ETV Bharat / bharat

New Army Chief : એમએમ નરવણેની નિવૃતિ બાદ, સેનાના વડા તરીકે કોણે સંભાળ્યો કાર્યકાળ... - 29th Chief of Army Staff

આજે જનરલ મનોજ પાંડેએ નવા આર્મી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો(New Army Chief Manoj Pandey) છે. આ પહેલા આર્મી ચીફ તરીકે જનરલ એમએમ નરવણે હતા,(General MM Narwane retired) હવે આ સ્થાનની જવાબદારી જનરલ મનોજ પાંડે સંભાળશે. આર્મી ચીફ તરીકે તેમણે થિયેટર કમાન્ડ બનાવવાની સરકારની યોજના પર નેવી અને એરફોર્સ સાથે તાલમેલ સાધવો પડશે.

New Army Chief
New Army Chief
author img

By

Published : Apr 30, 2022, 3:11 PM IST

નવી દિલ્હી : જનરલ મનોજ પાંડેએ આજે શનિવારે જનરલ એમએમ નરવણેની નિવૃત્તિ બાદ સેનાના 29મા વડા(29th Chief of Army Staff) તરીકે કાર્યભાર સંભાળ્યો છે. આર્મી સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે ફરજ બજાવતા જનરલ પાંડે આર્મીના એન્જિનિયર કોર્પ્સમાંથી આર્મી ચીફ બનનાર પ્રથમ અધિકારી(General Manoj Pandey new Army Chief) બન્યા છે. 1 ફેબ્રુઆરીએ આર્મી સ્ટાફના વાઇસ ચીફ બનતા પહેલા તેઓ સેનાના પૂર્વી કમાન્ડનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ કમાન્ડ સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની સુરક્ષા માટે જવાબદાર છે.

  • General Manoj Pande, PVSM, AVSM, VSM, ADC takes over as the 29th #COAS of #IndianArmy from General MM Naravane.

    जनरल मनोज पांडे, परम विशिष्ट सेवा मेडल, अति विशिष्ट सेवा मेडल, विशिष्ट सेवा मेडल, ऐड डि कैंप ने जनरल एम एम नरवणे से #भारतीयसेना के 29वें #सेनाध्यक्ष का पदभार संभाला। pic.twitter.com/Mphsz1pvrP

    — ADG PI - INDIAN ARMY (@adgpi) April 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો - લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે બનશે દેશના આગામી સેના ચીફ

29માં વડા તરીકે સંભાળશે કાર્યકાળ - જનરલ પાંડેએ એવા સમયે સેનાની કમાન સંભાળી છે જ્યારે ભારત ચીન અને પાકિસ્તાનની સરહદો પરના પડકારો સહિત અસંખ્ય સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યું છે. આર્મી ચીફ તરીકે તેઓ થિયેટર કમાન્ડ બનાવવાની સરકારની યોજના પર નેવી અને એરફોર્સ સાથે સંકલન કરશે. ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ, જનરલ બિપિન રાવત, જેઓ થિયેટર કમાન્ડની તૈયારી પર કામ કરી રહ્યા હતા, ગયા વર્ષે ડિસેમ્બરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહિદ થયા હતા. તેમના નિધન બાદ સરકારે હજુ સુધી નવા મુખ્ય સંરક્ષણ વડાની નિમણૂક કરી નથી.

આ પણ વાંચો - લેફ્ટનન્ટ જનરલ બીએસ રાજુની નવા ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કરવામાં આવી નિમણૂક

મનોજ પાંડેની કારકિર્દી પર એક નજર - જનરલ પાંડેએ તેમની કારકિર્દી દરમિયાન આંદામાન અને નિકોબાર કમાન્ડના વડા તરીકે પણ સેવા આપી છે. આંદામાન અને નિકોબાર કમાન્ડ એ ભારતની ત્રણેય સેનાઓની એકમાત્ર કમાન્ડ છે. પાંડે નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને તેમને ડિસેમ્બર 1982માં કોર્પ્સ ઑફ એન્જિનિયર્સ (ધ બોમ્બે સેપર્સ)માં સામેલ કરવામાં આવ્યા હતા. તેમની શાનદાર કારકિર્દીમાં, તેમણે ઘણા મહત્વપૂર્ણ પદો પર સેવા આપી હતી અને વિવિધ વિસ્તારોમાં આતંકવાદ વિરોધી કામગીરીમાં ભાગ લીધો હતો. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં ઓપરેશન પરાક્રમ દરમિયાન નિયંત્રણ રેખા પર એક એન્જિનિયર રેજિમેન્ટની કમાન સંભાળી હતી. આ ઉપરાંત, તેણે પશ્ચિમ લદ્દાખના ઉચ્ચ પ્રદેશોમાં પર્વતીય વિભાગ અને ઉત્તરપૂર્વમાં એક કોર્પ્સની કમાન પણ સંભાળી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.