નવી દિલ્હી: દેવાની કટોકટીનો સામનો કરી રહેલી વોડાફોન આઈડિયા લિમિટેડ(Debt-Ridden Vodafone Idea Limited- VIL)એ સરકારના 16,000 કરોડના વ્યાજની લેણી રકમને ઈક્વિટીમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય(Opt for Converting Dues Liability Into Equity)લીધો છે. વોડાફોન આઈડિયા 16 હજાર કરોડના(VIL Rs 16,000 Crore Interest Dues) વ્યાજની બાકી રકમ કંપનીમાં 35.8 ટકા હિસ્સાની બરાબર હશે.
DoTની પુષ્ટિ
વોડાફોન આઈડિયાએ સ્ટોક એક્સચેન્જને(Voda Idea share market) જણાવ્યું હતું કે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, 10 જાન્યુઆરી 2022ના રોજ મળેલી બેઠકમાં, સ્પેક્ટ્રમ ચુકવણી જવાબદારીઓ(Spectrum Payment Obligations) અને AGR લેણાં સંબંધિત કુલ વ્યાજની જવાબદારીને ઈક્વિટીમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય(AGR Liability Conversion into Equity) લીધો હતો. કંપનીના અંદાજ મુજબ આ જવાબદારીનું ગ્રોસ પ્રેઝન્ટ વેલ્યુ (NPV) આશરે 16,000 કરોડ હોવાની ધારણા છે, જે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન(VIL Stake Final Confirmation by DoT) દ્વારા પુષ્ટિ કરવામાં આવશે.
શેર દીઠ રૂ.10 ફાળવણી
VILએ જણાવ્યું હતું કે, 14 ઓગસ્ટ 2021ના રોજ કંપનીના શેરની સરેરાશ કિંમત કરતાં ઓછી હોવાથી સરકારને શેર દીઠ રૂ.10ના દરે શેર ફાળવવામાં આવશે. આ પ્રસ્તાવ પર ટેલિકોમ્યુનિકેશન વિભાગની મંજૂરી લેવાની છે.
સરકારનો હિસ્સો 35.8 ટકા
કંપનીએ જણાવ્યું હતું કે, જો આ યોજના લાગુ કરવામાં આવે છે, તો વોડાફોન આઈડિયામાં સરકારનો હિસ્સો લગભગ 35.8 ટકા થશે, જ્યારે પ્રમોટર્સનો હિસ્સો લગભગ 28.5 ટકા (Vodafone Group) અને 17.8 ટકા (Aditya Birla Group) હશે.
આ પણ વાંચોઃ 5G service In India: જાણો આ શહેરોમાં 2022થી 5G સેવા કાર્યરત, કિંમતમાં સ્સપેનસ
આ પણ વાંચોઃ Telecom Regulatory Authority of India: ડાઉનલોડમાં Jio, અપલોડ્સમાં વોડાફોન આઈડિયા ટોચ પર