ETV Bharat / bharat

સોશિયલ મીડિયા માટે સરકારની નવી માર્ગદર્શિકા - Govt's guidelines for social media platforms

સોશિયલ મીડિયામાં વહેતી થતી વાતો અને સામગ્રીને નિયંત્રિત કરવાના હેતુ સાથે કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરે છે. કેન્દ્રના પ્રધાનો પ્રકાશ જાવડેકર અને રવિશંકર પ્રસાદે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં નવા નિયમો અને ધારાધોરણોની જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયાની કન્ટેન્ટને મોડરેટ કરવા માટેની જવાબદારી સોશિયલ મીડિયાના સંચાલકો પર નાખવામાં આવી છે.

સોશિયલ મીડિયા
સોશિયલ મીડિયા
author img

By

Published : Mar 2, 2021, 5:16 PM IST

Updated : Mar 2, 2021, 7:56 PM IST

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટને નિયંત્રણ કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. કેન્દ્રના પ્રધાનો પ્રકાશ જાવડેકર અને રવિશંકર પ્રસાદે સોશિયલ મીડિયા પર રજૂ થતી સામગ્રીને મોડરેટ કરવાના નવા નિયમો જાહેર કર્યા છે.

ડિજિટલ મીડિયા પર પારદર્શિતા અને જવાબદેહીનો અભાવ અને વપરાશકર્તાઓના અધિકારોના ખુલ્લેઆમ ભંગને ધ્યાનમાં લઈને આ નિયમો લાવવામાં આવ્યા છે. આઈટી પ્રધાન રવિશંકર પ્રસાદે પત્રકારોને જણાવ્યું કે "સોશિયલ મીડિયામાં મૂકાતી સામગ્રી પર નજર રાખવા માટે" તથા સોશિયલ મીડિયાના યુઝર્સને અધિકારો આપવા માટે નવા નિયમો લાવવામાં આવ્યા છે. આઈટી પ્રધાને જણાવ્યું કે ભારતમાં સોશિયલ મીડિયા કંપનીઓ બિઝનેસ કરે તેને સરકાર આવકાર આપે છે, કેમ કે તેનાથી આમ ભારતીયનું સશક્તિકરણ થઈ રહ્યું છે. પ્રધાને વધુમાં જણાવ્યું કે સરકાર ટીકાને આવકારે છે અને વિરોધ કરવાનો અધિકાર સૌને છે, પરંતુ સાથોસાથ એ પણ જરૂરી છે કે સોશિયલ મીડિયા અંગે કોઈ ફરિયાદ ઊભી થાય તો તેના નિવારણ માટેની પણ વ્યવસ્થા હોવી જોઈએ. ગેરરીતિ અને દુરુપયોગનું નિવારણ થાય તે પણ જરૂરી છે.

નવા નિયમોમાં સોશિયલ મીડિયા ઇન્ટરમિડિયરીઝ અને પ્રભાવશાળી સોશિયલ મીડિયા ઇન્ટરમિડિયરીઝ એમ બે ભાગ પાડવામાં આવ્યા છે. કોઈ સોશિયલ મીડિયા પર કેટલા યુઝર્સ છે તેના આધારે આ પ્રકારનું વર્ગીકરણ કરવામાં આવશે. નવા નિયમો અનુસાર ફરિયાદ નોંધણી અને તેના નિવારણ માટેના ત્રી સ્તરિય તંત્રની ગોઠવણી માટે માર્ગદર્શિકા આપવામાં આવી છે.

રવિશંકર પ્રસાદના જણાવ્યા અનુસાર "સોશિયલ મીડિયા પર અભદ્ર તસવીરો હોય તે યોગ્ય નથી અને ફરિયાદ નિવારણ માટે અસરકારક વ્યવસ્થા હોય તેના પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે. સરકાર સોશિયલ મીડિયાને મજબૂત કરવા માગે છે અને અમે ટીકા તથા વિરોધના અધિકારને આવકારીએ છીએ. પરંતુ છેલ્લા થોડા સમયથી અમને મોટા પ્રમાણમાં ફરિયાદો મળી રહી છે."

તેઓ વધુમાં જણાવે છે કે, "સોશિયલ મીડિયાના યુઝર્સને પોતાની ફરિયાદના નિવારણ માટેનું યોગ્ય પ્લેટફોર્મ મળે તે અનિવાર્ય છે અને કોઈની આબરૂને દાઘ લગાવવામાં આવે તે યોગ્ય નથી."

નવી માર્ગદર્શિકા પ્રમાણે હવેથી યુઝર્સની ભદ્રતાને ખાસ કરીને મહિલાઓના ચારિત્ર્યનું હનન કરે તે પ્રકારની પોસ્ટને 24 કલાકમાં હટાવી દેવી પડશે. સોશિયલ મીડિયા કંપનીએ મુખ્ય ફરિયાદી અધિકારીની પણ નિમણૂક કરવી પડશે. સાથે જ અયોગ્ય પોસ્ટ સૌ પહેલા કોણે તૈયાર કરીને મૂકી હતી તે પણ શોધીને જણાવવું પડશે.

(1) સોશિયલ મીડિયા માટેની નવી સરકારી માર્ગદર્શિકા

સોશિયલ મીડિયા ઇન્ટકમિડિયેટરીઝ :

સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બે પ્રકારે વહેંચવામાં આવ્યા છે - સોશિયલ મીડિયા ઇન્ટકમિડિયેટરીઝ અને સિગ્નિફિકન્ટ ઇન્ટકમિડિયેટરીઝ.

સોશિયલ મીડિયાના યુઝર્સની સંખ્યા કેટલી છે તેના આધારે આ બે પ્રકાર પાડવામાં આવશે. વિશાળ પ્રમાણમાં યુઝર્સ હોય તેને મહત્ત્વના પ્લેટફોર્મ ગણાશે. યુઝર્સની સંખ્યા અંગે સરકાર અલગથી જાહેરાત કરશે.

સોશિયલ મીડિયા કંપનીઓએ યુઝર્સ અથવા વિક્ટિમ્સની ફરિયાદોની નોંધણી અને તેના નિવારણ માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવવી પડશે.

ફરિયાદ નિવારણ માટે વિશેષ અધિકારીની નિમણૂક કરવાની રહેશે અને 24 કલાકમાં ફરિયાદની નોંધણી સાથે 15 દિવસમાં તેના નિવારણ માટેની વ્યવસ્થા કરવી પડશે.

વ્યક્તિની અંગત બાબતો વિશેની ટીપ્પણી હોય, કોઈ વ્યક્તિને અર્ધ કે પૂર્ણ નગ્નાવસ્થામાં દેખાડેલી હોય કે જાતીય સંસર્ગની ક્રિયાઓ દેખાડતી હોય તે પ્રકારની પોસ્ટને 24 કલાકમાં દૂર કરી દેવાની રહેશે. આવી ફરિયાદ ભોગ બનેલી વ્યક્તિ કે અન્ય કોઈ પણ વ્યક્તિ દાખલ કરી શકશે.

સોશિયલ મીડિયા માટે સરકારની નવી માર્ગદર્શિકા
સોશિયલ મીડિયા ઇન્ટરમિડિયરી કંપનીની અન્ય જવાબદારી

(2) સોશિયલ મીડિયા માટેની નવી સરકારી માર્ગદર્શિકા

સોશિયલ મીડિયા ઇન્ટરમિડિયરી કંપનીની અન્ય જવાબદારી :

મુખ્ય ફરિયાદ અધિકારીની નિમણૂક ­ કાયદો અને નિયમોનું પાલન કરવા માટેની જવાબદારી તેની રહેશે. તે ભારતમાં વસવાટ કરતો નાગરિક હોવો જોઈએ.

નોડલ કન્ટેન્ટ અધિકારીની નિમણૂક - કાયદાપાલન વિભાગો સાથે 24x7 સંકલન માટે તેની જવાબદારી રહેશે. તે ભારતમાં વસવાટ કરતો નાગરિક હોવો જોઈએ.

સ્થાનિક ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક - ફરિયાદ નિવારણ વ્યવસ્થા માટેના નિયમો અનુસાર તેની જવાબદારી રહેશે. તે ભારતમાં વસવાટ કરતો નાગરિક હોવો જોઈએ.

સોશિયલ મીડિયા ઇન્ટકમિડિયેટરીઝ

(3) સોશિયલ મીડિયા માટેની નવી સરકારી માર્ગદર્શિકા

માહિતીના પ્રથમ સ્રોતની જાણકારી :

સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જવાબદારી રહેશે કે કોઈ પણ અયોગ્ય પોસ્ટ કે ટ્વીટ કે મેસેજ સૌ પ્રથમ કોના દ્વારા તૈયાર કરીને મૂકાયો તેની માહિતી માગે ત્યારે અદાલત કે સરકારને આપવાની રહેશે.

ભારતની અખંડિતતા અને એકતા, રાષ્ટ્રની સુરક્ષા, જાહેર શાંતિ, વિદેશ સાથેના સંબંધો, બળાત્કાર અથવા જાતીય ઉત્તેજક બાબતો જેવી બાબતોમાં જ માહિતીના મૂળ અને પ્રથમ સ્રોતની માગણી કરાશે.

માહિતીના પ્રથમ સ્રોતની જાણકારી

આ અંગેની કોઈ માહિતી મૂળ માહિતી સ્રોતની વ્યક્તિને આપવાની જવાબદારી ઇન્ટરમિડિયેટરીની નહીં રહે.

Last Updated : Mar 2, 2021, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.