ETV Bharat / bharat

ભારત આજે 100 કરોડ કોરોના રસીના ડોઝ કરશે પૂર્ણ, દેશભરમાં કાર્યક્રમોનું આયોજન - 100 crore vaccinations

ભારત આજે ગુરૂવારે કોરોના રસીના 100 કરોડ (100 crore vaccinations) ડોઝ આપવાનું મિશન પૂર્ણ કરશે. આપવામાં આવેલા 100 કરોડ ડોઝની ઉજવણી માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Health Minister Mansukh Mandaviya) રસીકરણ માટે પાત્ર લોકોએ તાત્કાલિક રસી લેવા અને ભારતની ઐતિહાસિક રસીકરણ યાત્રામાં યોગદાન આપવા અપીલ કરી હતી.

100 crore vaccinations in india
100 crore vaccinations in india
author img

By

Published : Oct 21, 2021, 7:42 AM IST

  • દેશ આજે 100 કરોડ કોરોના રસીના ડોઝ પાર કરશે
  • મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આપી માહિતી
  • સમગ્ર દેશમાં 100 કરોડ ડોઝ પુરા થવા પર કરાશે ઉજવણી

નવી દિલ્હી : કોરોના સામે રક્ષણ માટે દેશમાં રસીકરણ હેઠળ આપવામાં આવેલા ડોઝની સંખ્યા 100 કરોડની (100 crore vaccinations) નજીક પહોંચી ગઈ છે. આ દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Health Minister Mansukh Mandaviya) રસીકરણ માટે પાત્ર લોકોને વિલંબ વગર રસી અપાવવા અને ભારતની ઐતિહાસિક રસીકરણ યાત્રામાં યોગદાન આપવા અપીલ કરી હતી.

100 કરોડ ડોઝની લાલ કિલ્લાથી ઉજવણી

ભારતમાં રસીકરણ હેઠળ આપવામાં આવેલા 100 કરોડ ડોઝની ઉજવણી માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. માંડવિયા દેશમાં 100 કરોડ ડોઝ આપવા પ્રસંગે લાલ કિલ્લા પરથી ગાયક કૈલાશ ખેરનું ગીત અને ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ રજૂ કરશે. માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, "દેશ રસીની સદી બનાવવાની નજીક છે. આ સુવર્ણ તકનો ભાગ બનવા માટે, હું દેશવાસીઓને અપીલ કરું છું કે જેમને હજુ રસી લેવાની બાકી છે, તેઓ તાત્કાલિક રસી લઈને ભારતની આ ઐતિહાસિક સુવર્ણ રસીકરણ યાત્રામાં યોગદાન આપે."

સ્પાઇસ જેટ દ્વારા બનાવાશે ગણવેશ

સ્પાઇસ જેટ આજે ગુરૂવારે 100 કરોડ ડોઝ પૂર્ણ થવા પર દિલ્હી એરપોર્ટ પર ખાસ ગણવેશ જાહેર કરશે. આ પ્રસંગે આરોગ્ય પ્રધાન, નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને સ્પાઈસ જેટના મુખ્ય મેનેજિંગ ડિરેક્ટર અજય સિંહ ઉપસ્થિત રહેશે. માંડવિયાએ અગાઉ કહ્યું હતું કે, જ્યારે ભારત રસીના 100 કરોડ ડોઝ પૂર્ણ કરશે, ત્યારે તેની જાહેરાત વિમાનો, જહાજો, મેટ્રો અને રેલવે સ્ટેશન પર કરવામાં આવશે. કોવિન પોર્ટલ પરથી પ્રાપ્ત માહિતી મુજબ બુધવારે રાત્રે 10.50 વાગ્યા સુધી દેશમાં રસીના 99.7 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. લગભગ 75 ટકા પુખ્ત વયના લોકોને રસીની ઓછામાં ઓછી એક માત્રા પ્રાપ્ત થઈ છે, જ્યારે 31 ટકા વસ્તીએ બન્ને પ્રાપ્ત કર્યા છે.

મુખ્ય આરોગ્ય કર્મચારીઓની પ્રશંસામાં પોસ્ટર

માંડવિયાએ કહ્યું કે, 'રસીના 100 કરોડ ડોઝ આપ્યા બાદ, અમે આ મિશન હેઠળ ખાતરી કરીશું કે જેમને પ્રથમ ડોઝ મળ્યો છે તેમને બીજી ડોઝ પણ મળશે જેથી કોરોનાથી તેમનું રક્ષણ સુનિશ્ચિત થઈ શકે.' કેન્દ્રએ કહ્યું કે જે ગામોમાં 100 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે, તેઓએ 100 કરોડ ડોઝની સિદ્ધિની ઉજવણી કરવા માટે આ અભિયાનમાં મુખ્ય આરોગ્ય કર્મચારીઓની પ્રશંસામાં પોસ્ટર બેનરો લગાવવા જોઈએ.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.