ETV Bharat / bharat

જમ્મુ -કશ્મીર: CRPF ટીમ પર ગ્રેનેડ હુમલો, એક જવાન ઇજાગ્રસ્ત - બારામૂલા

જમ્મુ -કાશ્મીરમાં CRPFના જવાનોને નિશાન બનાવીને આતંકવાદીઓએ બે સ્થળો પર ગ્રેનેડ હૂમલો કર્યો હતો. કુપવાડા જિલ્લામાં આતંકવાદીઓના ગ્રેનેડ હુમલામાં એક CRPF જવાન ઇજાગ્રસ્ત થયો છે.

જમ્મુ -કશ્મીર: CRPF ટીમ પર ગ્રેનેડ હુમલો

author img

By

Published : Aug 17, 2021, 9:13 AM IST

  • હુમલામાં કોઈ જાનહાની થઈ ન હતી
  • આતંકવાદીઓએ આઝાદગંજ ખાતે સીઆરપીએફની ટીમ પર ગ્રેનેડ ફેંક્યો હતો
  • સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું

શ્રીનગર: ઉત્તર કાશ્મીરના બારામૂલા જિલ્લાના આઝાદગંજ વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડ સાથે સીઆરપીએફના બંકર પર ગત રાત્રે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક વાહનને નુકસાન થયું હતું. હુમલા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. મોડી રાત સુધી હુમલાખોરોની શોધખોળ ચાલુ હતી.

જમ્મુ -કશ્મીર: CRPF ટીમ પર ગ્રેનેડ હુમલો

આ પણ વાંચો- AFGHANISTAN CRISIS : લોકો પોતાનો જીવ બચાવવા પ્લેનના પૈડામાં લટક્યા, હવામાં પહોંચતા જ નીચે પડ્યા

એક વાહનને નુકસાન થયું હતું

અધિકારીઓના જણાવ્યા મુજબ, આતંકવાદીઓએ બારામૂલા શહેરના બસ સ્ટોપ નજીક આઝાદગંજ ખાતે સીઆરપીએફની ટીમ પર ગ્રેનેડ ફેંક્યો હતો, પરંતુ હુમલામાં કોઈ જાનહાની થઈ ન હતી. જો કે, એક વાહનને નુકસાન થયું હતું. તે જ સમયે, કુપવાડા જિલ્લામાં આતંકવાદીઓના ગ્રેનેડ હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) નો એક જવાન ઇજાગ્રસ્ત થયો હતો.

CRPF ની ટીમને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંક્યો

અધિકારીઓએ જણાવ્યું કે, આતંકવાદીઓએ જિલ્લાની લાંગેટની સરકારી મિડલ સ્કૂલ ખાતે CRPF ની ટીમને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંક્યો હતો, જેમાં એક જવાન ઇજાગ્રસ્ત થયો હતો.

એન્કાઉન્ટર દરમિયાન બે નાગરિકો પણ ઇજાગ્રસ્ત થયા

ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે 13 ઓગસ્ટે આતંકીઓએ જમ્મુ -કાશ્મીરના કુલગામ જિલ્લામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના કાફલા પર ગોળીબાર કર્યો હતો. જે બાદ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે બે સુરક્ષા કર્મી ઘાયલ થયા હતા. એન્કાઉન્ટર દરમિયાન બે નાગરિકો પણ ઇજાગ્રસ્ત થયા હતા.

BSF ના કાફલા પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો

કુલગામ જિલ્લાના કાઝીગુંડ વિસ્તારમાં માલપોરા ખાતે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર BSF ના કાફલા પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. પોલીસ અને સુરક્ષા દળોની રોડ ઓપનિંગ પાર્ટી (ROP) એ પણ વળતો જવાબ આપ્યો.

આ પણ વાંચો- અફઘાનિસ્તાનની સાથે ચીન અને પાકિસ્તાન, ઈરાને ગણાવ્યું ભાઈ

પોલીસ અને સેનાની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી

પોલીસ અને સેનાની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. ફોર્સે આતંકીઓને ત્યાંથી ભાગી જવાની કોઈ તક આપી ન હતી. જે બાદ આતંકવાદીઓ નજીકની મોટી ઇમારતમાં છુપાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.