- પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને મારી નાખવાની મળી ધમકી
- ગંભીરને ઈ-મેલ દ્વારા આતંકવાદી ધમકીઓ મળી હોવાની માહિતી
- અગાઉ ગંભીરે પાકિસ્તાનને 'આતંકવાદી દેશ' ગણાવ્યો હતો
નવી દિલ્હી : પૂર્વ દિલ્હીના BJP સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને (former Cricketer Gautam Gambhir ) 'ISIS કાશ્મીર' (ISIS Kashmir) તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ બીજેપી સાંસદે દિલ્હી પોલીસનો (Delhi Police) સંપર્ક કર્યો છે.
ISIS કાશ્મીર તરફથી મારી નાખવાની ધમકી
DCP (સેન્ટ્રલ) શ્વેતા ચૌહાણે કહ્યું કે, પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને 'ISIS કાશ્મીર' તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળવાની ફરિયાદ કરી છે. આ મામલાની તપાસ ચાલી રહી છે. ગંભીરના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગંભીરને ઈ-મેલ દ્વારા આતંકવાદી ધમકીઓ મળી છે. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ગૌતમ ગંભીર રાષ્ટ્રીય સુરક્ષા, કાશ્મીર અને અન્ય મુદ્દાઓ પર તેમના સ્પષ્ટ અભિપ્રાય માટે જાણીતા છે.
ગંભીરે પાકિસ્તાનને આતંકવાદી દેશ ગણાવ્યો
ગંભીરે ભૂતકાળમાં પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને તેમના "મોટા ભાઈ" કહેવા બદલ ટીકા કરી હતી અને કહ્યું હતું કે, આ પ્રકારનું નિવેદન આપતા પહેલા તેણે પાકિસ્તાન જવું જોઈએ. ગંભીરે પાકિસ્તાનને 'આતંકવાદી દેશ' ગણાવ્યો હતો.
આ પણ વાંચો: