ETV Bharat / bharat

મુસેવાલ હત્યાકાંડ: પૂણેથી બે આરોપીઓની ધરપકડ, દિલ્હી પોલીસે કર્યો મોટો ઘટસ્ફોટ - દિલ્હી પંજાબ અને મહારાષ્ટ્રની પોલીસ

પંજાબના પ્રખ્યાત ગાયક અને કોંગ્રેસી નેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં પોલીસે 2 શાર્પ શૂટર્સની ઓળખ કરી પૂણેથી ધરપકડ કરી (Sidhu Moosewala murder case) છે. આ કેસમાં દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્રની પોલીસે (conducting raids) શંકાસ્પદ સ્થળે દરોડા પાડ્યા છે

મુસેવાલ હત્યાકાંડ: પૂણેથી બે આરોપીઓની ધરપકડ, દિલ્હી પોલીસે કર્યો મોટો ઘટસ્ફોટ

author img

By

Published : Jun 8, 2022, 9:45 PM IST

પૂણે: પંજાબી ગાયક મુસેવાલા હત્યા કેસમાં (sidhu moosewala murder case) તપાસનો રેલો છેક મહારાષ્ટ્રના પૂણે (Maharashtra police Investigation) સુધી પહોંચ્યો હતો. પૂણેમાંથી મુસેવાલા હત્યા કેસ સાથે સંકળાયેલા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. શાર્પશૂટર્સ સંતોષ જાધવ અને સૌરભ મહાકાલ નામના બે આરોપીઓની ગાયક સિદ્ધુ મૂઝવાલાના કેસમાં પુણે ગ્રામીણ પોલીસે બુધવારે પુણેમાં ધરપકડ કરી હતી. આ બંને શૂટર્સ પુણેમાં (Accused Stay in Pune city) છુપાયેલા હતા. પુણે ગ્રામીણ પોલીસના જણાવ્યા અનુસાર, સિદ્ધેશ કાંબલે ઉર્ફે સૌરભ ઉર્ફે મહાકાલની નારાયણગાંવથી ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: બાળકી સાથે કુકર્મના કેસમાં કેબ ડ્રાઈવર સહિત બેની ધરપકડ, આવો હતો પ્લાન

અત્યાર સુધીમાં 8ની ધરપકડ: મંગળવારે પંજાબ પોલીસે કહ્યું હતું કે હત્યાના સંબંધમાં અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરી છે. તેમને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવા, રેસી ચલાવવા અને ગાયકના શૂટર્સને આશ્રય આપવાના આરોપમાં પકડવામાં આવ્યા છે, પોલીસે એમ પણ કહ્યું કે તેઓએ ચાર શૂટરોની ઓળખ કરી લીધી છે. જેઓ આ ગુનામાં સામિલ હતા. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ સિરસા, હરિયાણાના સંદીપ સિંહ, ઉર્ફે કેકડા તરીકે કરવામાં આવી છે. મનપ્રીત સિંહ, ઉર્ફે મન્ના, તલવંડી સાબો, ભટિંડા; અને ફરિદકોટના ધાઈપાઈના મનપ્રીત ભાઈ છે. અન્ય જેમની ધરપકડ કરવામાં આવી છે તેઓ અમૃતસરના ડોડે કલસિયા ગામનો સરજ મિન્ટુ છે. પ્રભદીપ સિદ્ધુ, ઉર્ફે પબ્બી, તખાત-મોલ, હરિયાણાનો છે. સોનીપતના રેવલી ગામના મોનુ ડાગર, પવન બિશ્નોઈ અને નસીબ બંને હરિયાણાના ફતેહાબાદના રહેવાસી છે.

આ પણ વાંચો: સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં 10 શાર્પશૂટરની ઓળખ અને એક વ્યકિતની થઈ ધરપકડ

દિલ્હી પોલીસનો ખુલાસો: સિંગર સિદ્ધુ મુસેવાલના હત્યા કેસમાં દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી છે કે, જે લોરેન્સ બિશ્નોઈની લાંબા સમયથી પૂછપરછ કરવામાં આવી રહી છે એ જ માસ્ટર માઈન્ડ છે આ કેસનો. આ કેસમાં હજું અન્ય કેટલાક પાસાઓ પર તપાસ ચાલું છે. દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલે કહ્યું કે, મુસેવાલાની હત્યા માટેનું પ્લાનિંગ ઘણા સમય પહેલા કરી લેવામાં આવ્યું હતું. પ્લાનિંગ મુજબ જ એની હત્યા થઈ છે. આ હત્યા કેસમાં જે આરોપીઓના નામ ખુલ્યા છે. એની સાથે ગાયકના સંબંધી ખૂબ સારા હતા. એ તેમના નજીકના મનાતા હતા. ઘણા સમયથી તેઓ એકબીજાને ઓળખતા હતા. સિદ્ધેશ કાંબલે પર અગાઉ મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MOOCA) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. તેને તારીખ 20 જુન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.