નવી દિલ્હી: દક્ષિણ દિલ્હીના માલવીય નગરમાં 'બાબા કા ઢાબા' ના માલિક કાંતા પ્રસાદે યુટ્યૂબર ગૌરવ વાસન વિરૂદ્ધ પૈસાની લેતીદેતીની ફરિયાદ દાખલ કરી છે. જેમાં યૂટયૂબર ગૌરવ વાસનનો પક્ષ પણ સામે આવ્યો છે. ગૌરવે ઇટીવી ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું કે, તેમણે પૂરા પૈસા બાબાને આપી દીધા છે. આ તેણે કહ્યું કે તેની પાસે પેટીએમ નથી, તેથી તેણે તેની પત્નીના પેટીએમની વિગતો શેર કરી અને લોકોએ તે પેટીએમમાં પણ પૈસા મોકલ્યા, બધા પૈસા બાબાને આપી દેવામાં આવ્યા છે. હાલમાં 80 વર્ષના કાંતા પ્રસાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જેમાં તે ઝડપથી ફેમસ થઇ ગયા હતા.
ગૌરવ વાસન પર બાબાએ લગાવ્યા આરોપ
સૌશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોમાં બાબાએ લોકડાઉન તેમની દુકાન ચાલતી ન હોવાનું જણાવ્યું હતું. આ વીડિયોને ગૌરવ વાસને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. કાંતા પ્રસાદે જણાવ્યું કે, ગૌરવ વાસને તેમનો વીડિયો ઉતારી ઓનલાઇન પોસ્ટ કર્યો હતો. તેમજ લોકો પાસેથી પૈસાની અપીલ કરી હતી. પરંતુ વાસને મને કોઇ જાણકારી આપ્યા વિના તે પૈસા પોતાના પાસે રાકી લીધા છે.
આરોપ પર ગૌરવ વાસને આપી પ્રતિક્રિયા
જ્યારે ગૌરવને પૂછવામાં આવ્યું ત્યારે તેણે હકીકત જણાવી હતી કે, તેને આશરે 3.78 લાખ રૂપિયા આવ્યા હતા. જેમાં પેટીએમ માંથી મળેલા પૈસા પણ સામેલ છે. તેમણે દાવો કર્યો છે કે, એક ચેક એક લાખ રૂપિયાનો જ્યારે બીજો ચેક 2.33 લાખ રૂપિયાનો હતો. જોકે, 45,000 રૂપિયા પેટીએમ દ્વારા પ્રસાદને આપવામાં આવ્યા હતા.