ETV Bharat / bharat

રાજકોટમાં કારમાં 2500 રૂપિયાનું ડીઝલ પુરાવી કારચાલક થયો રફુ ચક્કર - undefined

બેટ દ્વારકા ટાપુ પર રહેતા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની મદદે ઓખા મરીન પોલીસ આવી

author img

By

Published : Mar 14, 2023, 11:34 AM IST

Updated : Mar 14, 2023, 7:41 PM IST

19:35 March 14

જસદણ પોલીસ CCTVના આધારે આગળની તપાસ હાથ ધરી

રાજકોટ: જસદણ બાયપાસ રોડ પર આવેલ સોમનાથ પેટ્રોલ પંપ પાસે ફોરવીલર ચાલક કારમાં ડીઝલ પુરાવી પૈસા ના આપ્યા. કારમાં 2500 રૂપિયાનું ડીઝલ પુરાવી કારચાલક રફુ ચક્કર થયો. નંબર પ્લેટ વિનાની ફોરવીલર કાર CCTV માં કેદ થઈ. પંપ માલિકે જસદણ પોલીસ સ્ટેશનમાં અરજી કરી. જસદણ પોલીસ CCTVના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

19:31 March 14

ઈજા પહોંચતા યુવકને સારવાર અર્થે ખસેડાયો

રાજકોટ: રાજકોટના શાપર વેરાવળ ખાતે એક યુવકનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો. પ્રેમિકા સાથે વાતચીતમાં ઝઘડો થતાં ગુપ્તાંગ ઇજાગ્રસ્ત કરી નાખ્યું. ઈજા પહોંચતા યુવકને સારવાર અર્થે ખસેડાયો.

19:27 March 14

પુલનું લોક અર્પણ થયું એ પહેલા જ તૂટી જતા રાહદારીઓમાં રોષ

રાજકોટ: રાજકોટના ધોરાજીમાં બનેલો જૂનો ભાદરનો પુલ શરૂ થતા પહેલા જ જર્જરીત હાલતમાં બન્યો. પાંચ વર્ષ બાદ બનેલ પુલ અને શરૂ થયેલ રસ્તાને લઈને લોકોએ ફરિયાદ કરી. પુલનું લોક અર્પણ થયું એ પહેલા જ તૂટી જતા રાહદારીઓમાં રોષ જોવા મળ્યો.

18:38 March 14

આગમાં દૂર દૂર થી બ્લાસ્ટના દ્રશ્યો જોવા મળ્યા

વાપી: વાપી GIDCમાં આવેલ વ્રજ કેમિકલ નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. આગમાં દૂર દૂર થી બ્લાસ્ટના દ્રશ્યો જોવા મળ્યા. વાપી નોટિફાઇડ, નગરપાલિકા સહિતના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા. ભીષણ આગ અને બ્લાસ્ટને લઈ અફરાતફરી મચી. વહીવટીતંત્રએ બ્રિગેડ કોલ જાહેર કર્યો. આગમાં જાનહાની અંગે તેમજ આગના કારણો અંગે હજી વધુ વિગતો મળી નથી.

18:35 March 14

સેવ સોઈલ માટે સ્કૂલ કોલેજમાં વિધાર્થીઓને કરી રહ્યો છે જાગૃત

જામનગર: માટી બચાવો અભિયાન માટે એક યુવક ભારત ભ્રમણ માટે નીકળ્યો. છેલ્લા 10 મહિનાથી સાઇકલ પર મુસાફરી કરી રહ્યો છે. સેવ સોઈલ માટે સ્કૂલ કોલેજમાં વિધાર્થીઓને જાગૃત કરી રહ્યો છે. જામનગરમાં લાખોટા લેક ખાતે યુવક આવ્યો છે.

17:47 March 14

પોલીસે વિરોધીઓની અટકાયત કરી

તેલંગાણા: ભાજપની યુવા પાંખ BJYM એ આજે વહેલી સવારે હૈદરાબાદમાં તેલંગાણા રાજ્ય પબ્લિક સર્વિસ કમિશન ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે દેખાવકારોની અટકાયત કરી હતી.

17:07 March 14

બહેનના પ્રેમીને માથાના ભાગે મારી તેની હત્યા કરી

મહીસાગર: બાલાસિનોર તાલુકાના સુંદરપુરા ગામે પ્રેમસંબંધમાં ભાઈ અને કાકાએ પ્રેમીની હત્યા કરી. બહેનના પ્રેમીને માથાના ભાગે મારી તેની હત્યા કરી. યુવતીના ભાઇઓએ હત્યા કરી હોવાની શંકા છે. હત્યા કરી મૃતદેહને ગામના તળાવમાં ફેંકી દેવાયો, પોલીસે તપાસ આદરી છે. જે હત્યાની તપાસ કરતા અન્ય ઇસમના બુટ અને ઘડિયાળ મળી આવતા વધુ તપાસ હાથ ધરાતા સમગ્ર ઘટનાના પ્રકાશમાં આવી છે.

16:29 March 14

ગામનો યુવાન એક વર્ષ પહેલા છોકરીને લઈને ભાગી ગયો

સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામે પ્રેમ પ્રકરણમાં યુવકને માર મારતા મોત થયું. વાઘપુર ગામના યુવાન એક વર્ષ પહેલા છોકરીને લઈને ભાગી ગયો હતો. બે જૂથ વચ્ચે અથડામણમાં એકનું મોત થયું છે. રંજીતસિંહ રાજુસિંહ ચૌહાણનું માર મારતાં મોત થયું છે. એક વર્ષ બાદ ગામમાં પરત ફરતા પરિવારજનોએ માર મારતા મોત થયું. પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે ચુસ્ત બંદોબસ્ત હાથ ધર્યો. આરોપીને પકડવા પોલીસે તજ હાથ ધરી છે.

16:07 March 14

ઈડરના બારેલા તળાવ વિસ્તારમાં ફરી એકવાર દુકાનના તાળા તૂટ્યા

સાબરકાંઠા: ઈડરના બારેલા તળાવ વિસ્તારમાં ફરી એકવાર દુકાનના તાળા તૂટ્યા. બારેલા તળાવ વિસ્તારમાં દુકાનનું તાળું તોડી ચોરોએ આપ્યો ચોરીને અંજામ. દુકાનનું તાળું તોડી બજાજ પલ્સરની ઉઠાંતરી કરી ચોરો ફરાર થયા. અન્ય 8 જેટલી બાઈકો દુકાનની પાછળના ભાગે બહાર મૂકીને ચોરો ફરાર થયા. ચોરોએ સીસીટીવી કેમેરાના વાયર તોડી ચોરીને આપ્યો અંજામ.

14:48 March 14

વાતાવરણ ક્લિયર થયા બાદ જ અન્ય 8 કેન્દ્રો શરૂ કરાશે

અમરેલી: અમરેલી જિલ્લામાં ટેકાના ભાવની ચણાની ખરીદી પર કમોસમી વરસાદના આગાહીની અસર થઈ છે. ગુજકોમોસોલ દ્વારા જિલ્લામાં ખરીદીને લઈને નિર્ણય લેવામાં આવ્યો. આગાહીને કારણે 10 માંથી માત્ર 2 કેન્દ્રો જ શરૂ કરાયા. રાજુલા અને સાવરકુંડલા કેન્દ્ર જ શરૂ કરાયા. વાતાવરણ ક્લિયર થયા બાદ જ અન્ય 8 કેન્દ્રો શરૂ કરાશે. બગસરા,ધારી,બાબરા,અમરેલી,ટીબી,ખાંભા,લીલીયા બાદમાં વાતાવરણ ક્લિયર થયા બાદ ખરીદી શરૂ કરવામાં આવશે. જિલ્લામાં 24000થી વધુ ખેડૂતોએ ચણાની ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે

14:45 March 14

લાખ રૂપિયાના સોનાની દાણચોરી કરીને સુરત આવ્યા

સુરત: સુરતથી શારજાહની ફ્લાઇટમાં આવેલી બે મહિલાઓને કસ્ટમ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. લાખ રૂપિયાના સોનાની દાણચોરી કરીને સુરતમાં લાવવાનો તેમણે પ્રયાસ કસ્ટમ વિભાગે નિષ્ફળ કરી નાખ્યો હતો.

14:39 March 14

ચીકી અને મોહનથાળ બન્ને પ્રસાદ ચાલુ રહેશે

ગાંધીનગર: આજે અંબાજી પ્રસાદ મુદ્દે મંદિરના ભટ્ટજી અને સરકારના પ્રધાનો સાથે બેઠક યોજાઇ. મંદિરમાં માતાજીના પ્રસાદ ભોગ યથાવત ચાલુ રખાયો હતો. મોહનથાળનો પ્રસાદ ચાલુ જ રહેશે. મોહનથાળની ક્વોલિટીમાં સુધારો કરાશે. મોહનથાળ તાત્કાલિક ચાલુ કરાશે. ચીકી અને મોહનથાળ બન્ને પ્રસાદ ચાલુ રહેશે. મોહનથાળ 35 વર્ષથી પ્રસાદ તરીકે આપતો. મોહનથાળમાં સારી ક્વોલિટી મળે તે પ્રયાસ કરાશે. પ્રસાદ બગડે નહીં માટે ચીકીનો નિર્ણય લીધો હતો.

13:56 March 14

ગૃહમાં 1 કલાક માટે ઓડિયો વિડિયો પ્રેઝન્ટેશન માટેની છૂટ

ગાંધીનગર: 116ની નોટિસ મુદ્દે ગૃહમાં રાજ્ય ગૃહ પ્રધાને નિવેદન આપ્યું. અધ્યક્ષ વિધાનસભા ગૃહમાં 1 કલાક માટે ઓડિયો વિડિયો પ્રેઝન્ટેશન માટેની છૂટ આપે. ગુજરાત પોલીસ ડ્રગ કઈ રીતે પકડે છે તે બાબતે ગૃહમાં સભ્યોને વિડિયો બતાવવા માગીએ છીએ. અધ્યક્ષ શંકર ચૌધરીએ આપી મંજૂરી. બજેટ સત્ર દરમિયાન જ થશે કામગીરી. ગુજરાત પોલીસના અધિકારીઓને તૈયારી કરવા માટે સૂચના આપવામાં આવી.

13:39 March 14

કચ્છના પી.આઈ ધોળુએ સરકારી વાહનથી તેને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી

કચ્છ: આજથી ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો ત્યારે પરીક્ષા કેન્દ્ર પર ગાંધીધામની એક વિદ્યાર્થીનીને તેના પિતા ખોટા પરીક્ષા કેન્દ્ર પર મૂકી ગયા. વિદ્યાર્થીનીનો નંબર અન્ય સ્કૂલમાં હતો. પશ્ચિમ કચ્છના પી.આઈ ધોળુએ સરકારી વાહનથી તાત્કાલિક ટાઈમસર સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી.

13:34 March 14

ખાલીસ્તાની આતંકીના નામે ધમકી આપવામાં આવી

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં યોજાયેલી ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની મેચમાં નાગરીકોને મેચ જોવા નહી આવવા માટે ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. ખાલીસ્તાની આતંકીના નામે ધમકી આપવામાં આવી હતી. સાયબર ક્રાઈમે ગુનામાં સામેલ બે શખ્સોની ધરપકડ કરી. મધ્યપ્રદેશના સતનાથી રાહુલ દ્વિવેદી અને નરેન્દ્ર કુશવાહ નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી. આરોપીઓ પાસેથી અલગ-અલગ ડિવાઇસ અને સિમ કાર્ડ મળી આવ્યા. NIA સહિતની એજન્સીઓએ આરોપીઓની તપાસ કરી હતી.

13:00 March 14

છેલ્લા 2 વર્ષમાં ફકત 465 વિદેશી પ્રવાસીઓ ગુજરાત આવ્યા

ગાંધીનગર: ગુજરાતમાં વિદેશી ટુરિસ્ટને આકર્ષવા માટે સરકારે કરોડો ખર્ચ કર્યો. છેલ્લા 2 વર્ષમાં ફકત 465 વિદેશી પ્રવાસીઓ ગુજરાત આવ્યા. વર્ષ 2021માં નવરાત્રી ફેસ્ટિવલ, રણ ઉત્સવ, સાપુતારા મોનસુંન ફેસિત્વલ, માધવપુર મેળો સહિતના આયોજનમાં 2056.92 લાખ ખર્ચ કરવામાં આવ્યો. જાહેરાત પાછળ 5531.45 કરોડનો ખર્ચ કર્યો.

12:35 March 14

વેપારી માલ વેચી જઈ રહ્યો હતો તે દરમિયાન બે ઈસમો લૂંટ ચલાવી

જામજોધપુર: જામજોધપુર યાર્ડ બહાર 20 લાખની લૂંટ થઈ છે. વેપારી માલ વેચી જઈ રહ્યો હતો તે દરમિયાન બે ઈસમો લૂંટ ચલાવી ફરાર થયા. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.

12:26 March 14

છેલ્લા 2 વર્ષમાં 263 લોકોના ઇજા અને મૃત્યુની ઘટનાઓ સામે આવી

ગાંધીનગર: રાજ્યમાં સિંહ અને દીપડાનો આંતક. છેલ્લા 2 વર્ષમાં 263 લોકોના ઇજા અને મૃત્યુની ઘટનાઓ સામે આવી. 34 નાગરિકોના થયા મૃત્યુ. સરકારે મૃત્યુ અને ઇજામાં આર્થિક સહાય પણ ચૂકવી.

12:21 March 14

રાજ્યના પ્રવકતા પ્રધાન ઋષિકેશ પટેલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીની મોહનથાળ મુદ્દે બેઠક યોજાશે

ગાંધીનગર: મોહનથાળ મુદ્દે સરકાર ઘેરાઈ છે. રાજ્યના પ્રવકતા પ્રધાન ઋષિકેશ પટેલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીની બેઠક યોજાશે. અંબાજી પ્રસાદ મુદ્દે સીએમે દખલગીરી કરી. અંબાજી મંદિરમાં ચીક્કી સાથે મોહનથાળ પણ આપવાનું આયોજન. સરકાર બેઠક કરીને ટૂંક સમયમાં નિર્ણય જાહેર કરશે.

12:16 March 14

પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીને શ્રી ફળ વધેરવા પર મનાઈ

પાવાગઢ: ગુજરાતના શક્તિપીઠ અંબાજી બાદ હવે પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રી ફળ વધેરવા પર અને વેચાણ પર પ્રતિબંધ કરતું ફરમાન કર્યું છે. ગુજરાતમાં પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીને શ્રી ફળ વધેરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

12:14 March 14

પરીક્ષામાં કોઈ તકલીફ કે સમસ્યાઓ હોય તો સીધા ફરિયાદ કરી શકશે

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્રારા પરીક્ષા બાબતે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો. પરીક્ષામાં કોઈ તકલીફ કે સમસ્યાઓ હોય તો સીધા ફરિયાદ કરી શકશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષણ વિભાગમાં સીધી ફરિયાદ કરી શકશે.

12:11 March 14

કલ્પેશ નામના મિત્રએ ચપ્પુ મારી રાહુલની હત્યા કરી

સુરત: કમલ પાર્ક વિસ્તારમાં હત્યાની ઘટના કરવામાં આવી. વરાછાના કુખ્યાત રાહુલ ઉર્ફે ઘોદાની હત્યા કરવામાં આવી. મિત્ર એ જ કરી મિત્રની હત્યા કરી. કલ્પેશ નામના મિત્રએ ચપ્પુ મારી રાહુલની હત્યા કરી. રાહુલ કલ્પેશના ઘરે મળવા આવ્યો હતો. ઘટનામાં આરોપી કલ્પેશની પત્ની પણ ઈજાગ્રસ્ત થઈ. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ. હત્યારો કલ્પેશ હત્યા કરી ફરાર થઇ ગયો. ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી.

12:09 March 14

વહેલી સવારે મારુતિ આઈસકેન્ડી દુકાનમાં આગ ફાટી નીકળી

કચ્છ: ભુજના કેરા ગામમાં દુકાનમાં આગ લાગી. વહેલી સવારે મારુતિ આઈસકેન્ડી દુકાનમાં આગ ફાટી નીકળી. આગના કારણે દુકાનમાં રહેલ માલ-સમાન બળીને ખાખ થયો. કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક લોકોએ આગ ઉપર કાબુ મેળવ્યો.

12:06 March 14

વડોદરાની 58 વર્ષીય મહિલાનું H3N2 વાયરસથી મોત

વડોદરા: વડોદરામાં H3N2 વાયરસ પોઝીટીવ દર્દીનું શંકાસ્પદ મોત થયું છે. વડોદરાની 58 વર્ષીય મહિલાનું મોત થયું. મહિલા હાઈપર ટેન્શનના દર્દી અને વેન્ટીલેટર પર હતા. બે દિવસ અગાઉ મહિલાને સારવાર માટે દાખલ કરાઈ હતી. H3N2 વાઈરસની તપાસ માટે સેમ્પલ પુના લેબમાં મોકલશે. સતાવર જાહેરાત કરાઈ નથી.

12:00 March 14

ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓને ગુલાબ આપી તેમજ મીઠું મો કરાવી શુભેરછા પાઠવવામાં આવી

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જીલ્લામાં ધો.10 બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો. પ્રથમ દિવસે ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓને ગુલાબ આપી તેમજ મીઠું મો કરાવી શુભેરછા પાઠવવામાં આવી. ઇન્ચાર્જ જીલ્લા કલેકટર પ્રકાશ મકવાણા, જીલ્લા શિક્ષણાધિકારી કે.એન.બારોટ સહિત શાળાના આચાર્ય અને શિક્ષકોએ શુભેરછાઓ પાઠવી. ધોરણ 10માં 77 પરીક્ષા સ્થળ પર 20921 વિધાર્થીઓએ ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10 અને 12 બોર્ડમાં જીલ્લામાં ફૂલ 35460 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી રહ્યા છે.

11:56 March 14

સુરત જિલ્લા શિક્ષણ અધિકારી અને સુરત જિલ્લા કલેકટર દ્વારા પરીક્ષા સેન્ટરોની કરાઈ મુલાકાત

સુરત: આજે સમગ્ર ગુજરાતમાં ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી અને સુરત જિલ્લા કલેકટર દ્વારા પરીક્ષા સેન્ટરોની મુલાકાત કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર દ્વારા પોતે પરીક્ષા આપવા માટે આવનાર વિદ્યાર્થીઓને મોં મીઠુ કરાવ્યું. સુરત જિલ્લામાં ટોટલ 12 ઝોન પાડવામાં આવ્યા છે. શહેર અને ગ્રામ્યમાં જેમાં 540 જેટલાં કેન્દ્રો ઉપર 5301 જેટલાં બ્લોકમાં પરીક્ષાઓ લેવામાં આવશે. એમાં 162000 જેટલાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સંપૂર્ણ તૈયારીઓ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. તમામ સેન્ટરો ઉપર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે.

11:27 March 14

BREAKING NEWS: દ્વારકા જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી

દ્વારકા: દ્વારકા જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી. જિલ્લા એસ.પી.નીતીશ પાંડેયની ટીમ આવી બોર્ડના વિધાર્થીઓની મદદે. બેટ દ્વારકા ટાપુ પર રહેતા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની મદદે ઓખા મરીન પોલીસ આવી. આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં વિધાર્થીઓ સમયસર પહોંચી શકે તે માટે ઓખા મરીન દ્વારા તેમની મરીન પોલીસની બોટમાં વિદ્યાર્થીઓને જેટી પર આવવાની વ્યવસ્થા કરાઇ. એટલું જ નહીં તમામ વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી પરીક્ષાની શુભેચ્છા આપી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવ્યા. દ્વારકા જિલ્લા પોલીસની આ સુંદર વ્યવસ્થાથી વિદ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળી.

Last Updated : Mar 14, 2023, 7:41 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.