પશ્ચિમ બંગાળ: હુગલી જિલ્લામાં સોમવારે સાંજે પથ્થરમારાની તાજી ઘટના સામે આવી છે. રિશ્રા રેલ્વે સ્ટેશનથી ચાલતી તમામ લોકલ અને મેલ એક્સપ્રેસ ટ્રેન સેવાઓ સ્થગિત કરવાની ફરજ પડી હતી. ઈસ્ટર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી કૌશિક મિરોને જણાવ્યું કે રિશ્રા રેલવે સ્ટેશન પર પથ્થરમારાની ઘટના બની હતી. તેમણે કહ્યું કે સામાન્ય લોકોની સુરક્ષા માટે હાવડા-બર્ધમાન મુખ્ય લાઇન પર તમામ લોકલ અને મેલ એક્સપ્રેસ ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ Rising Air Fares: હવે હવાઈ મુસાફરી થશે સસ્તી? ખાનગી એરલાઈન્સોની મહત્વની બેઠક
સરકારે પ્રતિબંધિત આદેશો જારી કર્યાઃ સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઈપણ અપ્રિય ઘટના અથવા હિંસાને રોકવા માટે આ વિસ્તારમાં પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ (RAF) તૈનાત કરવામાં આવી છે. આ ઘટના રવિવારે હુગલીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની શોભા યાત્રા દરમિયાન થયેલી અથડામણના એક દિવસ બાદ સામે આવી છે. બાદમાં રાજ્ય સરકારે પ્રતિબંધિત આદેશો જારી કર્યા હતા. સમગ્ર જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી. હાવડા-બર્ડમાન રૂટ પર તમામ ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. સ્ટેશનની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ITBPના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ટીકમ સિંહ નેગી ચીન બોર્ડર પર શહીદ, કાલે દેહરાદૂનમાં થશે અંતિમ સંસ્કાર
રામ નવમીની ઉજવણીમાં અથડામણઃ આ પહેલા ગુરુવારે હાવડામાં રામ નવમીની ઉજવણી દરમિયાન બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. સરઘસ દરમિયાન, તોફાનીઓએ જાહેર અને ખાનગી મિલકતોમાં તોડફોડ કરી અને વાહનોને આગ ચાંપી દીધી. રામનવમીની ઉજવણી દરમિયાન હાવડામાં થયેલી હિંસા બાદ પશ્ચિમ બંગાળ સરકારે શુક્રવારે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)ને તપાસ સોંપી હતી. સીઆઈડીના મહાનિરીક્ષક સુનિલ ચૌધરીના નેતૃત્વમાં એક વિશેષ ટીમે તપાસ શરૂ કરી છે.