ETV Bharat / bharat

Assam News: આસામ રાજ્ય સરકારનો કર્મચારી સરકારી પરવાનગી લીધા વિના બીજા લગ્ન નહીં કરી શકે, સરકારી આદેશ કરાયો - પુરુષ કર્મચારી

આસામ રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના બીજા લગ્નની ફરિયાદોને ઘટાડવા માટે એક ચર્ચાસ્પદ આદેશ કર્યો છે. આ આદેશ અનુસાર આસામના સરકારી કર્મચારીએ પછી તે પુરુષ હોય કે મહિલાએ બીજા લગ્ન કરવા માટે રાજ્ય સરકારની પરવાનગી લેવાની રહેશે. વાંચો આ આદેશ વિશે વિસ્તારપૂર્વક.

આસામ રાજ્ય સરકારનો કર્મચારી સરકારી પરવાનગી લીધા વિના બીજા લગ્ન નહીં કરી શકે

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2023, 8:14 PM IST

ગૌહાટીઃ આસામ સરકારે સરકારી કર્મચારીઓના બીજા લગ્ન માટે નિયમ જાહેર કર્યો. આસામના સરકારી કર્મચારીઓએ બીજા લગ્ન કરવા હશે તો આસામ સરકારની પરવાનગી લેવી પડશે. રાજ્ય સરકારે દિસપુરથી આ આદેશ એ કર્મચારીઓ માટે ફરમાવ્યો જે કર્મચારીઓ બીજા લગ્ન કરવા માંગે છે.

આસામના રાજ્ય સરકારી કર્મચારીઓ માટે ખાસ આદેશ જાહેર કરાયો છે. રાજ્ય સરકારનો કર્મચારી પછી તે પતિ હોય કે પત્ની સરકારની પરવાનગી વિના બીજા લગ્ન નહીં કરી શકે. રાજ્ય સરકારે દરેક વિભાગ અને દરેક જિલ્લામાં કર્મચારીઓને જાણ થાય તે માટે નોટિસ પાઠવી છે.

આસામ સિવિલ સેવા નિયમ 1965ના પ્રાવધાન અનુસાર આસામ સરકારે એડિશનલ મુખ્ય સચિવ નિરજ વર્માના હસ્તાક્ષરવાળો આદેશ જાહેર કર્યો છે. આદેશના મુખ્ય બે ફરમાન

1. પોતાની પત્ની સાથે રહેતો પતિ જે સરકારી કર્મચારી છે તે સરકારની પરવાનગી વિના બીજા લગ્ન નહીં કરી શકે. જો કે તેના પર લાગતા પર્સનલ લો અનુસાર બીજા લગ્નની પરવાનગી આપવામાં આવશે.

2. કોઈ પણ મહિલા સરકારી કર્મચારી સરકારની પરવાનગી વિના એવા વ્યક્તિ સાથે બીજા લગ્ન નહીં કરી શકે જેની પત્ની જીવીત હોય.

દિસપુરના એક આદેશમાં કહેવાયું છે કે આસામ સિવિલ સેવા નિયમ અનુસાર તત્કાળ વિભાગીય પ્રક્રિયાનો અમલ કરવામાં આવે છે. જે સરકારી કર્મચારી આ નિયમનું ઉલ્લંઘન કરશે તેના પર સેવા નિવૃત્તિ તેમજ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

આ સરકારી નિયમો અનુસાર પરવાનગી વિના બીજા લગ્નને સરકારી કર્મચારી દ્વારા કરવામાં આવતો દુરવ્યવહાર ગણવામાં આવશે. જેનો સમાજ પર બહુ મોટો પ્રભાવ પડે છે. જો કે રાજ્ય સરકારે આ કઠોર નિયમ લાગુ કરવા માટેની તત્પરતા સ્પષ્ટ કરી નથી.

ઉલ્લેખનીય છે કે આસામ રાજ્યમાં સરકારી નોકરી મળ્યા બાદ ઘણા સરકારી કર્મચારીઓએ પોતાની પત્ની અથવા પતિને છોડીને બીજા લગ્ન કરી લીધા છે.

આસામ સરકારના અનેક વિભાગોમાં બીજા લગ્નની ફરિયાદો થતી હતી. તેથી કર્મચારીઓના વિભાગે આ આદેશ રુપી સખત કાર્યવાહી કરવા માટે મજબૂર થવું પડ્યું.

દિસપુરના આદેશ અનુસાર હવેથી સરકારી કર્મચારી પરવાનગી વિના બીજા લગ્ન કરશે તો તેના વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી તેમજ કાયદાકીય દંડ કરવાના પગલાં ભરવામાં આવશે.

  1. #Flood : આસામ અને બિહારમાં પૂરથી 36 લાખ લોકો અસરગ્રસ્ત
  2. #AssamFlood : આસામમાં વિનાશક પૂરથી 105ના મોત, જુઓ ભયાનક દ્રશ્યો...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.