ETV Bharat / bharat

Suicide in Central University: રાજસ્થાન સેન્ટ્રલ યુનિવર્સિટીના વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, પોલીસ તપાસમાં લાગી

author img

By

Published : Jan 28, 2023, 9:55 AM IST

રાજસ્થાનની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં (Rajasthan Central University) અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ શુક્રવારે મોડી રાત્રે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. જેની જાણ થતાં યુનિવર્સિટી પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું હતું.

Suicide in Central University: રાજસ્થાન સેન્ટ્રલ યુનિવર્સિટીના વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, પોલીસ તપાસમાં લાગી
Suicide in Central University: રાજસ્થાન સેન્ટ્રલ યુનિવર્સિટીના વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, પોલીસ તપાસમાં લાગી

અજમેર: રાજસ્થાનની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ શુક્રવારે મોડી રાત્રે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. જેની જાણ થતાં યુનિવર્સિટી પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું હતું. આ પછી પ્રશાસને પોલીસને જાણ કરી. ઘટનાની જાણ થતા બંદરસિન્દ્રી પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી અને મામલાની તપાસ શરૂ કરી. એવું કહેવામાં આવ્યું હતું કે છોકરી રાજસ્થાનની સેન્ટ્રલ યુનિવર્સિટીની એમએસસી માઇક્રોબાયોલોજીના પ્રથમ વર્ષની વિદ્યાર્થી હતી, જે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી.

આ પણ વાંચો: Rajkot Crime : રાજકોટમાં ઢોર ડબ્બામાંથી સ્થાનિકો બળજબરીથી છોડાવી ગયા ઢોર

આત્મહત્યાનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી: આ બાબતે, બંદરસિન્દ્રી પોલીસ સ્ટેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૃતદેહને કબજે લેવામાં આવ્યો છે અને સરકારી જિલ્લા યજ્ઞનારાયણ હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ તેને સ્વજનોને સોંપવામાં આવશે. ઘટનાની જાણ થતાં જ રાજસ્થાન સેન્ટ્રલ યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની ભીડ ઉમટી પડી હતી. બંદરસિન્દ્રી પોલીસ સ્ટેશનના પ્રભારી વીરેન્દ્ર સિંહ રાઠોડે જણાવ્યું હતું કે હાલમાં આત્મહત્યાનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી અને અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. આ સાથે ઉપરોક્ત બાબતે વિદ્યાર્થિનીનાં નજીકનાં સગાંઓની પૂછપરછ કરવાનું જણાવાયું હતું.

આ પણ વાંચો: Surat Murder Case: 23 વર્ષની ઉંમરે હત્યા કરનાર આરોપી 52 વર્ષની ઉંમરે ઝડપાયો

પોલીસ આ મામલાની તપાસમાં ઊંડી લાગેલી છે: તે જ સમયે, વિદ્યાર્થીનીની આત્મહત્યાની માહિતી પછી, તેના સંબંધીઓ પણ સેન્ટ્રલ યુનિવર્સિટી પહોંચ્યા. રડતાં રડતાં સ્વજનોની હાલત ખરાબ છે. શુક્રવારે મોડી રાત્રે, મૃતકના મૃતદેહને કિશનગઢની સરકારી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં શનિવારે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે. પરંતુ આ બધાની વચ્ચે મહત્વનો પ્રશ્ન એ છે કે આ ઘટના યુનિવર્સિટી હોસ્ટેલમાં બની હતી અને મેનેજમેન્ટને તેની કોઈ સુરાગ સુદ્ધાં નથી મળી. આ જ કારણ છે કે પોલીસ આ મામલાની તપાસમાં ઊંડી લાગેલી છે અને આશા છે કે ટૂંક સમયમાં આપઘાતનું સાચું કારણ બહાર આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.