સુરત: રાજસ્થાનના મુખ્યપ્રઘાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહેલોત સુરતના પ્રવાસે આવ્યા છે. તેમણે શહેરના પુણાગામ કિરણ ચોક ખાતે જનસભા સંબોધી છે. જોકે, આ જનસભામાં ગણતરીના લોકો જ ઉપસ્થિત રહ્યા હતા. મોદી જે કહ્યું કે, 70 વર્ષમાં કોંગ્રેસને શું કર્યું? તેમનો જવાબ આપતા તેમણે કહ્યું કે, 70 વર્ષમાં કોંગ્રેસે લોકતંત્ર જીવિત રાખ્યું તે તમે વડાપ્રધાન બની શક્યા, આપ દેશ વિદેશમાં ફરો છો ત્યારે તમારો સન્માન કરવામાં આવે છે કારણ કે, તમે ગાંધીના દેશથી આવો છો. ગાંધીજી ગુજરાતના પોરબંદરથી હતા એ માટે તમારું સન્માન કરવામાં આવે છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહેલોતે સુરતમાં ભાજપ પર કર્યા પ્રહાર - undefined

22:49 November 20
70 વર્ષમાં કોંગ્રેસે લોકતંત્ર જીવિત રાખ્યું ત્યારે તમે વડાપ્રધાન બની શક્યા: અશોક ગહેલોત
22:43 November 20
રમેશ ટીલાળાના કાર્યાલય પર ઘારણ કર્યા કેસરિયા
રાજકોટ: રાજકોટમાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. પૂર્વ કોર્પોરેટર સહિત અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા છે. રમેશ ટીલાળાના કાર્યાલય પર કેસરિયા ઘારણ કર્યા છે.
22:15 November 20
રાપર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની સેફ્ટી માટે ભાજપએ લખ્યો પત્ર
કચ્છ: રાપર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને પોલીસ પ્રોટેક્શન આપવા બાબતે ભાજપના ઉમેદવારે પત્ર લખ્યો છે. રાપરના કોંગ્રેસ ઉમેદવાર ભચુભાઈ આરેઠીયાને પોલીસ રક્ષણ આપવા ખુદ ભાજપે માંગ કરી છે. રાપર ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ પોલીસ અધિક્ષકને પત્ર લખ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ આરેઠીયા હાર ભાળી ગયેલા હોવાથી પોતાના પર જ હુમલાઓ કરાવી શકે તેવા આક્ષેપ કર્યા છે.
21:03 November 20
સત્યનારાયણની પૂજા બાદ પરેશ ધાનાણીએ રીબીન કાપી મધ્યસ્થ ચુંટણી કાર્યાલય મુક્યું ખુલ્લુ
અમરેલી: અમરેલી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ચુંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સત્યનારાયણની પૂજા બાદ પરેશ ધાનાણીએ રીબીન કાપી મધ્યસ્થ ચુંટણી કાર્યાલય ખુલ્લુ મુક્યું છે. મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો અને આગેવાનો ઉમટી પડ્યા હતા. વડાપ્રધાન મોદીની જાહેર સભામાં ભાજપના શક્તિ પ્રદર્શન બાદ કોંગ્રેસ પણ આક્રમક મુડમાં છે. અમરેલી વિધાનસભા બેઠક પર કબજો કરવા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળ્યો છે. પરેશ ધાનાણી અને કૌશિક વેકરીયા એડી ચોટી નું જોર લગાવી રહ્યા છે.
20:34 November 20
જીતુભાઇ વાઘણીના સમર્થનમાં ડાયરા પ્રેમી કમાએ કર્યો પ્રચાર
ભાવનગર: ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક ઉપર કમાએ પ્રચાર કર્યો છે. જીતુભાઇ વાઘણીના સમર્થનમાં ડાયરા પ્રેમી દિવ્યાંગ કમાએ પ્રચાર કર્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારના પાન વાડી ચોકથી લઈ પશ્ચિમ વિસ્તાર સુધી રોડ શો કર્યો હતો. કીર્તિદાન ગઢવીના ડાયરામાંથી કમો ફેમસ છે. ભાજપનો ધ્વજ લઈ કારમાં રોડ શો કર્યો છે.
20:13 November 20
મામલો ઉગ્ર થતાં પોલીસે દખલગીરી કરીને બંને પક્ષને શાંત કર્યા
સુરત: સુરતમાં AAP અને ભાજપની રેલી સામ સામે આવી ગઈ હતી. આ પરિસ્થિતિમાં પોલીસે મામલો થાળે પાડ્યો. લીંબાયત બેઠકના પ્રચાર માટે ભાજપ અને આપ સામ-સામે આવ્યા હતા. એક તરફ આપની સભા ચાલી રહી હતી, ત્યારે ભાજપ પક્ષની સામેથી રેલી નિકળી હતી અને બંનેએ સામ-સામે સુત્રોચ્ચાર ચાલુ કર્યા હતા. મામલો ઉગ્ર થતાં પોલીસે દખલગીરી કરીને બંને પક્ષને શાંત કર્યા હતા. આ સમગ્ર ઘટનાના વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
19:43 November 20
આપઘાતના પ્રયાસમાં પુત્રનું થયું મોત, દંપતીની હાલત હજુ પણ ગંભીર
રાજકોટ: રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી એક પરિવારનાં ત્રણ સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડી પોલીસે તપાસ શરૂ કરી છે. યુનિવર્સિટી રોડ ઉપર મિલાપ નગરમાં સોની વેપારીનો સામુહિક આપઘાતના પ્રયાસમાં પુત્રનું મોત થયું છે અને દંપતીની હાલત હજુ પણ ગંભીર છે.
19:15 November 20
40 મિનિટની બેઠક બાદ કમલમમાંથી PM મોદી થયા રવાના
ગાંઘીનગર: કમલમમાં PM મોદીની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. PM મોદીની બેઠક 40 મિનિટ સુઘી ચાલી.
19:08 November 20
અશોક ગેહલોતની પત્રકાર પરિષદમાં મેઘા પાટકર અંગે આપ્યું નિવેદન
રાજકોટ: અશોક ગેહલોતની પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે, ભાજપની ગૌરવ યાત્રા નિષ્ફળ ગઈ છે, કેજરીવાલ અહીંયા આવીને ખોટા વાયદાઓ આપે છે, ગુજરાત સરકાર આખી બદલવી પડી, મોરબી દુર્ઘટનામાં કોઈ ખાસ એક્શન નહિ, પીએમ મોદીને અહીંયા દર અઠવાડિયે આવવું પડે છે, કોંગ્રેસની ભારત જોડો યાત્રાથી ભાજપ બોખલાયું છે. આ ઉપરાંત મેઘા પાટકર અંગે PMના નિવેદન અંગે અશોક ગેહલોતએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ કોઈ કોંગ્રેસની યાત્રા નથી, અમે મેઘા પટકરને રોકી ના શકીએ, તેઓ એનજીઓ તરીકે આવ્યા હતા, તેઓ આ યાત્રામાં રાહુલ ગાંધીને મોરલ સપોર્ટ કરવા માટે આવ્યા હતા, મોંઘવારી અંગે વાત કરવી જોઈએ, ભાજપના પોતાના જ રાજ્યમાં આ સ્થિતિ છે.
18:54 November 20
કમલમમાં PM મોદીની નેતાઓ સાથે બેઠક શરુ
ગાંઘીનગર: PM મોદી, CM ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે બેઠક શરૂ થઈ ગઈ છે.
18:29 November 20
વડાપ્રધાન મોદી પહોંચ્યા કમલમ, CM ભુપેન્દ્ર પટેલ પણ હાજર
ગાંઘીનગર: વડાપ્રધાન મોદી કમલમ પહોંચ્યા. કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ સાથે બેઠક કરશે.
18:22 November 20
આગ લાગતા ફાયર ફાઈટરની ટીમ પહોંચી ઘટના સ્થળે
સુરત: સુરતના કંટારા ગામે ટ્રકમાં આગ લાગી છે. ગામની સીમમાં શેરડી વાહટુક કરતા ટ્રકમાં આગ લાગી છે. કોઈ અગમ્ય કારણોસર આગ લાગી છે. આગ લાગતા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ પર કાબુ મેળવવા પ્રયાસો શરુ કરાયા છે.
18:15 November 20
PM મોદી કમલમમાં જઈ આપશે ચૂંટણીલક્ષી માર્ગદર્શન
ગાંધીનગર: PM મોદી કમલમમાં જઈને ચૂંટણી લક્ષી બેઠક કરશે. ભાજપના આગેવાનોને PM મોદી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે.
16:53 November 20
ખુલ્લી જગ્યામાં વેલ્ડીંગ કામ કરતા તણખાં ઝરવાથી લાગી આગ
રાજકોટ: રાજકોટ-ગોંડલ રોડ પર આવેલ ગેરેજમાં આગ લાગી હતી. ગેરેજની બાજુમાં ખુલ્લી જગ્યામાં રાખેલ 4થી વધુ ગાડીઓમાં આગ લાગી હતી. તણખાંથી આગ એટલી વિકરાળ બની હતી કે, ત્યાં રહેલી ચારથી વધુ ગાડીઓમાં આગ લાગી હતી. ફાયર વિભાગને જાણ કરતાં જ ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
16:10 November 20
બોટાદની સાથે જનસંઘથી સંબંધ છે: PM મોદી
બોટાદ: PM મોદીએ બોટાડમાં સંબોધન કરતા કહ્યું કે, બોટાદની સાથે જનસંઘથી સંબંધ છે. બોટાદ પારખુ જનતાની ભૂમિ છે.
15:55 November 20
સુરત ટેક્સટાઈલ માર્કેટમાં લાગ્યા મોદી મોદીના નારા
સુરત: સુરતના આપના કાર્યકર્તાઓ પ્રચાર માટે કાપડ માર્કેટ પહોંચ્યા. ટેક્સટાઈલ માર્કેટમાં મોદી મોદીના નારા લાગ્યા. કાપડના વેપારીઓએ મોદી મોદીના નારા લગાવ્યા છે.
15:41 November 20
જાફરાબાદની બાજરી દુનિયામાં ડંકો વગાળશે: PM Modi
અમરેલી: PMએ અમરેલીમાં સંબોધન કરતા કહ્યું કે, અમરેલી જિલ્લામાં એક સમયે 2 શાળા હતી આજે 50 સરકારી શાળા છે, જાફરાબાદની બાજરી દુનિયામાં ડંકો વગાળશે.
15:32 November 20
કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ લોકોને મળી રહ્યો છે: PM મોદી
અમરેલી: અમરેલીમાં સભા સંબોઘતા PM મોદી એ કહ્યું, અમરેલી આવું એટલે એવું લાગે ઘરે આવ્યો છું. આ ઉપરાંત તેમણે કહ્યું કે, આજે અમરેલીમાં પાઇપલાઇનથી પાણી પહોંચે છે. પહેલા હેન્ડ પંપથી પાણી પહોચતું હતું. ટ્રાન્સફોર્મર બળી જાય તો એને બદલતા 2 કે 3 મહિના થઈ જતાં. ખેડૂતો આજે 3 પાક લેતો થયો છે. સરકારે ખેતીને મહાસંકટથી ઉગારી છે. અમે ડેરી બનાવવાના નિયમો બનાવ્યા છે. આપણે પશુઓના ટીકાકરણ માટે અભિયાન ચલાવી રહ્યા છીએ. આજે ગુજરાતમાં કેનાલનું મોટું નેટવર્ક છે. પહેલા 1 કૃષિ યુનિવર્સિટી હતી આજે 4 યુનિવર્સિટી છે. કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ લોકોને મળી રહ્યો છે.
14:39 November 20
10 હજાર નારાજ કાર્યકારતાઓ AAPના વિરોધમાં કરશે મહાસંમેલન
સુરત: સુરત આમ આદમી પાર્ટીમાં ભૂકંપ આવ્યો છે. 10 હજાર નારાજ કાર્યકારતાઓ આમ આદમી પાર્ટીના વિરોધમાં મહાસંમેલન કરશે. આમ આદમીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પાર્ટી અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાને દેશ વિરોધી અને ગદ્દાર ગણાવ્યા છે. પોસ્ટર લગાવીને ફોટો પર ચોકડી મારીને તમામનો વિરોધ કરાયો છે. આમ આદમી પાર્ટીના કાર્યકારતા અને નારાજ નેતાઓ જ આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં હરાવશે. રૂપિયા લઈ ટિકિટ વેચી દીધી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
14:21 November 20
ભાજપે અપક્ષ તરીકે ચૂંટણી લડતા 7 બળવાખોરોને સસ્પેન્ડ કર્યા
ભાજપે અપક્ષ તરીકે ચૂંટણી લડતા 7 બળવાખોર ઉમેદવારોને સસ્પેન્ડ કર્યા છે. અપક્ષ ચૂંટણી લડનાર ભાજપના આવા 7 બળવાખોર ઉમેદવારોમાં વડોદરાની વાઘોડિયા બેઠકના દંબગ ધારાસભ્ય તરીકે જાણીતા મધુ શ્રીવાસ્તવ, નાંદોદના હર્ષદ વસાવા, કેશોદના અરવિંદ લાડાણી, પાદરા બેઠકના દિનેશ પટેલ, બાયડના ધવલસિંહ ઝાલા, મહીસાગરના જયપ્રકાશ પટેલ અને ધાનેરા બેઠકના માવજી દેસાઇનો સમાવેશ થાય છે.
14:09 November 20
સુરત નારાજ કાર્યકર્તાઓ દ્વારા આપનો વિરોધ, રૂપિયા લઈ ટિકિટ વેચી હોવાનો આરોપ
- સુરત આમ આદમી પાર્ટીમાં ભૂકંપ
- 10 હજાર નારાજ કાર્યકર્તાઓ કરશે આપ વિરૂદ્ઘ મહાસંમેલન
- કેજરીવાલ અને ગોપાલ ઈટાલીયાને દેશ વિરોધી અને ગદ્દાર ગણાવ્યા
- પોસ્ટર લગાવીને ફોટો પર ચોકડી મારીને તમામનો કરાયો વિરોધ
- નારાજ નેતાઓ જ આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં હરાવશે
- રૂપિયા લઈ ટિકિટ વેચી દીધી હોવાનો પણ આરોપ
13:17 November 20
ગુજરાતમાં ફ્રીનું ચૂરણ નહીં ચાલે - ગોરખપુરના સાંસદ રવિ કિશન
- ગોરખપુરના સાંસદ રવિ કિશન સુરતની મુલાકાતે
- ગુજરાતે યુપી અને બિહારના લાખો લોકોને સુરતમાં રોજગાર આપ્યો છે
- ગુજરાતે જ નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન અમને આપ્યા છે
- કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિશે આપ્યું નિવેદન
- દિલ્હીના લોકોને બનાવી દીધા પણ ગુજરાતના લોકોને બનાવી નહીં શકો - રવિ કિશન
- ગુજરાતમાં ફ્રીનું ચૂરણ નહીં ચાલે - રવિ કિશન
12:34 November 20
નરેન્દ્ર-ભૂપેન્દ્રની બનશે સરકાર - ધોરાજીથી વડાપ્રધાનની ગર્જના
- ધોરાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન
- "મારા માટે ધોરાજી આવવું રોજનું કામ"
- "નરેન્દ્ર-ભૂપેન્દ્રની બનશે સરકાર"
- "ખૂણે ખૂણેથી એક જ અવાજ આવી રહ્યો છે."
- "આજે હું હિસાબ માંગવા અને આપવા આવ્યો છું"
- "બહુમત સાથે ભાજપની સરકાર બનશે"
- "મારે તમારા આશિર્વાદ જોઈએ છીએ"
- "કોમી દાવાનળને અમે દેશવટો આપ્યો"
- "એક સમયે ગુજરાતમાં કોમી દાવાનળ થતાં"
- "આ ગુજરાતીઓના કારણે વિદેશમાં ડંકો વાગ્યો"
- "રાજકોટમાં પાણી માટે પહેલા મહેનત કરવી પડતી
- "રાજકોટમાં પાણી માટે પોલીસ મૂકવી પડતી"
- "પાણીની મુસીબત દૂર કરી"
- "પાણીનું ટેન્કર આવે ત્યારે લૂંટ ન થાય તેનું ધ્યાન રખાતું"
- "અમે પાણી માટે પગલાં લીધા"
- "પાણી માટે ગુજરાતભરમાં અભિયાન ચલાવ્યું"
- "આજે ગુજરાતી સિંહ ગર્જના કરે છે"
- "આપણું કાઠિયાવાડ પાણીના લીધે ખાલી થતું હતું"
11:42 November 20
સોમનાથની ચારેચાર બેઠક જીતવાની છે - સોમનાથથી PMનો હુંકાર
- "સોમનાથની ચારેચાર બેઠક જીતવાની છે"
- "આપણો લક્ષ્યાંક દરેક પોલિંગ બુથ જીતવાનો છે"
- "ખેડૂતો અને સાગરખેડૂઓ માટે યોજના લાવ્યા"
- "આપણે બંદરોનો વિકાસ કર્યો"
- "વ્યાજખોરોમાંથી માછીમારોને મુક્તિ અપાવી"
- "દીકરીઓ ભણે તે માટે અભિયાન ચલાવ્યું"
- "આજે 100 ટકા દીકરીઓ અભ્યાસ કરી રહી છે"
- "આજે ગુજરાતનો દરિયાકાંઠો ધમધમી રહ્યો છે"
11:29 November 20
વેરાવળના સદભાવના ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન
- વેરાવળના સદભાવના ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન
- જય સોમનાથ સાથે સંબોધનની કરી શરૂઆત
- સદભાવના ગ્રાઉન્ડમાં મોદી મોદીના લાગ્યા નારા
- "આજે મંડપ નાનો પડ્યો છે, લોકો બહાર ઉભા છે"
- બહાર ઉભેલા લોકોની PM મોદીએ માંગી માફી
- વધુ ને વધુ મતદાન કરવા જનતાને કરી અપીલ
- "પોલિંગ બુથમાં સૌથી વધુ રેકોર્ડ તોડવાના છે"
- "બધા મત આપીને પોતાનું કર્તવ્ય નીભાવજો"
10:19 November 20
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા અર્ચના
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા અર્ચના
- સોમનાથ મહાદેવ સમક્ષ સુવર્ણ કળશની કરી પૂજા
- વડાપ્રધાન મોદીનો કાફલો શાયરન વગાડ્યા વગર સોમનાથમંદિર પરિસરમાં પહોંચ્યો
- મોરબી પુલ હોનારતના મૃતકોને આપી સાંકેતિક શ્રદ્ધાંજલિ
- સોમનાથ ખાતે ચૂંટણી જનસભામાં આપશે હાજરી
- વેરાવળ ખાતે જનસભાને કરશે સંબોધન
- ધોરાજી, અમરેલી અને બોટાદમાં પણ કરશે સંબોધન
10:01 November 20
રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા કાલથી ગુજરાતની મુલાકાતે, 5 રોડ શો અને 3 જનસભાને સંબોધિત કરશે
- રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા 4 દિવસ ગુજરાતની મુલાકાતે
- 21થી 24 નવેમ્બર સુધી ગુજરાતની મુલાકાતે
- 5 રોડ શો અને 3 જનસભાને સંબોધિત કરશે
09:57 November 20
ખેડાના ભનેર ગામ પાસે કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત, 3 યુવાનોના મોત
ખેડાના ભનેર ગામ પાસે કઠલાલ કપડવંજ રોડ ઉપર કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા.
09:54 November 20
એશિયન કપમાં મનિકા બત્રાએ ટેબલ ટેનિસમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
ટેબલ ટેનિસ સ્ટાર ખેલાડી મનિકા બત્રાએ એશિયન કપમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. સેમિફાઈનલમાં હાર બાદ મનિકા બત્રાનો બ્રોન્ઝ મેડલ માટે જાપાનની હીના હાયાત સાથે મુકાબલો હતો. આ મેચમાં મનિકા બત્રાએ જીત મેળવી છે. જીત બદલ PM મોદી અને રાષ્ટ્રપતિએ અભિનંદન પાઠવ્યા હતા.
09:51 November 20
કાશ્મીરમાં અનંતનાગમાં જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, સર્ચ ઓપરેશન શરૂ
કાશ્મીરમાં અનંતનાગ જિલ્લાના બિજબહેરામાં સુરક્ષાદળના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, માહિતી મળતાં જ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો જે બાદ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
09:22 November 20
પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન 5 દિવસ ગુજરાતની મુલાકાતે
- પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન 5 દિવસ ગુજરાતની મુલાકાતે
- 21થી 25 નવેમ્બર સુધી ગુજરાતના પ્રવાસે
- ભગવંત માન 18 રોડ શોમાં ભાગ લેશે
- રાજ્યસભા સાંસદ સંજયસિંહ આજથી 2 દિવસીય ગુજરાતની મુલાકાતે
- 2 રોડ શો અને 6 જનસભાને સંબોધિત કરશે
09:06 November 20
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજથી ગુજરાતના પ્રવાસે, હાલોલ ખાતે કરશે રોડ શો
- દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજથી ગુજરાતના પ્રવાસે
- 20 નવેમ્બરે - હાલોલ ખાતે સાંજે 4:00 કલાકે રોડ શોમાં ભાગ લેશે
- 21 નવેમ્બરે - સાંજે 5:00 કલાકે અમરેલી ખાતે રોડ શોમાં ભાગ લેશે
- 22 નવેમ્બરે - બપોરે 2:00 કલાકે ખંભાળિયા ખાતે જાહેર સભાને સંબોધશે, સાંજે 5:00 કલાકે સુરતમાં રોડ શોમાં ભાગ લેશે.
09:04 November 20
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે, તાપી-નર્મદામાં સંબોધશે જનસભા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે
આજે તાપી, નર્મદામાં જનસભાને કરશે સંબોધન
09:00 November 20
ગુજરાતમાં AIMIMના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેચ્યું, કોંગ્રેસના ઉમેદવારને ટેકો કર્યો જાહેર
AIMIM બાપુનગરના ઉમેદવાર શાહનવાઝ ખાન પઠાણએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. ગુજરાતમાં AIMIMના ઉમેદવાર શાહનવાઝ ખાન કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના ભત્રીજા છે. જેમણે પોતાનું ફોર્મ પરત ખેંચી અને કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે.
07:30 November 20
નેપાળમાં સંઘીય અને પ્રાંતીય વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન
નેપાળમાં સંઘીય અને પ્રાંતીય વિધાનસભાની ચૂંટણી માટે આજે 1.80 કરોડ મતદારો મતદાન કરશે. આ વખતે ચૂંટણીનો મુકાબલો બે રાજકીય પક્ષો વચ્ચે જોવા મળી રહ્યો છે અને તે બે પક્ષો છે- નેપાળી કોંગ્રેસ પાર્ટી અને યુએમએલ પાર્ટી. વર્ષ 1990થી અત્યાર સુધી નેપાળમાં 32 વખત સરકાર બની છે. માત્ર 14 વર્ષમાં 10 સરકારો બની છે. જ્યારે રાજાશાહી વર્ષ 2008માં નાબૂદ કરવામાં આવી હતી. દેશના વિવિધ પક્ષો અને નેતાઓએ સ્થિર સરકાર પ્રદાન કરવા, લોકશાહીને મજબૂત કરવા, આર્થિક વિકાસ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવા સહિતના ઘણા લોકપ્રિય વચનો આપ્યા હતા. જો કે, તેમને પૂરા કરવાની હિંમત કોઈએ દેખાડી ન હતી.
06:47 November 20
વડાપ્રધાન મોદી આજે સોમનાથની મુલાકાતે, વેરાવળ ખાતે જનસભાને કરશે સંબોધન
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ
સોમનાથ મંદિર ખાતે કરશે દર્શન અને પૂજા
વેરાવળ ખાતે જનસભાને કરશે સંબોધન
ધોરાજી, અમરેલી અને બોટાદમાં પણ કરશે સંબોધન
06:41 November 20
7 ડિસેમ્બરથી શિયાળુ સત્રનો થશે પ્રારંભ, 23 દિવસોમાં 17 બેઠક યોજાશે
7 ડિસેમ્બરથી શિયાળુ સત્રનો થશે પ્રારંભ
કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોષીએ આપી માહિતી
29 ડિસેમ્બર સુધી ચાલશે શિયાળુ સત્ર
23 દિવસોમાં 17 બેઠક યોજાશે
06:37 November 20
આજથી કતારમાં ફિફાવર્લ્ડ કપનો પ્રારંભ, 32 ટીમો વચ્ચે કુલ 64 મુકાબલા રમાશે
- આજથી કતારમાં ફિફાવર્લ્ડ કપનો પ્રારંભ
- 32 ટીમો વચ્ચે કુલ 64 મુકાબલા રમાશે
- આજે સાંજે 7 વાગ્યાથી થશે પ્રારંભ
- ફાઈનલ મુકાબલો 18મી ડિસેમ્બર થશે
- બોલિવૂડની એક્ટ્રેસ નોરા ફતેહી ઉદ્ઘાટન સેરિમનીમાં કરશે પર્ફોર્મ
06:21 November 20

સુરતના સરથાણાના યોગી ચોકમાં AAP અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયુ હતું. કાર્યકરોએ એક બીજા પર પથ્થરમારો કર્યો હતો અને કારમાં તોડફોડ પણ કરી હતી. આ ઘટનાને લઇને અનેક લોકોને ઇજા પણ પહોંચી હતી. જે અંગે જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી છે.