ન્યૂ દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન લોકસભામાં બહુ પ્રતીક્ષિત સામાન્ય બજેટ 2021-2022 રજૂ કર્યું હતું. સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને પૂર્વનિર્ધારિત શેડ્યૂલ મુજબ નાણાં પ્રધાને લોકસભામાં કાર્યવાહી શરૂ થયા બાદ ભારતની આર્થિક યોજનાઓને સંસદમાં રજૂ કર્યું હતું.
શિક્ષણ ક્ષેત્રના બજેટના મુખ્ય મુદ્દાઃ
- લદ્દાખમાં ઉચ્ચ શિક્ષણ માટે લેહમાં કેન્દ્રીય યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.
- ઉચ્ચ શિક્ષણ કમિશનની રચના ટૂંક સમયમાં કરવામાં આવશે.
- એનજીઓ, ખાનગી શાળાઓ અને રાજ્યોની ભાગીદારીમાં 100 નવી સૈનિક શાળાઓ બનાવવામાં આવશે.
- 15 હજાર આદર્શ શાળાઓ બનાવવામાં આવશે.
- 750 એકલવ્ય મૉડલ રહેણાંક શાળાઓ માટે કિંમત વધારવાની જોગવાઈ
- આદિજાતિ વિસ્તારોમાં યુનિવર્સિટીઓ ખોલવામાં આવશે.
- 4 કરોડ દલિત વિદ્યાર્થીઓને લાભ મળશે.
- અનુસૂચિત જાતિના કલ્યાણ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે નવો સુધારો કરવામાં આવશે, જે અંતર્ગત અનુસૂચિત જાતિના 4 કરોડ વિદ્યાર્થીઓ માટે વર્ષ 2025-26 સુધી 35,219 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે.