અમદાવાદ ડેસ્ક: દુનિયાની સૌથી ફાસ્ટ મહિલા તરીકે બિરુદ પામનારી વ્યક્તિનું નામ કિટ્ટી ઓનિલ છે. ગૂગલમાં ડૂડલ બનાવનાર આર્ટિસ્ટ Meeya Tjiang એ આ ચિત્ર તૈયાર કર્યું છે. કિટ્ટી અમેરિકાની સ્ટંટ પર્ફોર્મર છે. રોકેટ એન્જિનથી ચાલતા વ્હીકલ્સના ખૂબ જ સ્પીડથી ચલાવવા માટે આ મહિલાને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ગૂગલ જેને યાદ કરે એ કોઈ સામાન્ય વ્યક્તિ ન હોઈ શકે. આ મહિલા જન્મ સમયે એટલી સક્ષમ ન હતી.
કોણ છે આ? અમેરિકામાં વર્ષ 1946 માં જન્મ લેનાર આ મહિલા જન્મ સમયે અનેક પ્રકારની બીમારીઓથી પીડાતી હતી. આ બીમારીને કારણે મહિલાની શ્રાવણ શક્તિ ઓછી થઈ ગઈ. એક સમય એવો આવ્યો કે સદંતર સંભળાવવાનું જ બંધ થઈ ગયું. નાની ઉંમરમાં મોટો ફટકો લાગ્યો હોવા છતાં જિંદગીની કસોટીમાં હાર માને એ આ મહિલા નહીં. કમ્યુનિકેશનના જુદા જુદા માધ્યમો શીખીને અંતે હિંમત રાખી મોટું પગલું ભર્યું. રીડિંગ અને સ્પીકિંગ માધ્યમ પસંદ કરીને અભ્યાસ પૂરો કર્યો પછી ડ્રાઇવિંગ પર હાથ અજમાવ્યો.
-
#DYK the fastest woman in the world was also deaf since birth? She jumped at every chance to perform stunts…literally!
— Google Doodles (@GoogleDoodles) March 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Learn more about legendary American daredevil Kitty O’Neil in today’s #GoogleDoodle, illustrated by guest artist Meeya Tjiang → https://t.co/UngnBggFec pic.twitter.com/4WS3W3eXsm
">#DYK the fastest woman in the world was also deaf since birth? She jumped at every chance to perform stunts…literally!
— Google Doodles (@GoogleDoodles) March 24, 2023
Learn more about legendary American daredevil Kitty O’Neil in today’s #GoogleDoodle, illustrated by guest artist Meeya Tjiang → https://t.co/UngnBggFec pic.twitter.com/4WS3W3eXsm#DYK the fastest woman in the world was also deaf since birth? She jumped at every chance to perform stunts…literally!
— Google Doodles (@GoogleDoodles) March 24, 2023
Learn more about legendary American daredevil Kitty O’Neil in today’s #GoogleDoodle, illustrated by guest artist Meeya Tjiang → https://t.co/UngnBggFec pic.twitter.com/4WS3W3eXsm
આ પણ વાંચો ગુગલે ગોટે ચડાવ્યા, કાર નદીના પાણીમાં ફસાઈ ગઈ માંડ બચ્યો પરિવાર
ફિલ્મોમાં કામ: ડ્રાઇવિંગ ક્ષેત્રમાં ખૂબ જ રોમાંચ અનુભવતા સ્પોર્ટ ક્ષેત્રે પા પા પગલી કરી. 70 ના દાયકામાં ફિલ્મ અને ટેલિવિઝન ક્ષેત્રે પ્રોડક્શન માં તેણે ઘણા બધા સ્ટંટ પણ કર્યા. The Bionic Woman (1976), Wonder Woman (1977-1979) અને The Blues Brothers (1980) જેવા ફિલ્મોમાં સ્ટંટ કરીને નામના મેળવી. Stunts Unlimitedમાં જોડાનાર તે પ્રથમ મહિલા બની. સ્ટન્ટ્સ અનલિમિટેડ એ હોલીવુડના ટોચના સ્ટંટ કલાકારોની સંસ્થા છે, જેમાં કિટ્ટી ઓનીલ જોડાવાવાળી પ્રથમ મહિલા છે.
આ પણ વાંચો ગૂગલ આવતા વર્ષે વિન્ડોઝ 7, 8.1 માટે સપોર્ટ બંધ કરશે
બાયોપિક બની: કિટ્ટી ઓ'નીલને 1976માં 'ફાસ્ટેસ્ટ વુમન અલાઈવ'નો ખિતાબ મળ્યો હતો. તેણે મોટિવેટર, એક રોકેટ સંચાલિત સુપરફાસ્ટ કાર પણ ચલાવી અને તેમાં રેકોર્ડ બનાવ્યો. હવે એવું લાગી રહ્યું હતું કે તે પુરુષોનો રેકોર્ડ પણ તોડી શકે છે. પરંતુ એવું કહેવાય છે કે તેના સ્પોન્સર્સે કિટ્ટીને આવું કરવા દીધું ન હતું.
કાયદેસરની લડાઈ પણ લડી: કિટ્ટીએ આ માટે કાયદેસરની લડાઈ પણ લડી હતી પરંતુ તેને અહીં સફળતા મળી નહી. તે પછી 1979માં કિટ્ટીના જીવન પર આધારિત બાયોપિક સાયલન્ટ વિક્ટરીઃ ધ કિટ્ટી ઓ'નીલ સ્ટોરી પણ રિલીઝ થઈ હતી. ગૂગલે ડૂડલ દ્વારા વિશ્વની તમામ મહિલાઓને પ્રેરણા આપવા બદલ કિટ્ટીનો આભાર માન્યો છે.