ETV Bharat / bharat

Tamilnadu News: તમિલનાડુમાં દહીં પર રાજકારણ, FSSAI એ તેના 'દહીં' નિર્દેશને પાછો ખેંચ્યો - FSSAIએ પાછો ખેંચ્યો નિર્ણય

તમિલનાડુમાં ભાષાને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે. તમિલનાડુના દૂધ ઉત્પાદક સંઘ એવિને જાહેરાત કરી છે કે પેકેટ પર દહીંને બદલે તાયિર શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. જો કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દહીં લખવાની સૂચના આપી છે.

Tamilnadu News:
Tamilnadu News:
author img

By

Published : Mar 30, 2023, 8:04 PM IST

ચેન્નાઈ: તમિલનાડુ દૂધ ઉત્પાદક સંઘે કહ્યું છે કે તે તેના પેકેટો પર હિન્દી શબ્દ 'દહી'ને બદલે તમિલ શબ્દ 'તાયિર'નો ઉપયોગ કરશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ આ પેકેટો પર 'દહીં' લખવાની સૂચના આપી છે. તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિને આ પગલાંને 'હિન્દી લાદવાનું' ગણાવ્યું અને તેની નિંદા કરી હતી.

FSSAIએ પાછો ખેંચ્યો નિર્ણય: જો કે તમિલનાડુ અને કર્ણાટકમાં રાજકીય વિવાદ વચ્ચે ફૂડ સેફ્ટી રેગ્યુલેટર FSSAIએ દહીંના પેકેટના પ્રિન્ટેડ લેબલોમાં પ્રાદેશિક નામોનો ઉપયોગ કરવાની મંજૂરી આપતા તેના આદેશમાં સુધારો કર્યો હતો.

સ્ટાલિને કરી નિંદા: દૂધ વિકાસપ્રધાન એસએમ નાસરે સ્વીકાર્યું કે સરકારનો એક પત્ર મળ્યો છે જેમાં તેને ઓગસ્ટ પહેલા આ નિર્દેશનો અમલ કરવા જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાજ્ય એકમે પણ FSSAI ની આ સૂચના પાછી ખેંચવાની માંગ કરી છે. નાસરે કહ્યું કે રાજ્યમાં હિન્દી માટે કોઈ સ્થાન નથી. તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિને આ પગલાંને 'હિન્દી લાદવાનું' ગણાવ્યું અને તેની નિંદા કરી હતી.

આ પણ વાંચો: Amritpal video: અમૃતપાલે જાહેર કરેલા વીડિયો અંગે મોટો ખુલાસો, પોલીસ એક્શનમાં

નિર્ણય પાછો લેવા માંગ: એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 'તમિલનાડુ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન', જેને અવિન તરીકે ઓળખવામાં આવે છે, તે દહીં માટે 'તાયિર'નો શબ્દનો ઉપયોગ કરશે અને આ સંદર્ભમાં FSSAIને પણ જાણ કરવામાં આવી છે. ભાજપના રાજ્ય એકમના વડા કે. અન્નામલાઈએ પણ આ સૂચના પાછી ખેંચવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે આ પગલું પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવાની કેન્દ્રની નીતિને અનુરૂપ નથી.

આ પણ વાંચો: Tripura BJP MLA: ત્રિપુરામાં ભાજપના MLA વિધાનસભામાં પોર્ન વીડિયો જોતા નજરે પડ્યા

દહીં પર રાજકારણ: દ્રવિડ મુનેત્ર કઝગમએ 'હિન્દી લાદવાના' વિરોધમાં ટ્વિટર પર હેશટેગ 'દહીહિંપોડા'નો ઉપયોગ કર્યો હતો. આ સૂચના દ્વારા કથિત હિન્દી લાદવાની નિંદા કરતા સ્ટાલિને કે આ માટે જવાબદાર લોકોને દેશના દક્ષિણ ભાગોમાંથી "બદલી" કરવા જોઈએ. સ્ટાલિને તેમના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર FSSAI દ્વારા કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF)ને દહીંના પેકેટો પર 'દહીં' શબ્દ મુખ્ય રીતે છાપવા માટે નિર્દેશિત કરવા વિશે પ્રકાશિત થયેલા સમાચાર શેર કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.