ન્યૂઝ ડેસ્કઃ ગોવાના સીએમ પ્રમોદ સાવંતે 2 સગીર બાળાઓ પર થયેલા ગેંગરેપ (Gang rape) અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે એક જવાબદાર સરકારના વડા તરીકે અને 14 વર્ષની પુત્રીના પિતા તરીકે હું ખૂબ દુઃખી અને પરેશાન છું. આ ઘટનાની પીડા અવર્ણનીય છે.
મુખ્ય પ્રધાન સાવંતે કહ્યું હતું કે હું તમને ખાતરી આપું છું કે ( Gang rape ) ગુનેગારોને કાયદા હેઠળ કડક સજા મળશે. અમારા નાગરિકોની સલામતી હંમેશા મારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
કાનૂન પ્રદત અધિકારોને ક્યારેય નકાર્યાં નથીઃ પ્રમોદ સાવંત
તેમણે જ જણાવ્યું કે મેં કોઇપણ સમયે કાનૂન દ્વારા આપવામાં આવેલા સુરક્ષાના અધિકારોને નકારવાનો પ્રયાસ કર્યો નથી. ગોવા પોલિસ વાસ્તવમાં, ખાસ કરીને જ્યારે મહિલાઓ અને બાળકોની સુરક્ષાની વાત હોય તો ખૂબ ઝડપથી કામ કરે છે. પોલિસ પહેલેથી જ તેજીથી કાર્યવાહી કરતાં (Gang rape) આરોપીની ધરપકડ કરી ચૂકી છે.
આ પણ વાંચોઃ ગાંધીનગરની નેશનલ ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સીટીનું કેમ્પસ ગોવા અને ત્રિપુરામાં પણ ખૂલશે
આ પણ વાંચોઃ કર્ણાટકઃ રસ્તામાં ભટકી ટ્રેન, પ્રવાસીઓએ દૂધસાગર ધોધનો અદભૂત નજારો જોયો