ETV Bharat / bharat

આજના દિવસે ગૂગલની કંપની તરીકે થઇ હતી નોંધણી

1998 માં આજના દિવસે ગૂગલને એક કંપની તરીકે રજિસ્ટર્ડ કરવામાં આવ્યુ હતું. તેની શરૂઆત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. કેલિફોર્નિયાના એક ગેરેજમાં ગૂગલની પ્રારંભિક ઓફિસ ખોલવામાં આવી હતી. ગૂગલ વિશે વધુ રસપ્રદ તથ્યો જાણો.

author img

By

Published : Sep 4, 2021, 7:44 AM IST

Updated : Sep 4, 2021, 7:58 AM IST

4 સપ્ટેમ્બર 1998 ના રોજ ગૂગલની કંપની તરીકે નોંધણી થઇ

  • સત્તાવાર રીતે ગૂગલ પોતાનો જન્મદિવસ 27 સપ્ટેમ્બરના રોજ ઉજવે છે
  • 4 સપ્ટેમ્બર 1998 ના રોજ તેની નોંધણાી એક કંપની તરીકે કરવામાં આવી
  • ગૂગલનો હેતુ સમગ્ર વિશ્વમાંથી માહિતી એકત્રિત કરવાનો અને દરેકને ઉપલબ્ધ કરાવવાનો

હૈદરાબાદ: સત્તાવાર રીતે ગૂગલ પોતાનો જન્મદિવસ 27 સપ્ટેમ્બરના રોજ ઉજવે છે. પરંતુ 4 સપ્ટેમ્બર 1998 ના રોજ તેની નોંધણી એક કંપની તરીકે કરવામાં આવી હતી. તે જ વર્ષે બે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ લેરી પેજ અને સેર્ગેઈ બ્રિનએ તેમનું સંશોધન પત્ર રજૂ કર્યું હતું. તે એક સંશોધન પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી હતી. રિસર્ચ પેપરમાં તેમણે લખ્યું કે, તેમણે સર્જ એન્જિન બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેનો સર્ચ એન્જિન તરીકે વ્યાપકપણે ઉપયોગ કરી શકાય છે. તેમનો હેતુ સમગ્ર વિશ્વમાંથી માહિતી એકત્રિત કરવાનો અને દરેકને ઉપલબ્ધ કરાવવાનો છે.

ગૂગલ અગાઉ બેકરબ તરીકે ઓળખાતું

તેમના સર્ચ એન્જિન વર્લ્ડ વાઇડ વેબ પર વ્યક્તિગત પૃષ્ઠો નક્કી કરવા માટે લિંક્સનો ઉપયોગ કરતા હતા. લેરી અને સેર્ગેઈએ Google.stanford.edu એડ્રેસ પર પોતાનું ઇન્ટરનેટ સર્ચ એન્જિન બનાવ્યું હતુ. જોકે તે સમયે તેનું નામ ગૂગલ ન હોતું, પણ તેનું નામ બેકરબ હતું. બાદમાં તેનું નામ ગૂગલ રાખવામાં આવ્યું. એટલે કે, ગૂગલ અગાઉ બેકરબ તરીકે ઓળખાતું હતું.

આ પણ વાંચો: સુરતમાં ગૂગલ પે બિઝનેશ કંપનીએ 50 કર્મચારીઓના પગારમાં 50 ટકા કાપ મુક્યો

ગૂગલ સર્ચ એન્જિન ગૂગલના નામ પાછળ એક ગાણિતિક શબ્દ છે.

ગૂગલ સર્ચ એન્જિન ગૂગલના નામ પાછળ એક ગાણિતિક શબ્દ છે. આ શબ્દનો અર્થ 1 પછી 100 શૂન્ય છે. 15 સપ્ટેમ્બર 1995 ના રોજ, તેમણે Google.com નું ડોમેન રજીસ્ટર કરાવ્યું હતુ. 4 સપ્ટેમ્બર 1998 થી ગૂગલ એક કંપની તરીકે નોંધાયેલું હતું.

ગૂગલનું નામ ગૂગલ ઇન્ક થઇ ગયું

તે જ વર્ષે એટલે કે 1998 માં જ, લેરી અને સેરગેઈને સન (SUN) ના સહ-સ્થાપક એન્ડી બેચટોલ્શેમ દ્વારા એક મિલિયન ડોલરની મદદ કરવામાં આવી હતી. આ પછી ગૂગલનું નામ ગૂગલ ઇન્ક થઇ ગયું હતુ. આ પૈસાથી ગૂગલની ઓફિસ કેલિફોર્નિયામાં બનાવવામાં આવી હતી. શરૂઆતમાં તેની ઓફિસ ગેરેજમાં ખોલવામાં આવી હતી. ગેરેજ માલિક સુસાન વોચેસ્કી પણ ગૂગલના કર્મચારી બન્યા હતા. સુસાન હાલમાં યુ ટ્યુબના મુખ્ય કાર્યકારી અધિકારી છે.

ગૂગલ 100 થી વધુ ભાષાઓમાં કાર્યરત

જેમ જેમ કંપની વધતી ગઈ તેમ તેમ તેની ઓફિસ માઉન્ટેન વ્યૂ, કેલિફોર્નિયામાં ખોલવામાં આવી હતી. આ ઇમારતને ગૂગલ પ્લેક્સ નામ આપવામાં આવ્યું હતું. આજ સુધી, ગૂગલ 100 થી વધુ ભાષાઓમાં કાર્યરત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૂગલ વિશ્વની ચાર સૌથી મોટી કંપનીઓમાં સામેલ છે. એમેઝોન, એપલ અને ફેસબુક સાથે ગૂગલનું નામ પણ આવે છે. ગૂગલની મધર કંપનીનું નામ આલ્ફાબેટ છે. તેની કિંમત 137 અબજ ડોલર છે. મે 2011 માં, ગૂગલ એક અબજ યુનિક યુઝર્સ ધરાવતી સાઇટ બની હતી. સર્ચ એન્જિન સિવાય, ગૂગલની અન્ય સેવાઓમાં - જીમેલ, ગૂગલ પ્લસ, ગૂગલ ક્રોમ બ્રાઉઝર, ફોન સેવાનો સમાવેશ થાય છે.

Last Updated : Sep 4, 2021, 7:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.