ETV Bharat / bharat

તિસ્તા સેતલવાડની વધુ મુશ્કેલી, ગુજરાત ATSએ તેમના ઘરથી કરી ધરપકડ

ગુજરાત ATS તિસ્તા સેતલવાડના(Teesta Setalvad)ઘરે પહોંચી, આ રહ્યું કારણ ગુજરાત ATSએ શનિવારે સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડના ઘરે દરોડા (Gujarat Riots 2002)પાડ્યા હતા. સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણોમાં સેતલવાડની ભૂમિકાની તપાસની પણ માંગ કરી હતી.

author img

By

Published : Jun 25, 2022, 5:06 PM IST

Updated : Jun 25, 2022, 6:40 PM IST

તિસ્તા સેતલવાડની વધુ મુશ્કેલી, ગુજરાત ATS પહોંચી તેમના ઘરે, જાણો શું છે કારણ

હૈદરાબાદ : 2002ના ગુજરાત રમખાણો પર (Godhra Kand 2002)સુપ્રીમ કોર્ટના નિર્ણયના બીજા જ દિવસે ગુજરાત ATSની બે ટીમો મુંબઈમાં તિસ્તા સેતલવાડના ઘરે પહોંચી છે. ગુજરાત રમખાણોમાં સેતલવાડની NGOની તપાસ કરવા ATSની ટીમ પૂછપરછ માટે તેને અમદાવાદ લઈ જશે. માહિતી સામે આવી રહી છે કે તેને પહેલા મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. ગુજરાત રમખાણોમાં સેતલવાડની NGOની ભૂમિકા અંગે પણ સુપ્રીમ કોર્ટે( Supreme Court)વધુ તપાસ માટે કહ્યું હતું.

આ પણ વાંચોઃ કોણ છે તિસ્તા સેતલવાડ, જેના NGO પર ગુજરાતના રમખાણ અંગે ખોટી માહિતી આપવાનો શાહે દાવો કર્યો

સુપ્રીમ કોર્ટે SITની તપાસની પ્રશંસા કરી : ઝાકિયા જાફરીએ ગુજરાત રમખાણો(Gujarat Riots 2002)પર સુપ્રીમ કોર્ટે રચેલી SITમાં PM નરેન્દ્ર મોદી સહિત 55 રાજકારણીઓ અને અધિકારીઓને આપવામાં આવેલી ક્લીનચીટ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફગાવી દેતા કહ્યું કે કાયદાનો દુરુપયોગ કરવો યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે SITની તપાસની પ્રશંસા કરી અને કડક ટીપ્પણી કરી કે કાયદા સાથે રમત કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડનું નામ પણ આપ્યું અને કહ્યું કે સેતલવાડ સામે વધુ તપાસની જરૂર છે.

ATS સેતલવાડના ઘરે પહોંચી : ATS તિસ્તા સેતલવાડના ઘરે પહોંચી ગઈ હોવાના મીડિયા રિપોર્ટ્સ છે. આ પહેલા શનિવારે સવારે એક ઈન્ટરવ્યુમાં ગૃહપ્રધાન અમિત શાહે પણ તિસ્તા સેતલવાડનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું કે સેતલવાડની એનજીઓ સમગ્ર કેસમાં ખૂબ જ સક્રિય હતી. ગૃહપ્રધાને તહેલકા મેગેઝિનના સ્ટિંગ ઓપરેશનનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કોર્ટે તેને ફગાવી દીધી છે. અમિત શાહના મતે મીડિયાથી લઈને એનજીઓ અને રાજકીય જમાત સુધી નરેન્દ્ર મોદીને બદનામ કરવામાં કોઈ કસર બાકી નથી.

આ પણ વાંચોઃ તિસ્તા સેતલવાડ તપાસ અધિકારી સમક્ષ કઈ તારીખે હાજર થશે એ જણાવેઃ હાઈકોર્ટ

કોણ છે તિસ્તા સેતલવાડ : તિસ્તા સેતલવાડ એક સામાજિક કાર્યકર અને પત્રકાર છે. તે સીટીઝન્સ ફોર જસ્ટીસ એન્ડ પીસ અથવા સીજેપી નામની સંસ્થાની સેક્રેટરી પણ છે. આ સંગઠનની સ્થાપના 2002 માં ગુજરાતમાં કોમી રમખાણોના પીડિતો માટે ન્યાય માટે લડવા માટે કરવામાં આવી હતી. CJP એક સહ-અરજીકર્તા છે જેણે 2002ના ગુજરાત રમખાણોમાં તેમની સંડોવણી બદલ નરેન્દ્ર મોદી અને અન્ય 62 સરકારી અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહીની માંગ કરી છે. સાથે જ ભાજપની નજરમાં નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટે કોંગ્રેસ દ્વારા તિસ્તા સેતલવાડનું સંગઠન સ્થાપવામાં આવી રહ્યું છે અથવા ચલાવાઈ રહ્યું છે.

Last Updated : Jun 25, 2022, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.