- દિલ્હી પોલીસના એન્કાઉન્ટરમાં ઠાર થયો ગેંગસ્ટર કુલદીપ ફજ્જા
- બાતમીને આધારે પોલીસ દરોડા પાડ્યા હતા
- ફજ્જાને શરણાગતિ સ્વીકારવાને બદલે પોલીસ પર ફાયરિંગ કર્યુ
નવી દિલ્હી: રાજધાની દિલ્હીની જીટીબી હોસ્પિટલમાંથી ગુરુવારના રોજ પોલીસના કેદમાંથી છટકી ગયેલા કુલદીપ માન ઉર્ફે ફજ્જા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. શનિવારે મોડી સાંજે રોહિણીના સેક્ટર -14 સ્થિત તુલસી એપાર્ટમેન્ટમાં સ્પેશિયલ સેલ અને કુલદીપ માન વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટર દરમિયાન કુલદીપ માનને ગોળી વાગી હતી. તેમને તાત્કાલિક આંબેડકર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યો હતો.
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં વધુ એક એન્કાઉન્ટર, ગેંગસ્ટર રાકેશ પાંડે ઠાર
રોહિણીમાં મોડી રાત્રે થઈ અથડામણ
DCP પ્રમોદ કુશવાહાના જણાવ્યા અનુસાર, વિશેષ સેલની ટીમ ફરાર ફજ્જા અંગેની માહિતી એકત્રિત કરી રહી હતી. આ દરમિયાન સ્પેશિયલ સેલની ટીમને બાતમી મળી હતી કે ફજ્જા રોહિણી સેક્ટર -14 ના તુલસી એપાર્ટમેન્ટમાં છુપાયેલો છે. આ બાતમી પર ઇન્સ્પેક્ટર રવિન્દ્ર જોશી અને સુનિલની ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો. તેણે પહેલા ફ્લેટની આસપાસનો વિસ્તાર ખાલી કરાવી દીધો. આ પછી, તેણે ફજ્જાને શરણાગતિ માટે કહ્યું પરંતુ તેણે પોલીસ ટીમમાં ફાયરિંગ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં પોલીસ તરફથી પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ગોળી ફજ્જાને લાગી હતી. તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ગયું હતું.
આ પણ વાંચો: વિકાસ દુબે એન્કાઉન્ટર કેસ: કે.એલ.ગુપ્તાને તપાસ સમિતિમાંથી હટાવવાની માગ
આશરો આપનારની કરાઈ ધરપકડ
પોલીસના જણાવ્યા અનુસાર, તેણે કુલદીપ માન ઉર્ફે ફજ્જાને આશરો આપનાર વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, બેગ્કોકમાં પોલીસના કેદમાંથી ફજ્જાને ભગાડી દેવા માટેનું ષડયંત્ર રચાયું હતું. આમાં સંદીપ ઉર્ફે કાલા જઢેડીએ તેમને મદદ કરી હતી. તેને ધ્યાનમાં રાખીને ફજ્જાને ફરાર કરવામાં સંડોવાયેલા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.