- સુપ્રીમ કોર્ટે પત્રકાર પેટ્રિશિયા મુખિ સામે દાખલ FIRને રદ કરી
- મેઘાલય હાઈકોર્ટના આદેશ સામે મુખિમની અરજી પર સુનાવણી કરી હતી
- સોશિયલ મીડિયા પોસ્ટને નફરત ફેલાવવાના ભાષણના રૂપે વર્ગીકૃત ન કરાઈ શકેઃ SC
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટનો ચુકાદો: લોન મોરેટોરિયમ હવે નહીં વધે, સંપૂર્ણ વ્યાજ નહીં થાય માફ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ગુનાહિત કેસ દાખલ કરીને નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ગળું ના ઘોંટી શકાય. કોર્ટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કથિત રીતે સાંપ્રદાયિક વૈમનસ્ય ફેલાવવા માટે પત્રકાર પેટ્રિશિયા મુખિમ સામે દાખલ FIRને રદ કરી દીધી છે.
આ પણ વાંચોઃ અનામતના સમગ્ર મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં થશે ચર્ચા
ન્યાયમૂર્તિ એલ. નાગેશ્વર રાવની અધ્યક્ષતાવાળી બેન્ચે મેઘાલય હાઈકોર્ટના આદેશ સામે મુખિમની અરજી પર સુનાવણી કરી હતી. મેઘાલય હાઈકોર્ટે મુખિમ સામે થયેલી FIR રદ કરવાનો ઈનકાર કરી દીધો હતો. જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને એસ. રવિન્દ્ર ભટ્ટની બેન્ચે કહ્યું હતું કે, મેઘાલયમાં રહેતા ગેર આદિવાસીઓની સુરક્ષા માટે પત્રકાર મુખિમ દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટને નફરત ફેલાવવાના ભાષણના રૂપે વર્ગીકૃત ન કરાઈ શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, મુખિમના લેખિત સોશિયલ મીડિયા પોસ્ટના વિશ્લેષણથી ખબર પડે છે કે આ હેટ સ્પીચનો મામલો નથી.