM IST

19:35 January 21

ઈસમોએ ટ્રક ચાલકને તમંચાની અણીએ બંધક બનાવી કરી હતી લુંટ

સુરત: પીપોદરા નજીક બનેલ લુંટ અને અપહરણની ઘટનાનો ભેદ ઉકેલાયો. સુરત ગ્રામ્ય પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લીધા. ઈસમોએ ટ્રક ચાલકને તમંચાની અણીએ બંધક બનાવી,અપહરણ કરી ઘટનાને અંજામ આપ્યો હતો. કાપડના પાર્સલોની લુંટ કરી હતી. પોલીસે તમચો,ચપ્પુ કાપડ,ટ્રક,કન્ટેનર,મોબાઈલ,રોકડા મળી ટોટલ ૧,૦૮,૫૨,૮૧૮ નો મુદ્દામાલ જપ્ત કર્યો.

19:17 January 21

કેનાલમાં ડૂબી જનાર બંને છોકરા વીરપુરના લીંબરવાડા ગામના છે

મહીસાગર: મહીસાગરના સુજલામ સુફલામ કેનાલમાં 2 છોકરા ડૂબ્યા. વીરપુરના ગધારી નજીક પસાર થતી કેનાલમાં ડૂબ્યા. કેનાલમાં ડૂબી જનાર બંને છોકરા વીરપુરના લીંબરવાડા ગામના હોવાનું અનુમાન છે. ગામ લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઇ છે.

18:38 January 21

યુવાનોમાં ડ્રગ્સનાં દુષણ પ્રત્યેની જાગૃતતા આવે તેના માટે મેરેથોનનું આયોજન

અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ દ્વારા નાઈટ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાનોમાં ડ્રગ્સનાં દુષણ પ્રત્યેની જાગૃતતા આવે તેના માટે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું. 5, 10 અને 21 કિલોમીટરની મેરેથોનનું આયોજન. વિજેતાઓને 15 હજારથી એક લાખ સુધીનું ઇનામ આપવામાં આવશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય પ્રધાન ગૃહ સંઘવી મેરેથોનને દોડને પ્રસ્થાન કરાવશે. એક લાખ લોકો નાઈટ હાફ મેરેથોનમાં ભાગ લેશે.

18:24 January 21

ટીમ ઈન્ડિયા 2-0થી આગળ થઈ ગઈ છે અને સીરીઝ જીતી લીધી છે

રાયપુર: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વનડે સીરીઝની બીજી મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું છે. કેપ્ટન રોહિત શર્માની 51 રનની ઇનિંગ અને શુભમન ગિલના અણનમ 40 રનની મદદથી ભારતે આ વિજય નોંધયો છે. 3 મેચની સીરીઝમાં ટીમ ઈન્ડિયા 2-0થી આગળ થઈ ગઈ છે અને સીરીઝ જીતી લીધી છે.

18:16 January 21

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વનડે સીરીઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાની બીજી વિકેટ પડી

રાયપુર: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વનડે સીરીઝની બીજી મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાની બીજી વિકેટ પડી, વિરાટ કોહલી આઉટ થયો છે. મેચ પુરી થાય તે પહેલા જ ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલી માત્ર 11 રન બનાવીને મિશેલ સેન્ટનરનો શિકાર બન્યો. આ સાથે જ ભારતનો સ્કોર 98/2 થઈ ગયો છે.

18:08 January 21

ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ સહિત શહેરના તમામ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ

સુરત: આગામી 23 અને 24ના રોજ ગુજરાત ભાજપની કારોબારી બેઠક યોજાશે. સુરેન્દ્રનગર ખાતે મળનારી બે દિવસીય કારોબારી બેઠક. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની સુરત ખાતે પત્રકાર પરિષદ સંબોધી જાણકારી આપી. ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ સહિત શહેરના તમામ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.

17:59 January 21

ટીમ ઈન્ડિયાની પહેલી વિકેટ પડી, રોહિત શર્મા થયો આઉટ

રાયપુર: ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડેમાં 50 પુરા કર્યા છે. રોહિતે માત્ર 47 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ODI ક્રિકેટમાં આ તેની 48મી અડધી સદી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 13 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વિના 71 રન સુધી પહોંચી ગયો છે. જીતવા માટે 38 રનની જરૂર છે.

17:52 January 21

ટીમ ઈન્ડિયાનો સ્કોર 72ને પાર થઈ ગયો

રાયપુર: ટીમ ઈન્ડિયા રાયપુર વનડેમાં સરળતાથી જીત તરફ આગળ વધી રહી છે. માત્ર 10 સ્કોરમાં ભારતનો સ્કોર એકપણ વિકેટ ગુમાવ્યા વિના 72 રન પર પહોંચી ગયો છે. કેપ્ટન રોહિત શર્મા 51, શુભમન ગિલ 20 રને છે. રોહિત શર્માએ અત્યાર સુધી 5 ફોર અને 2 સિક્સર ફટકારી છે.

17:47 January 21

જેતપુરમાંથી પસાર થતી ભાદર કેનાલને લાલ કરી દીધી

રાજકોટ: રાજકોટના જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બની ગયા છે. જેતપુરમાંથી પસાર થતી ભાદર કેનાલને લાલ કરી દીધી. ભાદર 1 ડેમની મેઇન કેનાલમાં કલર કેમિકલ ઠાલવવામાં આવ્યું. સિંચાઇ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી.

17:44 January 21

બાજરીની વાનગીઓની અનોખી કૂકીંગ કોમ્પિટિશન યોજાઈ

બોટાદ: આંતરાષ્ટ્રીય બાજરા વર્ષ જાહેર કરાતા અનોખું આયોજન કરવામાં આવ્યું. રાજ્યના સંયુક્ત કમિશનરની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના દ્વારા વિશેષ કુકીંગ સ્પર્ધા યોજાઈ. Milet જાડા ધાન બાજરીની વાનગીઓની અનોખી કૂકીંગ કોમ્પિટિશન યોજાઈ. બાળકોને બાજરા જુવાર રાગી જેવા જાડા ધાનનો પોષણ યુક્ત ઉમદા ખોરાક મળી રહે તે માટે વિશેષ સ્પર્ધા યોજવામાં આવી.

17:40 January 21

આરોપીનું કૃત્ય ફકત કોઇ વ્યકિત વિરૂધ્ધનું નહીં પરંતુ સમગ્ર સમાજ વિરૂધ્ધનું

મહીસાગર: મહીસાગરના લુણાવાડામાં લાંચ લેતા ઝડપાયેલ મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારીની જામીન અરજી કોર્ટે ફગાવી. આવા આરોપીને જામીન મુક્ત કરવામાં આવે તો લાંચીયા કર્મચારીઓની હિંમતમાં વધારો થાય. આરોપીનું કૃત્ય ફકત કોઇ વ્યકિત વિરૂધ્ધનું નહીં પરંતુ સમગ્ર સમાજ વિરૂધ્ધનું છે. મહીસાગર જિલ્લામાં શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રકાશભાઈ નટવરલાલ મોદીએ 20,000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા. શિક્ષકના એમ્પ્લોયમેન્ટ નંબર માટે લાંચ માંગી હતી.

17:26 January 21

કોઈ વિકેટ ગુમાવ્યા વિના ટીમ ઈન્ડિયાના 33 રન

રાયપુર: ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સમાં 7 ઓવર પૂરી થઈ ગઈ છે અને સ્કોર કોઈ વિકેટ ગુમાવ્યા વિના 33 રન છે. કેપ્ટન રોહિત શર્મા 22 અને શુભમન ગિલ 11 રને રમિ રહ્યા છે. ભારતને જીતવા માટે હજુ 80 રનની જરૂર છે.

17:06 January 21

પાલીતાણા રોડ પર શાળાની વિદ્યાર્થીનિઓ નીકળતા કરતો ચેનચાળા

ભાવનગર: ગારીયાધારમાં જાહેરમાં ચેનચાળા કરતો યુવાન ઝડપાયો. પાલીતાણા રોડ પર શાળાની વિદ્યાર્થીનિઓ નીકળતા ચેનચાળા કરતો હતો. ઈશારા અને બીભત્સ શબ્દ બોલતા 19 વર્ષનો યુવાન ઝડપાયો છે. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

16:43 January 21

આરોપી સુરત શહેરના ટોપ-15 નાસ્તા ફરતા આરોપી પૈકીનો એક હતો

સુરત: ઠગાઈના ગુનામાં સંડોવાયેલા આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઉતર પ્રદેશથી ઝડપી પાડ્યો હતો. આરોપી સુરત શહેરના ટોપ-15 નાસ્તા ફરતા આરોપી પૈકીનો એક હતો અને તે છેલ્લા 26વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ હતો. આરોપીને પકડવા માટે સુરત પોલીસ કમિશનરે પોલીસની ટીમને 5 હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

16:16 January 21

ટીમ ઈન્ડિયાએ આ મેચ અને સિરીઝ જીતવા માટે માત્ર 109 રન બનાવવા પડશે

રાયપુર: ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય બોલિંગ સામે ન ટકી શકી. માત્ર 108ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. એટલે કે ટીમ ઈન્ડિયાએ આ મેચ અને સિરીઝ જીતવા માટે માત્ર 109 રન બનાવવા પડશે. ટીમ ઈન્ડિયા તરફથી આ મેચમાં મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ ઝડપી હતી, તેની સાથે હાર્દિક પંડ્યા અને વોશિંગ્ટન સુંદરને 2-2 વિકેટ મળી હતી.

16:10 January 21

ન્યુઝીલેન્ડની વિકેટ સતત પડતા સ્કોર થયો 105/9

રાયપુર: ન્યુઝીલેન્ડની વિકેટ સતત પડતી રહી છે અને વોશિંગ્ટન સુંદરે વધુ એક સફળતા અપાવી છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 105/9 થઈ ગયો છે, વોશિંગ્ટનને લોકી ફર્ગ્યુસન 33.1 બોલમાં કેચ આઉટ થયો હતો.

16:01 January 21

ન્યૂઝીલેન્ડનો સ્કોર 31.1 ઓવરમાં 103/8 થઈ ગયો

રાયપુર: ન્યૂઝીલેન્ડની હાલત હવે ખરાબ થઈ રહી છે અને 103ના સ્કોર પર 8 વિકેટ પડી ગઈ છે. વોશિંગ્ટન સુંદર ગ્લેન ફિલિપ્સને વોક કરે છે, તે 36 રન બનાવીને આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડનો સ્કોર 31.1 ઓવરમાં 103/8 થઈ ગયો છે.

15:49 January 21

છેલ્લી 11 ઓવરમાં કોઈ વિકેટ પડી નથી

રાયપુર: 6 વિકેટ પડી ગયા બાદ ન્યૂઝીલેન્ડની ટીમ હવે થવા લાગી છે. ગ્લેન ફિલિપ્સ અને મિશેલ સેન્ટનર વચ્ચે અત્યાર સુધી 42 રનની ભાગીદારી થઈ છે. છેલ્લી 11 ઓવરમાં કોઈ વિકેટ પડી નથી અને ન્યૂઝીલેન્ડનો સ્કોર 29 ઓવરમાં 98/6 થઈ ગયો છે.

15:19 January 21

મોહમ્મદ શમીએ માઈકલ બ્રેસવેલની વિકેટ લીધી

રાયપુર: ભારતીય ટીમને વધુ એક સફળતા મળી છે. મોહમ્મદ શમીએ માઈકલ બ્રેસવેલની વિકેટ લીધી અને તેને 22 રન પર આઉટ કર્યો. આ સાથે ન્યૂઝીલેન્ડનો સ્કોર 18.3 ઓવરમાં 56/6 થઈ ગયો છે.

15:15 January 21

ગાંધીનગર કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય

ગાંધીનગર: ગાંધીનગરમાં મિલકત વેરામાં વધારો થયો. મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયો. રહેણાંક હેતુની મિલકતમાં પ્રતિ ચોરસ મીટરે રૂપિયા 5નો વધારો કરવામાં આવ્યો. કોમર્શિયલ હેતુની મિલકતમાં પ્રતિ ચોરસ મીટરે રૂપિયા 10નો વધારો કરાયો. મિલકતની ટ્રાન્સફર ફી માં વધારો કરવામાં આવ્યો.

14:34 January 21

ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે ન્યૂઝીલેન્ડને પાંચમો ઝટકો આપ્યો

રાયપુર: ભારતીય ટીમે માત્ર 15 રનના સ્કોર પર ન્યૂઝીલેન્ડની અડધી ટીમને પેવેલિયન મોકલી દીધી હતી. ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે પાંચમો ઝટકો આપ્યો હતો. તેના બોલ પર કિવી ટીમના કેપ્ટન ટોમ લાથમ 17 બોલમાં એક રન બનાવીને કેચ આઉટ થયો હતો.

14:22 January 21

પંડ્યાએ તેના જ બોલ પર ડેવોન કોનવેને કેચ આઉટ કર્યો

રાયપુર: ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 15 રનના સ્કોર પર ન્યૂઝીલેન્ડની ટીમને ચોથો ઝટકો આપ્યો હતો. પંડ્યાએ તેના જ બોલ પર ડેવોન કોનવેને કેચ આઉટ કર્યો હતો. કોનવેએ 16 બોલમાં 7 રન બનાવ્યા હતા.

14:19 January 21

SOG દ્વારા રેડ કરી 16 લાખની ઈ સિગારેટનો જથ્થા ઝડપાયો

સુરત: સુરતના અડાજણ વિસ્તાર માંથી લાખો રૂપિયાની ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો. SOG દ્વારા રેડ કરી 16 લાખની ઈ સિગારેટના જથ્થા સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

13:58 January 21

અંદાજે 100 કરોડની લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ

વડોદરા: લેન્ડગ્રેબિંગની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચ અને મામલતદાર ઓફિસ તરફથી તાપસ શરૂ થઈ. ક્રાઈમ બ્રાન્ચ અને મામલતદારની ટીમ વ્હાઇટ હાઉસ પર આવી પોહચી. અંદાજે 100 કરોડની લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે. તપાસનો ધમધમાટ શરૂ થતા જ ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. લેન્ડગ્રેબિગના મુખ્ય આરોપી સંજયસિંહ પરમારને સાથે રાખી ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી. તમામ જમીનોની તપાસ કરાઈ રહી છે. ચોકસાઈ અને હાલ આરોપી સંજય ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં છે. રેવન્યુ અધિકારીઓ દ્વારા જગ્યાની ખરાઈ કરાઈ રહી છે.

13:43 January 21

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વનડે સીરીઝની બીજી મેચ રાયપુરમાં

રાયપુર: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વનડે સીરીઝની બીજી મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યો હતો. ટોસ જીત્યા પછી રોહિતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.

13:10 January 21

જમ્મુ-કાશ્મીર પોલીસ દરેક જગ્યાએ તૈનાત કરવામાં આવી

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના નરવાલ વિસ્તારમાં આજે બે બ્લાસ્ટમાં છ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે બે વિસ્ફોટ થયા છે. આ વિસ્તારમાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. જમ્મુ-કાશ્મીર પોલીસ દરેક જગ્યાએ તૈનાત કરવામાં આવી છે.

12:48 January 21

આ આયોજન સુરત ડિસ્ટ્રિકટ ટેબલ ટેનિસ એસોસિયેશન દ્વારા કરવામાં આવ્યું

સુરત: સુરતમાં નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન સુરત ડિસ્ટ્રિકટ ટેબલ ટેનિસ એસોસિયેશન દ્વારા કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં 1800 કરતાં વધુ ખેલાડીઓએ પ્રવેશ મેળવ્યો છે. આ આયોજન 23 થી 28 જાન્યુઆરી સુધી રમાડવામાં આવશે. તે ઉપરાંત ટેબલ ટેનિસ ખિલાડી હરમિત અને ક્રિત્વિકા સિંહા રોયની પતિ-પત્નીની જોડી પણ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. સુરતનો માનવ ઠક્કર, ફેનાઝ છિપીયા અને ફિલઝાહ ફાતીમા કાદરી પણ ભાગ લેશે. જોકે આ પેહલા પ્રથમ યુટીટી નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપ તાજેતરમાં વડોદરા ખાતે યોજાઇ હતી.

12:43 January 21

વિદેશી દારૂની હેરફેર કરતો આઇસર ટ્રક પોલીસે ઝડપી પાડ્યો

પોરબંદર: કુતિયાણામાં ચોખાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરફેર કરતો આઇસર ટ્રક પોલીસે ઝડપી પાડ્યો. મેકડોનાલ્ડ હાઈ નંબર વન કલેક્શન વિસ્કી ની 1,764 બોક્સ તથા રોયલ ચેલેન્જ વિસ્કી ની બોટલો નંગ 312 બોક્સ તથા ઓલ સિઝન કલેક્શન વિસ્કીની બોટલ 288 બોટલ અને ટાટા આઇસર ટ્રક અને ચોખાના 21 બાચકા સહિત કુલ ૧૫ લાખ ૪૭,460 નો મુદ્દા માલ ઝડપાયો છે. કુતિયાણા પોલીસે ટ્રક કોની માલિકીનો છે અને ક્યાંથી આવ્યો હતો અને દારૂ કોને મંગાવ્યો હતો તેની પુછપરછ હાથ ધરી છે.

12:36 January 21

તપાસ કમિટીએ 1 માસ બાદ પણ રિપોટ હજુ સુધી આરોગ્યપ્રધાનને નથી પહોંચાડ્યો

અમરેલી: અમરેલી શહેરની શાંતા બા જનરલ હોસ્પિટલમાં અંધાપા કાંડનો મામલો સામે આવ્યો છે. તપાસ કમિટીએ 1 માસ બાદ પણ રિપોટ હજુ સુધી આરોગ્યપ્રધાનને નથી પહોંચાડ્યો. અંધાપા કાંડ મામલે હજુ સુધી રિપોટ ન મળ્યો હોવાનું આરોગ્ય પ્રધાને સ્વીકાર્યું. ઋષિકેશ પટેલે કહ્યું મારા સુધી રિપોટ આવ્યા બાદ કસુરવારો સામે પગલાં ભરીશું. 1 માસ બાદ પણ તપાસ કમિટી દ્વારા રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલને રિપોટ સોંપ્યો નથી. મોટી સંખ્યામાં અંધાપા કાંડમાં લોકોની આંખો માંથી રોશની નહિ આવતા રોષ ફેલાયો હતો.

12:28 January 21

શની મંદિરે શની અમાસ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા

દ્વારકા: દ્વારકા જિલ્લામાં આવેલ પ્રાચીન શની મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. હાથલા ગામે આવેલ પ્રાચીન શની મંદિરે આજ-રોજ શનીવાર અને અમાસનો સંગમ શની અમાસ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શની મારાજના દર્શન કરવા આવી પહોંચ્યા હતા. હાથલા ખાતે આવેલ શની ભગવાનનું જન્મ સ્થળ મનાઇ છે. અહી ભગવાન શ્રી શની મારાજના દર્શન કરવાથી લોકો તેમના દુઃખ માંથી મુક્તિ મેળવી શકે છે. માન્યતા મુજબ અહીં ભક્તો પનોતી ઉતારવા આવતા હોઈ છે, ત્યારે અહી શનિદેવ સહિત અહીં નવગ્રહોના પણ દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવતા હોય છે.

12:23 January 21

ખેડૂતોએ કેનાલમાં ઉતરી વિરોધ પ્રદર્શન કર્યો

પાટણ: હારીજ તાલુકાના કુકરાણાથી પસાર થતી માઇનોર કેનાલમાં પાણી છોડવા માંગ કરવામાં આવી. ખેડૂતોએ કેનાલમાં ઉતરી વિરોધ પ્રદર્શન કર્યો. નર્મદા વિભાગના અધિકારીઓ ખેડૂતોને પૂરતું પાણી નથી આપતા. તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

12:14 January 21

આજે મોરબીની સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજીની સુનવણી થઈ હતી

મોરબી: ઝૂલતા પુલ દુર્ઘટના મામલે જયસુખ પટેલની આગોતરા જામીન અરજી આગામી 1 તારીખે સુનવણી કરવામાં આવશે. પોલીસ દ્વારા મુદત માંગવામાં આવી છે. આજે મોરબીની સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજીની સુનાવણી હતી. પોલીસ દ્વારા સમય માંગવામાં આવતા કોર્ટે આગામી સુનવણી પહેલી તારીખ પર રાખી છે. મૃતકોના પરિવાર વતી એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા એ જામીન અરજીની સુનવણી સમયે પોતાને સાંભળવા માટે અરજી કરી. કોર્ટ અરજી મંજુર કરી આગામી સુનવણીમાં તેમને તક આપવામાં આવશે.

12:09 January 21

તલોદ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે પોસ્કો ગુનો નોંધાયો

સાબરકાંઠા: સાબરકાંઠામાં બે અગ્રણીઓ સામે રાજસ્થાનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તલોદ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે પોસ્કો ગુનો નોંધાયો છે. આબુરોડના શિરોહીમાં ગુનો નોંધાયો. ધારાસભ્ય અને સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશભાઈ પટેલ સહિત અન્ય બે લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. 2020માં બનેલા ગુનાની ફરિયાદ નોંધાઈ. પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા ખળભડાટ મચી ગયો છે.

11:36 January 21

ભણશે ગુજરાત નહિ પણ અહિ તો ધક્કે ચડ્યુ આવનારુ ગુજરાત જોવા મળ્યુ

સાબરકાંઠા: ઈડર તાલુકાની ખાનગી શાળાના બાળકોએ ઈકો ગાડીને માર્યા ધક્કા. મુડેટી ખાતે આવેલ ખાનગી રચના પ્રાથમિક શાળાના બાળકોએ શાળા છુટ્યા બાદ ધક્કા માર્યા. ભણશે ગુજરાત નહિ પણ અહિ તો ધક્કે ચડ્યુ આવનારુ ગુજરાત જોવા મળ્યુ છે. નાના ફુલ જેવા બાળકો પાસે ગાડી ચાલકે ધક્કા મરાવ્યા. શાળાથી છુટ્યા બાદ ઈકો કારને બાળકોએ ધક્કા માર્યા. સલામતી માટે બાળકોને ખાનગી કારમા મોકલવામાં આવે છે સામે બાળકો કારને ધક્કા મારી રહ્યા છે.

11:07 January 21

રશિયાથી ગોવા આવતા ચાર્ટર્ડ પ્લેનમાં ધમકી મળી

ગોવા: રશિયાથી ગોવા આવતા ચાર્ટર્ડ પ્લેનમાં ધમકી મળી, ફ્લાઈટ ઉઝબેકિસ્તાને ડાયવર્ટ કરી

11:01 January 21

ખોડલધામ કાર્યક્રમમાં CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા, માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા

ખોડલધામ (રાજકોટ): રાજકોટના ખોડલધામ ખાતે આજથી શરૂ થયેલ કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા, ખોડલધામ ખાતે પહોંચ્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા, આશીર્વાદ બાદ CM ભુપેન્દ્ર પટેલ અને નરેશ પટેલ સહિતના સાથી મંત્રી દ્વારા ધ્વજ ચડાવવામાં આવ્યો, આજે ખોડલધામ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે, ખોડલધામ ની સ્થાપના ના છ વર્ષ પૂર્ણ કરી સાતમા વર્ષમાં મંગલ પ્રવેશતા ની સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો, કાર્યક્રમની અંદર સન્માન, લોક ડાયરો સહિતના વિવિધ કાર્યક્રમો આજે યોજાશે

09:57 January 21

અમરેલીમાં નીલગાયને મોતને ઘાટ ઉતારી અસામાજિક તત્વોએ સુપ બનાવી ભોજન કર્યું , DCFએ તપાસના આદેશ આપ્યા

અમરેલી: વન્યપ્રાણીને મોતને ઘાટ ઉતારી "છરા" વડે શિકાર કર્યાની તસ્વીર સામે આવતા ચકચાર મચી, નીલગાયને મોતને ઘાટ ઉતારી સુપ બનાવી ભોજન પણ કર્યું હતું , રાજુલા તાલુકાના ડુંગર ગામ નજીક શિકારી પ્રવુતિ વધતા વનવિભાગ એલર્ટ DCFએ તપાસના આદેશ આપ્યા

08:41 January 21

પોલીસ જાસૂસી કાંડમાં સામે આવ્યા બે બુટલેગરોને નામ

ભરૂચ: ભરૂચ માં થયેલ પોલીસ જાસૂસી કાંડમાં સામે આવ્યા બે બુટલેગરોને નામ, SMC ની ટીમ દરોડો પાડવા મધ્યગુજરાતમાં એન્ટ્રી લેતા જ બુટલેગરોને કરી દેવાતા હતા વાકેફ, બે અઢી વર્ષ પેહલા દરોડા દરમિયાન બુટલેગર આ બન્ને કોન્સ્ટેબલ અશોક સોલંકી અને મયુર ખુમાનના સંપર્કમાં આવ્યા.

08:40 January 21

કામરેજ થી સુરત જતાં રસ્તા પર બસ ચાલકે બાઈકને ટક્કર મારી, બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત

સુરત બ્રેક: કામરેજ થી સુરત જતાં રસ્તા પર બની હિટ એન્ડ રનની ઘટના, મેલડી માતાના મંદિર નજીક અજાણ્યા બસ ચાલકે બાઈકને ટક્કર મારી, બાઈક ચાલક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી, બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું, બાઈક ચાલક યુવક નનસાડ ગામનો હોવાનું જાણવા મળ્યું

06:34 January 21

સુરતમાં એકલા રહેતા આધેડની હત્યા, પોલીસે તપાસ શરુ કરી

સુરત : ઝાંપા બજાર માં 55 વર્ષીય આધેડની હત્યાં કરાઈ. ઝાંપા બજાર વિસ્તાર માં ફ્લેટ માં એકલા રહેતા આધેડ પર હુમલો થયો. 55 વર્ષીય સમદ મોહમ્મદ ની તેમના ફ્લેટ માં હત્યાં કરવામાં આવી. ઘરમાં આધેડ એકલા હતા ત્યારે હત્યાં કરી આરોપી ફરાર. મૃતક મસાજ નો ધંધો કરતા હતા. હત્યાં કેમ અને કોણે કરી એ મામલે મહિધરપુરા પોલીસે તપાસ શરુ કરી.

06:22 January 21

આર્જેન્ટિનામાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

આર્જેન્ટિના: આર્જેન્ટિનામાં ભૂકંપના આંચકા અનુૂભવાયા છે, રિક્ટર સ્કેલ પર 6.5ની તીવ્રતા જોવા મળી છે.

Last Updated : Jan 21, 2023, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.