ETV Bharat / bharat

આ કારણે સરકારે 1 જૂનથી ખાંડની નિકાસ પર પ્રતિબંધ જાહેર કર્યો, ભાવ મુદ્દે કરી સ્પષ્ટતા - ખાંડની નિકાસને નિયંત્રિત કરવાનો નિર્ણય

ખાંડ ની નિકાસ પર તારીખ 1 જૂન, 2022 થી મૂકવામાં (India Curbs Sugar Exports) આવ્યો છે. એવું ફોરેન ટ્રેડ જનરલ (DGFT) એ એક સૂચનામાં જણાવ્યું હતું. ઘઉંની નિકાસ બાદ હવે ખાંડની નિકાસ પર (Imposed Restrictions on Sugar Exports) પ્રતિબંધ મૂકાવામાં આવ્યો છે. ભારત દુનિયામાં બીજા ક્રમે રહેલો ખાંડ ઉત્પાદક દેશ છે.

આ કારણે સરકારે 1 જૂનથી ખાંડની નિકાસ પર પ્રતિબંધ જાહેર કર્યો, ભાવ મુદ્દે કરી સ્પષ્ટતા

author img

By

Published : May 25, 2022, 6:14 PM IST

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે મંગળવારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યાનું (imposed restrictions on sugar exports) જાહેર કર્યું હતું. આ નિર્ણયને કારણે ડોમેસ્ટિક માર્કેટમાં ખાંડનો (Sugar Stock in domestic Market) સ્ટોક વધવાના પૂરા એંધાણ છે. જોકે, આ સાથે ભાવ વધવાની (Sugar Price Hike) પણ શક્યતા છે. પ્રતિબંધીત કોમોડિટીની યાદીમાં (List of Banned Commodities) ખાંડને મૂકી દેવામાં આવી છે. તારીખ 1 જૂનથી ખાંડની કોઈ પ્રકારની નિકાસ નહીં થાય. આ અંગે ડીરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું હતું.

આ પણ વાંચો: માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ આ સ્માર્ટફોનનો કરે છે ઉપયોગ

નિકાસ પર મોટી બ્રેક: DGFTએ પોતાનું નિવેદન આપતા કહ્યું હતું કે, "ખાંડની સિઝન 2021-22 (ઓક્ટોબર-સપ્ટેમ્બર) દરમિયાન દેશમાં ખાંડની સ્થાનિક પ્રાપ્યતા અને ભાવ સ્થિરતા જાળવવા માટે, 1 જૂનથી ખાંડની નિકાસને નિયંત્રિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. "સરકારે ખાંડની સિઝન 2021-22 (ઓક્ટોબર-સપ્ટેમ્બર) દરમિયાન સ્થાનિક પ્રાપ્યતા અને ભાવ સ્થિરતા જાળવવા માટે 100 LMT (લાખ મેટ્રિક ટન) સુધીની ખાંડની નિકાસને મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે,"

ખાસ મંજૂરી દેવાશે: તારીખ 1લી જૂન 2022 થી 31મી ઓક્ટોબર 2022 સુધી અથવા આગળના આદેશ સુધી ખાંડની નિકાસને સુગર ડિરેક્ટોરેટ, ખાદ્ય અને જાહેર વિભાગની ચોક્કસ પરવાનગી સાથે મંજૂરી આપવામાં આવશે. તાજેતરનો નિર્ણય ખાંડની રેકોર્ડ નિકાસની સામે પણ આવ્યો છે. ખાંડની સિઝન 2017-18, 2018-19 અને 2019-20 માં, માત્ર 6.2 LMT, 38 LMT અને 59.60 LMT ખાંડની નિકાસ કરવામાં આવી હતી. જો કે, ખાંડની સિઝનમાં, 60 LMT ના લક્ષ્યાંક સામે 2020-21 માં લગભગ 70 LMT ની નિકાસ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Share Market India: શેરબજારમાં મંદીનો U ટર્ન, આ શેર્સે રોકાણકારોને રડાવ્યા

આવી છે હાલ સ્થિતિ: વર્તમાન ખાંડ સિઝન 2021-22માં, લગભગ 90 LMT ની નિકાસ માટેના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, લગભગ 82 LMT ખાંડ નિકાસ માટે સુગર મિલોમાંથી મોકલવામાં આવી છે. લગભગ 78 LMT ની નિકાસ કરવામાં આવી છે. વર્તમાન ખાંડ સિઝન 2021-22માં ખાંડની નિકાસ ઐતિહાસિક રીતે સૌથી વધુ હોવાનું નિવેદનમાં જણાવાયું છે. આ નિર્ણય સુનિશ્ચિત કરશે કે ખાંડની સીઝન (30મી સપ્ટેમ્બર 2022)ના અંતે ખાંડનો બંધ સ્ટોક 60-65 LMT રહેશે. જે 2-3 મહિનાનો સ્ટોક છે (તે મહિનામાં માસિક જરૂરિયાત લગભગ 24 LMT છે) સ્થાનિક ઉપયોગ માટે અનિવાર્ય મનાય છે."

ક્યારે શરૂ થાય છે સિઝન: કર્ણાટકમાં નવી સિઝનમાં પિલાણ ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં થવાનું છે. મહારાષ્ટ્રમાં ઓક્ટોબરથી નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં અને ઉત્તર પ્રદેશમાં નવેમ્બરમાં પિલાણ શરૂ થાય છે. સામાન્ય રીતે નવેમ્બર સુધીમાં અગાઉ પડી રહેલા સ્ટોકની સપ્લાય શરૂ થાય છે. એવી સરકારે સ્પષ્ટતા કરી છે. ખાંડની નિકાસમાં વધારો અને ખાંડનો સ્ટોક જાળવી રાખવાની જરૂરિયાને ધ્યાને લઈને ખાંડની નિકાસ પર બ્રેક મારવાનો સરકારે નિર્ણય કર્યો છે. ભારત દુનિયામાં ખાંડનો બીજા ક્રમનો ઉત્પાદ દેશ રહ્યો છે. શુગર મિલ અને નિકાસકારોએ એક્સપોર્ટ રીલિઝ ઓર્ડર રૂપે ડિરેક્ટોરેટ ઓફ શુગર, ડિપાર્ટમેન્ટ ઓફ ફુડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન પાસેથી મંજૂરી લેવાની જરૂર છે.

આ પણ વાંચો: કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરનો આવો વીડિયો તમે ક્યારેય નહિ જોયો હોય...

આ મુદ્દાઓ પર સરકારની નજર: સરકાર સતત એ વસ્તુનું નિરિક્ષણ કરી રહી છે કે, માર્કેટમાં ખાંડની સ્થિતિ શું છે. જેમાં ખાંડ ઉત્પાદન, ભાવ, જથ્થાબંધ અને છૂટક માર્કેટ અને સપ્લાયનો પણ સમાવેશ થાય છે. સરકારના નિયમિત પ્રયાસોના પરિણામે, છેલ્લી ખાંડની સિઝન 2020-21 માટે શેરડીના લેણાંના 99.5 ટકા ચૂકવવામાં આવ્યા છે અને ચાલુ ખાંડની સિઝન 2021-22 માટે લગભગ 85 ટકા શેરડીના લેણાં પણ ખેડૂતોને મુક્ત કરવામાં આવ્યા છે. નિવેદનમાં જણાવાયું છે કે ભારતમાં ખાંડના જથ્થાબંધ ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 3,150-3,500 ની વચ્ચે છે જ્યારે છૂટક કિંમતો પણ દેશના વિવિધ ભાગોમાં રૂ. 36-44 પ્રતિ કિલોગ્રામની રેન્જમાં નિયંત્રણમાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.