અમદાવાદ: અમદાવાદમાં 19મી નવેમ્બરે રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદમાં આયોજિત થનારી વર્લ્ડ કપની ફાઈનલ ક્રિકેટ મેચ જોવા આવનારા ક્રિકેટ પ્રશંસકોની વધારાની ભીડને પહોંચી વળવા માટે અને ટ્રેનોમાં મુસાફરોની ભીડ ન થાય તે માટે મુંબઈ સેન્ટ્રલ થી અમદાવાદ, બાન્દ્રા ટર્મિનસ થી અમદાવાદ અને છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) થી અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર ત્રણ જોડી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે.
બાન્દ્રા ટર્મિનસ-અમદાવાદ-બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ: ટ્રેન નંબર 09001 બાન્દ્રા ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ શનિવાર, 18 નવેમ્બર 2023ના રોજ બાન્દ્રા ટર્મિનસથી 11.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.20 કલાકે અમદાવાદ પહોંચશે. આ પ્રકારે ટ્રેન નંબર 09002 અમદાવાદ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ સોમવાર, 20 નવેમ્બર 2023 ના રોજ અમદાવાદથી 04.00 કલાકે ઉપડશે અને એ જ દિવસે 12.10 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સૂરત અને વડોદરા જંકશન સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટિયર, સ્લીપર શ્રેણી અને દ્વિતિય શ્રેણીના સામાન્ય કોચ રેહશે.
મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ: ટ્રેન નંબર 09049 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ શનિવાર, 18 નવેમ્બર 2023ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 11.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.45 કલાકે અમદાવાદ પહોંચશે. આ પ્રકારે, ટ્રેન નંબર 09050 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ સોમવાર, 20 નવેમ્બર 2023ના રોજ અમદાવાદથી 06.20 કલાકે ઉપડશે અને એ જ દિવસે 14.10 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, વલસાડ, નવસારી, સૂરત, ભરૂચ અને વડોદરા જં. સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટિયર, એસી ઇકોનોમિક, સ્લીપર શ્રેણી અને દ્વિતિય શ્રેણીના સામાન્ય કોચ હશે.
છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસ (મુંબઈ)-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ: ટ્રેન નંબર 01153 છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસ(CSMT)-અમદાવાદ સ્પેશિયલ શનિવાર, 18 નવેમ્બર 2023 ના રોજ છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસથી 22.30 કલાકે ઉપડશે, અને આગલા દિવસે 06.40 કલાકે અમદાવાદ પહોંચશે. આ પ્રકારે, ટ્રેન નંબર 01154 અમદાવાદ- છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસ(CSMT) સ્પેશિયલ સોમવાર, 20 નવેમ્બર 2023 ના રોજ અમદાવાદથી 01.45 કલાકે ઉપડશે અને એ જ દિવસે 10.35 કલાકે છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં દાદર (સેન્ટ્રલ), થાણે, વસઈ રોડ, સૂરત અને વડોદરા જં. સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટિયર, એસી 3-ટિયર અને દ્વિતિય શ્રેણીના સામાન્ય કોચ હશે.
યાત્રી કૃપિયા ધ્યાન દે: ટ્રેન નંબર 09001,09002,09049,09050 અને 01154નું બુકિંગ 18 નવેમ્બર, 2023 એટલે કે આજથી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ કરવામાં આવ્યું છે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન રૂપે ચાલશે. રોકાણના સમય અને સંરચના સંબંધિત વિસ્તૃત માહિતી રેલવે પોતાની વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરવાનો આગ્રહ કર્યો છે.